Aapnu Gujarat
ગુજરાત

કડી પોલીસ સ્ટેશન ના કર્મચારીઓ નું હેલ્થ ચેકઅપ કરવામાં આવ્યું


સમગ્ર વિશ્વમાં આજે કોરોનો વાયરસ ની મહામારી દિવસ ને દિવસ વધતી જાય છે ત્યારે કડી પોલીસ સ્ટેશન માં હાલ પોતાની ફરજ બજાવતા તમામ કર્મચારીઓ નું હેલ્થ ચેકઅપ કરવામાં આવ્યુ હતું.અત્યારે દેશમાં કોરોનો મહામારી ને કારણે લોકડાઉન હાથ ધરવામાં આવ્યું છે ત્યારે પોતાના ના શરીર કે પરિવાર ની ચિંતા કર્યા વગર સમગ્ર દેશના પોલીસ કર્મચારીઓ પોતાની ફરજ રાત-દિવસ કામ કરતા હોય છે ત્યારે તે પોલીસ કર્મચારીઓ દેશ ને કોરોનો મુક્ત બનાવવા માટે હંમેશા મહેનત કરતા હોય છે અને લોકો ને સમજાવી ને ઘર ની બહાર ના નીકળવા ની અપિલ કરતા હોય છે. ત્યારે કડી પોલીસ સ્ટેશન ના તમામ કર્મચારીઓ તથા સમગ્ર સ્ટાફ પોતાના ની ફરજ નિભાવતા હોય છે ત્યારે એમનું પણ ધ્યાન રાખવા માટે આરોગ્ય ટિમ અર્બન હેલ્થ સેન્ટર કડી દ્વારા પોલીસ કર્મચારીઓ નું હેલ્થ ચેકઅપ કરવામાં આવ્યું હતું જેમાં ડાયાબિટીસ, બી.પી(બ્લડ પ્રેશર),ટેમ્પરેચર જેવી પ્રક્રિયા દ્વારા ચેકઅપ કરવામાં આવ્યુ હતું અને કડી સમગ્ર શહેર ની અંદર જયા જ્યાં પોલીસ દ્વારા પોઇન્ટ મેકવામાં આવ્યા છે ત્યાં પણ અર્બન હેલ્થ સેન્ટર દ્વારા તે પોલીસ જવાનો નું પણ ચેકઅપ કરવામાં આવ્યું હતું. કડી પોલીસ સ્ટેશન ના પી.આઈ સાહેબ ,પી.એસ.આઈ સાહેબ,તથા સમગ્ર સ્ટાફ ગણ દ્વારા ચકાસણી માં સાથ અને સહયોગ આપવામાં આવ્યો હતો.
આપણું ગુજરાત ન્યુઝ – કડી
જૈમિન સથવારા

Related posts

મહેસાણા ખાતે આર્યુવેદિક કેમ્પ યોજાયો

editor

ઇસ્કોર બ્રીજ પર અકસ્માત જોવામાં એક પછી એક ચાર કારો અથડાઈ ગઈ

aapnugujarat

વસ્ત્રાપુરના કોન્સ્ટેબલે મિત્રની પત્ની પર દુષ્કર્મ કરતા ચકચાર

aapnugujarat

Leave a Comment

UA-96247877-1