Aapnu Gujarat
ગુજરાત

કોરોનાને લઈને સોશિયલ મીડિયામાં ધાર્મિક લાગણી દુભાવતા મેસેજ મૂકતા બોડેલી પોલીસ સ્ટેશનમાં ચાર ઈસમો સામે ફરિયાદ….

છોટાઉદેપુર જિલ્લાના બોડેલીમાં ચાર વ્યક્તિઓ સામે ગુનો નોંધવામાં આવ્યો છે ફેસબુક પર મુસ્લિમ સમાજની ધાર્મિક લાગણી દુભાય તેવા મેસેજ કરવામાં આવ્યા હતા એક વ્યક્તિ દ્વારા ફેસબુક પર વિવાદિત પોસ્ટ મૂકવામાં આવી હતી ત્યારબાદ ત્રણ વ્યક્તિઓએ અભદ્ર ટીપ્પણી કરી હતી મુસ્લિમ સમાજની લાગણી દુભાઇ તેવી અભદ્ર ટીપ્પણી કરી હતી તેને બોડેલી ના એક જાગૃત નાગરિક રિયાઝ કુરેશી દ્વારા નામના વ્યક્તિએ બોડેલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે બોડેલી પોલીસે સીઆરપીસી ૧૫૩ એ,૫૦૫(૨),૧૧૪ મુજબ ફરિયાદ નોંધી છે અને કાયદેસરની કાર્યવાહી કરી છે ૪ વ્યક્તિઓ છે તેમાં જયેન્દ્રસિંહ સોલંકી નરેન્દ્ર સોલંકીના વ્યક્તિએ ફેસબુક પર એક વિવાદિત પોસ્ટ મૂકી હતી અને તેના પર કેતન પટેલ , ધનરાજ, રાજપુત અને નિરંજન તરબદા નામના શખ્સે મુસ્લિમ સમાજની લાગણી દુભાઇ તે રીતે અભદ્ર ટીપ્પણી કરી હતી અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાને લઇ મુસ્લિમ સમાજની લાગણી દુભાય તેવા કેટલાક મેસેજ લઈ પોસ્ટ કરી અભદ્ર ટિપ્પણી કરવામાં આવી રહી હતી જેને લીધે પોલીસ દ્વારા પણ જાહેરાત કરવામાં આવી છે કે કોઇ પણ સમાજની લાગણી દુભાઈ એવી સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવી નહીં છતાંય આ પ્રકારની ટિપ્પણી કરવામાં આવી રહી છે ત્યારે બોડેલીમાં છોટાઉદેપુર જિલ્લાનાં બોલીમાં આ પ્રથમ કિસ્સો નોંધાયો છે સોશિયલ મીડિયા પર ધાર્મિક લાગણી દુભાઈ તેવી પોસ્ટ કરનારાઓની હવે ખેર નથી કારણ કે હવે પોલીસ દ્વારા પણ ગુનાઓ નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

Related posts

ભાનુશાળીની હત્યાને એક મહિનો થયો છતાં આરોપીઓ પોલીસ પકડથી દુર

aapnugujarat

સ્વાર્થમાં નર્મદા પાણી વેડફાયુ છે : ભાજપ પર ગંભીર આક્ષેપ : ખેડામાં કોંગ્રેસનો ત્રિદિવસીય પ્રશિક્ષણ શિબિર પૂર્ણ

aapnugujarat

કોસુમ ગામમાં ૬ ફુટ લાંબો અજગર પકડાયો

editor

Leave a Comment

UA-96247877-1