Aapnu Gujarat
ગુજરાત

દિયોદર માં પંડિત દિન દયાળ સસ્તા અનાજની દુકાનો પર શાંતિપૂર્ણ માહોલમાં અનાજ નું વિતરણ….

અહેવાલ : રઘુભાઈ નાઈ દિયોદર

સમગ્ર ગુજરાતમાં કોરોનાવાયરસ હાહાકાર મચાવી દીધો છે ત્યારે ગુજરાત સરકાર દ્વારા વિવિધ નિર્ણય લઈ કોરોના ને ડામવા માટે ના પ્રયત્નો થઈ રહ્યા છે વાત કરીએ તો ગુજરાત સરકાર દ્વારા ગરીબો અનાજ વિનામૂલ્યે આપવાનું નિર્ણય લેવામાં આવ્યો છે ત્યારે દિયોદરમાં રાશન કાર્ડધારકોને મફત અનાજ વિતરણ આજથી શરૂ કરવામાં આવ્યું છે લાભાર્થીઓ પોતે અનાજ મેળવવા ની લાઈનો લગાવી છે..જો.કે સરકારશ્રીના lockdown ના પગલે 144 જેવી કલમ લાગુ હોય પોલીસના ભય વચ્ચે લાંબી કતારો જોવા મળી હતી. જો.કે. દિયોદર માં રેશનકાર્ડ ધારકોને પૂરતું અનાજ મળી રહે તે હેતુ થી રાજ્ય સરકાર દ્વારા એક શિક્ષક ની પણ કામગીરી સોંપવામાં આવી છે.દુકાન પર શિક્ષક પોતે દેખરેખ રાખી રહ્યા છે.જો. કે દિયોદર માં શાંતિપૂર્ણ માહોલમાં અનાજ નું વિતરણ થતું જોવા મળી આવી રહ્યું છે.જેમાં ઘઉં, ચોખા, ખાંડ, દાળ, મીઠું જેવી આવશ્યક ચીજ વસ્તુઓ આપવામાં આવી રહી છે.જો.કે. દિયોદર પોલીસ સ્ટાફ ,સાથે રહી લોકડાઉન નું પાલન થાય તે માટે હાજર રહી અનાજ નું વિતરણ કરાવી રહ્યા છે….

Related posts

મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના આજે ભાવનગરની મુલાકાતે

editor

રાજકીય પક્ષો બુથવાર BLAS નીમીને મદદરૂપ બને : વડોદરા જિલ્લા ચૂંટણી અધિકારીનો અનુરોધ

aapnugujarat

रथयात्रा के दौरान पहलीबार तैनात होगे एनएसजी कमांडोज

aapnugujarat

Leave a Comment

UA-96247877-1