Aapnu Gujarat
રાષ્ટ્રીય

પાકિસ્તાનથી આવતી સિમેન્ટના ૬૦૦-૮૦૦ કન્ટેનર ભારતીય વેપારીઓએ પરત મોકલ્યાં

પુલવામા આતંકી હુમલાને લઇને દેશભરમાં લોકોના ગુસ્સાનો પારો આસમાને પહોંચ્યો છે. જે અંતર્ગત ભારતીય કારોબારીઓએ પાકિસ્તાનથી સિમેન્ટની આયાત પર પ્રતિબંધ મૂકી દીધો છે. પાકિસ્તાનથી પ્રગટ થનારા ધ ડોન અખબાર મુજબ ભારતીય વેપારીઓએ પાકિસ્તાનથી મોકલેલા ૬૦૦-૮૦૦ સીમેન્ટના કેન્ટેનરોને પાછા મોકલ્યા છે. કન્ટેનરો હાલમાં કરાચી પોર્ટ,કોલંબો અને દુબઇના બંદરે ઉતારવામાં આવ્યા છે.સરકારે આર્થિક અને રાજનીતિક મોર્ચે પાકિસ્તાનને પછાડીને એની સામે કઠોર નિર્ણય લેવાનું શરૂ કર્યુ છે. આ પગલા હેઠળ પાકિસ્તાનને મોસ્ટ ફેવર્ડ નેશનનો દરજ્જો પાછો ખેંચી લેવામાં આવ્યો તેમજ પાકિસ્તાનથી આવનારી ચીજ વસ્તુઓ પર ૨૦૦ % જેવી આયાત ડ્યુટી લગાડી દેવામાં આવી. બીજી બાજુ દેશના વેપારીઓએ પણ પાકિસ્તાનને સાનમાં લાવવા પોતાની તરફથી જવાબ આપવાની તૈયારીઓ કરી દીધી છે.દર વર્ષે પાકિસ્તાન રૂ.૭થી૮ કરોડ ડોલર્સ( રૂ.૫૦૦-૫૭૨ કરોડ)નો સિમેન્ટ ભારતને વેચાણ કરે છે.
વધુમાં પાકિસ્તાની અખબારે જણાવ્યુ કે ભારત ૭૫% જેટલી સિમેન્ટ પાકિસ્તાનની તરફથી આયાત કરે છે. વર્તમાન નાણાંકીય વર્ષમાં જુલાઇથી જાન્યુઆરી સુધીમાં પાકિસ્તાને ભારતને ૬.૪૮ લાખ ટન સિમેન્ટ નિકાસ કરી હતી. જો ૨૦૧૭-૧૮ની વાત કરવામાં આવે તો પાકિસ્તાને ૧૨.૧૨ લાખ સિમેન્ટ ભારતને મોકલી હતી. અને ૨૦૧૬-૧૭માં પાકિસ્તાને ભારતને ૧૨.૫૩ લાખ ટન સિમેન્ટની નિકાસ કરી હતી.પાકિસ્તાનમાંથી મુખ્યત્વે ફળો, સિમેન્ટ,પેટ્રોલિયમ ઉત્પાદનો, ખનીજ સામગ્રી, લોખંડનો ઓર તેમજ તૈયાર ચામડાની વસ્તુઓ આયાત કરે છે. જો કે પુલવામા હુમલા બાદ આ વેપારને ફટકો પડી શકે છે. આ ઉપરાંત ભારતના ચા નિકાસકારોએ પાકિસ્તાનને ચા ન મોકલવાનો નિર્ણય કરવાની વાત કરી છે.જો આર્થિક મોરચે વાત કરીએ તો ભારત અને પાકિસ્તાનનો કુલ વ્યાપાર ૨૦૧૬-૧૭માં ૨.૨૭ અબજ ડોલર હતો જે ૨૦૧૭-૧૮માં વધીને ૨.૪૧ અબજ ડોલરે પહોંચ્યો હતો. ૨૦૧૭-૧૮માં ભારતે ૪૮.૮ કરોડ ડોલર માલની આયાત પાકિસ્તાનથી કરી હતી જ્યારે ભારતે ૧.૯૨ અબજ ડોલરના માલની નિકાસ કરી હતી.

Related posts

बैंक खातो को आधार से प्रमाणित करने की प्रक्रिया तेज होगी

aapnugujarat

શિવપાલ ભાજપના ઇશારે ચાલી રહ્યા છે : અખિલેશ

aapnugujarat

हम अलग हैं मगर एक हैं और एकजुट रहेंगेः राष्ट्रपति कोविंद

aapnugujarat

Leave a Comment

UA-96247877-1