Aapnu Gujarat
ગુજરાત

શહેર-જિલ્લાના અધિકારી-કર્મચારીઓ પૂરના અસરગ્રસ્તો માટે  એક દિવસનો પગાર રાહત ભંડોળમાં આપે : વડોદરા જિલ્લા કલેકટરશ્રીનો અનુરોધ

ઉત્તર ગુજરાતના બનાસકાંઠા સહિત રાજ્યના ઘણાં વિસ્તારોમાં લોકો અતિવૃષ્ટિ અને રેલ હોનારતથી અસર પામ્યા છે. સમગ્ર રાજ્યમાંથી પૂરના અસરગ્રસ્તો માટે લોક મદદનો પ્રવાહ ઉમટ્યો છે. જિલ્લા પ્રશાસને તેમાં વડોદરા શહેર-જિલ્લાને સહભાગી બનાવવાનું આયોજન હાથ ધર્યુ છે. ચેરીટી બિગીન્સ એટ હોમના ન્યાયે જિલ્લા કલેકટર પી.ભારતીએ શહેર-જિલ્લાની તમામ સરકારી કચેરીઓ અને સંસ્થાઓના અધિકારીઓ-કર્મચારીઓને એક દિવસનો પગાર મુખ્યમંત્રીશ્રી પૂર રાહત નિધિમાં જમા કરાવીને પૂરગ્રસ્તોની પડખે રહેવાનું માનવતાનું કર્તવ્ય અદા કરવા ખાસ અનુરોધ કર્યો છે. તેના અનુસંધાને તમામ સરકારી કચેરીઓના વહીવટી અધિકારીઓને સ્ટાફ પાસેથી યોગદાન મેળવીને તેની યાદી કલેકટર કચેરીમાં તાત્કાલિક જમા કરાવવા સૂચના આપવામાં આવી છે. જિલ્લા પ્રશાસન દ્વારા સ્વતંત્રતા પર્વ સમારોહમાં અધિકાર્મિકોનું યોગદાન મુખ્યમંત્રીશ્રીને અર્પણ કરવાનું આયોજન કરવામાં આવી રહ્યુ છે.

Related posts

નરેન્દ્ર મોદી સામેની ઝાકિયા જાફરીની અરજી ફગાવાઈ

aapnugujarat

ઇડરમાં ૭ દિવસનું સ્વયંભૂ લોકડાઉન જાહેર

editor

જીંદગી તણાવયુક્ત બની છે ત્યારે નિયમિત યોગ સાધના  તણાવમુક્તિમાં મદદરૂપ બને છે – યોગ પ્રશિક્ષક અમર મહેતા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1