Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

ભારતે નિકાસ બંધ કરતા પાકિસ્તાનમાં ટમેટાંના ભાવ રૂ.૧૮૦ પ્રતિ કિલો

પુલવામામાં થયેલા આંતકવાદી હુમલા બાદ દેશના ખેડૂતોએ તેમનો પાક પાકિસ્તાનમાં નિકાસ ન કરવાનું નક્કી કર્યું હતું. તેના પગલે પાકિસ્તાનના લાહોર સહિતના વિસ્તારોમાં શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા છે અને ટમેટાંનો ભાવ ૧૮૦ રૂપિયા પ્રતિ કિલો થયો છે. જયારે ભારતમાં ટમેટાં ૧૦ રૂપિયે કિલો વેચાઈ રહ્યાં છે.
આ અંગેની માહિતી સાઉથ એશિયાની એક મહિલા પત્રકારે તેના ઓફિશિયલ ટિ્‌વટર એકાઉન્ટ પર આપી છે.મધ્યપ્રદેશના જુબા તાલુકાના ખેડૂતોએ હુમલાના વિરોધમાં આ નિર્ણય કર્યો હતો. હાલ આ વિસ્તારના લગભગ ૫,૦૦૦ ખેડૂતો ટામેટાની ખેતી કરે છે. આ અંગે રવિન્દ્ર પાટીદાર નામના એક ખેડૂતે જણાવ્યું હતું કે હું ખેડૂત છું અને ટામેટાની ખેતી કરું છું. આ સિવાય ટામેટાને પાકિસ્તાનમાં એક્સપોર્ટ પણ કરતો હતો. પરંતુ તેઓ આપણી જ વસ્તુઓ ખાઈને આપણા સૈનિકોને મારે છે. તેથી પાકિસ્તાનનો નાશ જ કરવો જોઈએ.
આ અંગે ટમેટાંની ખેતી કરતા બંસતી લાલ પાટીદારે જણાવ્યું હતું કે હવે અમે ટમેટાંને એક્સપોર્ટ કરવા પર કેટલી કિંમત મળશે તેનો વિચાર કરતા નથી. પરંતુ જો સૈનિકો જ નહિ હોય તો આપણું અસતિત્વ કઈ રીતે રહેશે. અને એક્સપોર્ટ કરવાથી જે રકમની કમાણી થાય છે તે બધી પાણીમાં જશે. ઉલ્લેખનીય છે કે પાકિસ્તાન આઝાદપુર મંડીમાંથી મોટા પ્રમાણમાં ટમેટાંનું એક્સપોર્ટ કરે છે. તેણે પણ પ્રોડકશનને પાકિસ્તાનમાં ન મોકલવાનો નિર્ણય કર્યો છે. ટામેટા ટ્રેડ એસોસિએશનના પ્રેસિડન્ટ અશોક કૌશિકે જણાવ્યું હતું કે આઝાદપુર મંડીમાંથી રોજના ૭૫-૧૦૦ ટ્રક ટામેટાને પાકિસ્તાનમાં મોકલવામાં આવે છે.

Related posts

પાકિસ્તાનનાં બહાવલપુરમાં ઓઈલ ટેન્કરમાં આગથી ૧૫૫ લોકો ભડથુ

aapnugujarat

ट्रंप के खिलाफ महाभियोग जांच पर नहीं कराया जाएगा मतदान: पेलोसी

aapnugujarat

ઉત્તર કરિયા પર નવા પ્રતિબંધ મુદ્દે આ સપ્તાહમાં નિર્ણય થશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1