Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

અલવર ગેંગ રેપ : ગહેલાત સરકારને ટેકો પાછો ખેંચી લેવા નરેન્દ્ર મોદીએ માયાવતીને પડકાર ફેંક્યો

રાજસ્થાનના અલવરમાં ગેંગ રેપને લઇને રાજકીય ઘમસાણની સ્થિતી જોવા મળી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ મુદ્દાને લઇને કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટી-તેમજ બહુજન સમાજવાદી પાર્ટી પર તેજાબી પ્રહારો કર્યા બાદ આ મુદ્દો જોરદાર રીતે ઉઠી રહ્યો છે. અલવરમાં પતિની સામે મહિલા પર સામુહિક ગેંગ રેપની શરમજનક ઘટનાનો ઉલ્લેખ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે બસપાના વડા માયાવતીને રાજસ્થાન સરકારને કોંગ્રેસ સરકારને ટેકો પાછો ખેચી લેવા માટે ખુલ્લો પડકાર ફેંક્યો હતો. આજે ઉત્તરપ્રદેશના જુદા જુદા વિસ્તારમાં ચૂંટણી રેલીને સંબોધતા મોદીએ કહ્યુ હતુ કે એક દલિતની પુત્રીની સાથે રાજસ્થાનના અલવરમાં ગેંગરેપની શરમજનક ઘટના બની છે. પરંતુ તેમના પર રાજનીતિ કરનાર માયાવતી મૌન છે. મોદીએ જાતિના મુદ્દાને લઇને ફરી એકવાર માયાવતી પર પ્રહારો કર્યા હતા. વડાપ્રધાને ગેસ્ટ હાઉસ કાંડનો ઉલ્લેખ કરીને કહ્યુ હતુ કે હવે દેખાવવા પુરતા આંસુ પાડવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. જ્યારે તમારી સાથે ગેસ્ટ હાઉસ કાંડની ઘટના બની ત્યારે દેશની મહિલાઓને પિડા થઇ હતી. શુ આપને અલવર ગેંગ રેપ મામલે પિડા થઇ રહી નથી. મોદીએ કહ્યુ હતુ કે જો માયાવતી ચોક્કસપણે દેશની પુત્રીઓ પ્રત્યે ઇમાનદાર છે તો તાત્કાલિક રીતે રાજસ્થાન સરકારને પોતાનુ સમર્થન પરત લઇ લઇ લેવાની જરૂર છે. અલવર ગેંગ રેપના મામલે મોદીએ કોંગ્રેસ પાર્ટી પર તેજાબી પ્રહારો કર્યા હતા. મોદીએ કોંગ્રેસ સરકાર પર આક્ષેપ કરતા કહ્યુ હતુ કે આટલો સંવેદનશીલ મામલો હોવા છતાં કોંગ્રેસ પાર્ટી મામલાને છુપાવવાના પ્રયાસો કરતી રહી છે. રાહુલ ગાંધી પર પરોક્ષ રીતે પ્રહાર કરતા કહ્યુ હતુ કે નામદારના મો પર પણ તાલા વાગી ગયા છે. આ લોકો આ મામલે કોઇ વાત કરવા માટે તૈયાર નથી. રાષ્ટ્રીય સુરક્ષા અને ત્રાસવાદના મુદ્દા પર વડાપ્રધાન મોદીએ આક્રમક વલણ અપનાવ્યુ હતુ. તેમણે કહ્યુ હતુ હવે નવા ભારતની વિચારધારા જુદી છે. આ ભારત હવે શક્તિશાળી છે. દુશ્મનો અને ત્રાસવાદીઓને તેમના ઘરમાં ઘુસીને મારવાની તાકાત ધરાવે છે. મોદીએ કહ્યુ હતુ કે અહીં આવી રહ્યા હતા ત્યારે જ માહિતી મળી હતી કે કેટલાક ત્રાસવાદીઓને સેનાએ મોતને ઘાટ ઉતારી દીધા છે. હવે કેટલાક લોકોને એવી પરેશાની છે કે આજે ચૂંટણી છે તો ત્રાસવાદીઓને આજે કેમ મારી નાંખવામાં આવ્યા છે. મોદીએ કહ્યુ હતુ કે જ્યારે સરહદ પર ત્રાસવાદીઓ હથિયારો લઇને ઉભા હોય છે ત્યારે જવાનોને ચૂંટણી પંચની મંજુરી લેવી પડશે.જાતિના મુદ્દા પર ફરી એકવાર મોદીએ નિવેદનન કર્યુ હતુ. મોદીએ માયાવતી પર પ્રહારો કરતા કહ્યુ હતુ કે આજે જે લોકો તેમની જાતિના પ્રમાણપત્ર માંગી રહ્યા છે તે જાણે લે કે તેઓ એમ તો અતિ પછાત જાતિમાં જન્મ્યા છે. પરંતુ સમગ્ર દેશને ઉચ્ચ જાતિમાં ફેરવી દેવા ઇચ્છુક છે. વાસ્તવમાં તેમની જાતિ એ છે જે ગરીબની હોય છે. બુઆ અને બબુઆ પર પ્રહારો કરતા તેમણે કહ્યુ હતુ કે આ લોકો માટે સત્તાનો અર્થ ખજાનો ભરવાનો છે. મોદીએ કહ્યુ હતુ કે અખિલેશ અને માયાવતીના શાસનકાળને જોડી દેવામાં આવે તો પણ તેઓ ગુજરાતના મુખ્યપ્રધાન તરીકે વધારે સમય સુધી રહ્યા છે. હવે દેશના વડાપ્રધાન છે. પરંતુ તેમની પાસે કેટલા પૈસા છે. મોદીએ કહ્યું હતું કે, તેમના ખાતામાં કેટલા પૈસા છે તે તમામ લોકો જાણે છે. પરંતુ આ લોકોએ સત્તાનો ખોટી રીતે ઉપયોગ કરીને હજારો કરોડ રૂપિયા બનાવી ચુક્યા છે. મોદીએ આજે કુશીનગર ઉપરાંત દેવરિયામાં પણ ચુટણી સભા યોજી હતી. પહેલા કુશીનગર અને ત્યારબાદ દેવરિયામાં મોદીએ વિપક્ષ ઉપર આકરા પ્રહાર કર્યા હતા. દેવરિયામાં મોદીએ કહ્યું હતું કે, કોઈ સમય જવાનોના શીશ કપાવી દેનાર લોકો હવે વોટ કાપવામા મેદાના ઉતરી ગયા છે. પ્રિયંકા ગાંધીએ એક નિવેદન જારી કરી ને કહ્યું છે કે, કોંગ્રેસે ઉત્તર પ્રદેશમાં કેટલીક જગ્યાઓ પર એવા ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે જ્યાં આ ઉમેદવાર ભાજપના મત કાપશે. આ ગાળા દરમિયાન મોદીએ જુદા જુદા વિષય ઉપર વાત કરી હતી. કોંગ્રેસ, સપા અને બસપા પર પ્રહાર કરતા મોદીએ કહ્યું હતું કે, મહામિલાવટી લોકોથી લોકોને સાવધાન રહેવાની જરૂર છે. આ લોકો દિલ્હીમાં માત્ર એટલા માટે સરકાર બનાવવા ઈચ્છુક છે કે, પરિવાર અને અન્ય નજીકના લોકોને લુટફાટ કરવાની ફરીવાર તક મળી જાય. કોઈ કોલસા કોભાંડ કરશે કોઈ સેનાના મામલામાં કૌભાંડ કરશે. મોદીએ એમ પણ કહ્યું હતું કે, કોંગ્રેસ પાર્ટી ઈચ્છે છે કે, ભારતના ટુકડે ટુકડે થવાના નારા લગાવનાર લોકો મજબુત રીતે આગળ આવે. વીર જવાનોને પથ્થર મારનાર લોકો શાંતિથી રહી શકે.
જ્યારે જાનની બાજી લગાવનાર જવાન કોર્ટના ચક્કરમાં સમય ગુજારે પરંતુ અમે આવુ થવા દઈશુ નહીં.

Related posts

ઘર બનાવનારને જ મોદીએ બહાર કર્યા : અડવાણી, જોશીની અવગણના મુદ્દે કેજરીવાલનાં પ્રહારો

aapnugujarat

પાકિસ્તાનથી આવતી સિમેન્ટના ૬૦૦-૮૦૦ કન્ટેનર ભારતીય વેપારીઓએ પરત મોકલ્યાં

aapnugujarat

१८ सितम्बर से बीएसपी प्रमुख मायावती हर महिने करेगी रैलियां

aapnugujarat

Leave a Comment

UA-96247877-1