Aapnu Gujarat
ગુજરાત

રાજકીય પક્ષો બુથવાર BLAS નીમીને મદદરૂપ બને : વડોદરા જિલ્લા ચૂંટણી અધિકારીનો અનુરોધ

જિલ્લા ચૂંટણી તંત્રે, તમામ લાયક વ્યક્તિઓની નામ નોંધણીની સુનિશ્ચિતતા માટે વિવિધ રાજકીય પક્ષોને તા.૧લી જુલાઇથી ૩૧મી જુલાઇ સુધી ચાલનારી મતદાર યાદીની સંક્ષિપ્ત સુધારણાની કામગીરીમાં સહયોગી બનવા અપીલ કરી છે. જિલ્લા ચૂંટણી અધિકારી પી.ભારતીએ બુધવારે જુદાં જુદાં રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજી હતી. તેમણે જણાવ્યુ હતું કે રાજકીય પક્ષો મતદાર યાદી સુધારણાનો લાભ લેવાની લોક જાગૃતિ કેળવવામાં અને સુધારણાની કામગીરીમાં મદદરૂપ બની શકે છે. તે માટે તેમણે રાજકીય પક્ષોને મતદાનના દિવસે જે રીતે પ્રત્યેક મતદાન મથક માટે એજન્ટ નીમવામાં આવે છે એ રીતે જ પ્રત્યેક મતદાન મથક માટે BLAS-બુથ લેવલ એજન્ટસ નિમવાનો ખાસ અનુરોધ કર્યો હતો. બેઠકમાં BLAS નિમવાની પ્રક્રિયાની જાણકારી આપવામાં આવી હતી. આ ઉપરાંત રાજકીય પક્ષોને મતદાર યાદીની સુધારણા દરમિયાન હેલ્પ લાઇનની મદદથી મતદારો મતદાર યાદીમાં તેમના નામના સમાવેશની ખાત્રી કરે અને નામમાં કોઇ ભૂલ હોય તો સુધારો કરાવી લે એવી જાગૃતિ કેળવવામાં સહાયક બનવાનો ખાસ આગ્રહ કર્યો હતો.

ડિમોલીશનને કારણે શહેરી વિસ્તારમાં અન્યત્ર સ્થળાંતરીત થયેલા મતદારોનો મતાધિકાર ન જોખમાય તેવી સુચિંતા રાજકીય પક્ષોના પ્રતિનિધિઓએ વ્યક્ત કરી હતી. તેમને આશ્વસ્ત કરતાં જિલ્લા ચૂંટણી અધિકારીએ જણાવ્યુ હતું કે આવા લોકોની યાદી મ્યુ.કોર્પોરેશન પાસેથી મંગાવવામાં આવી છે. તેના આધારે અસરગ્રસ્તો માટે વિશેષ કેમ્પ જેવા આયોજનો કરીને તેમના મતાધિકારની સુરક્ષા માટે સમુચિત ઉપાયો કરવામાં આવશે. સ્થળાંતરીતોની મરજી જાણીને નિવાસના નવા સ્થળો નજીકના મતદાન મથકે તેમના નામો પુન: નોંધવા અથવા જે તે સ્થળની મતદાર યાદીમાં યથાવત ચાલુ રાખવાની કામગીરી કરવાનો સંકેત આપવામાં આવ્યો હતો.

        નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી આર.ડી.ભટ્ટે તા.૦૧/૦૭/૨૦૧૭થી તા.૩૧/૦૭/૨૦૧૭ સુધીમાં તા.૦૧/૦૧/૨૦૧૭ની લાયકાત તારીખ પ્રમાણે મતદાર તરીકે નામ નોંધણી, નામમાં સુધારો કરવો અને નામ કમી કરવુ, ઓવરસીઝ ઇન્ડિયન વોટર તરીકે નોંધણી કરાવવી ઇત્યાદિ સમગ્ર પ્રક્રિયા અને તા. ૨૫/૦૯/૨૦૧૭ના રોજ સુધારેલી મતદાર યાદીની પ્રસિધ્ધિના સમય પત્રકની, ફોર્મનં. ૬,૭,૮ અને ૮ક હેઠળ થતી કાર્યવાહીની જાણકારી અને સમજણ આપી હતી. પક્ષ પ્રતિનિધિઓને BLASની નિમણુક સહિત જરૂરી સાહિત્ય અને ચૂંટણી પંચની વેબસાઇટ, હેલ્પ લાઇન (જે તા.૦૧/૦૭/૨૦૧૭થી શરૂ થશે)ની વિગતવાર માહિતી આપી હતી. હાલમાં વડોદરા જિલ્લાની મતદાર યાદી ૧૦૦% ફોટો ઓળખપત્ર ધરાવે છે એવુ પણ જણાવાયુ હતુ.

Related posts

जेल के कैदियों ने गणेश भगवान की इकोफ्रेन्डली की मूर्ति बनायी

aapnugujarat

ગુજરાત પોલીસની ૧૪૦ની ટીમને દિલ્હી ગેંગ હંફાવી રહી છે

aapnugujarat

કડીનાં માથાસુર ગામની પ્રાથમિક સ્કૂલમાં પાણીની ટાંકીનું અનાવરણ કરાયું

aapnugujarat

Leave a Comment

UA-96247877-1