Aapnu Gujarat
ગુજરાત

મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના આજે ભાવનગરની મુલાકાતે

સુરેશ ત્રિવેદી, ભાવનગર

મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના આજે ભાવનગરની સર ટી. હોસ્પિટલ ખાતે નિર્મિત ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા સંચાલિત ભાવનગર કેન્સર કેર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ અને ભાવનગર મહાનગરપાલિકા દ્વારા નિર્મિત વિવિધ વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમૂહુર્ત કરવાં માટે આજે ભાવનગર એરપોર્ટ પર આવી પહોંચયા હતા.તેમનું ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
મુખ્યમંત્રીશ્રીને આવકારવાં માટે એરપોર્ટ ખાતે શિક્ષણ રાજ્યમંત્રી સુશ્રી વિભાવરીબેન દવે, મત્સ્ય ઉદ્યોગ રાજ્યમંત્રીશ્રી પરસોત્તમભાઈ સોલંકી, મેયર શ્રીમતી કીર્તિબાળા દાણિધરિયા, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ભરતસિંહ ગોહિલ, ધારાસભ્યશ્રી જીતુભાઇ વાઘાણી, ધારાસભ્યશ્રી આત્મારામભાઈ પરમાર, ધારાસભ્યશ્રી આર.સી.મકવાણા, ધારાસભ્યશ્રી ભીખાભાઇ બારૈયા, શ્રી મુકેશભાઈ લંગળીયા, શ્રી મહેન્દ્રસિંહ સરવૈયા, મ્યુનિસિપલ કમિશનરશ્રી એ.એમ.ગાંધી, કલેક્ટરશ્રી યોગેશ નિરગુડે, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડો.પ્રશાંત જીલોવા, રેન્જ આઈ.જી.શ્રી અશોકકુમાર યાદવ, પોલીસ અધિક્ષકશ્રી જયપાલસિંહ રાઠૌર ઉપસ્થિત રહ્યાં હતાં.

Related posts

કેન્દ્રીય રાજયમંત્રી રામદાસ આઠવલેના હસ્તે ડભોઈનાં પલાસવાડા ગામમાં જય પ્રાથમિક શાળાનું ઉદઘાટન

aapnugujarat

जीएसटीः अहमदाबाद शहर के कापड़ बाजार अनिश्चितकालीन के लिए बंद

aapnugujarat

अहमदाबाद एयरपोर्ट पर ७ करोड़ का सोना जब्त

aapnugujarat

Leave a Comment

URL