Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

બેલેટ પેપરથી ચુંટણી કરાવવા ચુંટણીપંચનો ઇન્કાર

ઇવીએમની વિશ્વસનીયતા ઉપર ઉઠી રહેલા પ્રશ્નો વચ્ચે આજે મુખ્ય ચૂંટણી કમિશનર સુનિલ અરોડાએ સાફ શબ્દોમાં કહ્યું હતું કે, કોઇના પણ દબાણ અથવા ધમકીથી ડરીને જુની બેલેટ પેપર્સની વ્યવસ્થા પર પરત ફરીશું નહીં. તેમણે કહ્યું હતું કે, મતપત્રકોના દોરમાં પરત ફરવાની કોઇપણ યોજના નથી. મતપત્રકોથી ચૂંટણી કરાવવાની માંગને અયોગ્ય તરીકે ગણાવીને સુનિલ અરોડાએ આને ફગાવી દીધી હતી અને કહ્યું હતું કે, ચુંટણી પંચ કોઇના પણ દબાણમાં નથી. પંચ દ્વારા ચૂંટણી પ્રક્રિયાને સરળ બનાવવાના વિષય પર આયોજિત એક આંતરરાષ્ટ્રીય કાર્યક્રમમાં વાત કરતા તેમણે કહ્યું હતું કે, ઇવીએમ ઉપર ઉઠી રહેલા પ્રશ્નો વચ્ચે કહ્યું હતું કે, અમે રાજકીય પક્ષો સહિત તમામ પક્ષકારો તરફથી ઇવીએમના દરેક પ્રકારના ફિડબેક અને ટિકાને ખુલ્લા મનથી સ્વીકાર કરીએ છીએ. આ મામલામાં અમે દરેક સારી બાબત સિખવા માટે તૈયાર છીએ પરંતુ આની સાથે સાથે અમે કોઇના પણ દબાણ અથવા ધમકીથી ભયભીત થઇને મતપત્રકોના દોરમાં પરત ફરીશું નહીં. ઇલેક્ટ્રોનિક્સ વોટિંગ મશીનને ટેકનિકલ ખામીઓથી બચાવવા માટે કરવામાં આવેલા ઉપાયોનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું હતું કે, આ મશીનને જાહેર ક્ષેત્રની એવી બે કંપનીઓને ખુબ જ મજબૂત અને ટેકનિકલરીતે સુરક્ષિત કરવામાં આવી છે. અમારા દેશના સંરક્ષણ સંસ્થાઓ માટે ઉલ્લેખનીય કામ કરતી કંપનીઓને આમા જોડવામાં આવી છે. અમારી પાસે દેશના શ્રેષ્ઠ ટેકનોલોજી નિષ્ણાતોની ટીમ છે જે ઇવીએમ વીવીપેટના નિર્માણની પ્રક્રિયા ઉપર ચાંપતી નજર રાખે છે. તેમણે કહ્યું હતું કે, ઇવીએમની વિશ્વસનીયતા ઉપર પ્રશ્નો ઉઠાવનાર અને મતપત્રકથી માંગ કરનારની ઝાટકણી કાઢતા તેમણે કહ્યું હતું કે, ઇવીએમને ફુટબોલ બનાવવાની જરૂર નથી. અરોડાએ એમ પણ કહ્યું હતું કે, ઇવીએમના સફળ પ્રયોગથી બે દશકથી ચૂંટણી ચાલી રહી છે. તેની નિષ્ફળતા અને ગેરરીતિઓના પરીક્ષણથી સિખવા માટેનો તબક્કો પણ પૂર્ણ થઇ ચુક્યો છે. ચૂંટણી પંચ હજુ વધુ નક્કર વ્યવસ્થા ગોઠવવા માટે ઇચ્છુક છે. ઇવીએમની વિશ્વસનીયતા પર પ્રશ્નો ઉઠાવનાર લોકોને દુર્ભાગ્યપૂર્ણ તરીકે ગણાવીને કહ્યું હતું કે, બિનજરૂરી આક્ષેપબાજી થઇ રહી છે.
ઇવીએમમાં ગેરરીતિના સંદર્ભમાં અરોડાએ કહ્યું હતું કે, પાંચ રાજ્યોની ચૂંટણી દરમિયાન કુલ ૧.૭૬ લાખ મતદાન કેન્દ્રોમાંથી માત્ર છ ફરિયાદ મળી હતી. લંડનમાંહાલમાં હેકથોનનુ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એક સાઇબર નિષ્ણાંતે દાવો કર્યો હતો કે ભારતમાં ઉપયોગ કરવામાં આવતા ઇવીએમને હેક કરવામાં આવી શકે છે.
સાઇબર નિષ્ણાંત સૈયદ શુઝાએ કહ્યું હતું કે વર્ષ ૨૦૧૪માં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં ગેરરિતી આચરવામાં આવી હતી. ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન (ઈવીએમ)ને લઇને ઉઠેલા વિવાદમાં વધારો થતાં ચૂંટણી પંચે ૨૨મી જાન્યુઆરીના દિવસે દાવો કરનાર સાયબર નિષ્ણાત સૈયદ શુઝા સામે એફઆઈઆર દાખલ કરવા દિલ્હી પોલીસને આદેશ કર્યો હતો. શુઝાએ ૨૧મી જાન્યુઆરીના દિવસે દાવો કર્યો હતો કે, ભારતમાં ચૂંટણીમાં ઉપયોગ કરવામાં આવતા ઇવીએમને હેક કરી શકાય છે. ચૂંટણી પંચે આની ગંભીર નોંધ લઇને આ મામલામાં એફઆઈઆર દાખલ કરીને જરૂરી તપાસ કરવા આદેશ કર્યો હતો. ઇસીઆઈએ પોતાના પત્રમાં કહ્યું છે કે, કેટલાક મિડિયા રિપોર્ટ મારફતે પંચે નોંધ લઇને આ બાબતની નોંધ લીધી છે કે, સૈયદ શુઝાના દાવામાં તપાસ કરવામાં આવે તે જરૂરી છે.
સૈયદ શુઝાએ દાવો કર્યો છે કે તેઓ ઇવીએમ ડિઝાઈન ટીમના સભ્ય હતા અને તેઓ ભારતમાં ઉપયોગ થઇ રહેલા ઇવીએમને હેક કરી શકે છે. ઇસીઆઈએ દિલ્હી પોલીસને તપાસ કરીને રિપોર્ટ રજૂ કરવા કહ્યું છે. એવી વ્યવસ્થામાં પરત ફરી શકાય નહીં જ્યારે મતપેટીઓને લુંટી લેવામાં આવતી હતી. આના માટે બાહુબલી ગોઠવવામાં આવતા હતા. મતગણતરીમાં વિલંબ થતો હતો. મતદાન કર્મીઓ સાથે ખરાબ વર્તન કરવામાં આવતું હતું. આવી તમામ બાબતોને ધ્યાનમાં લઇને મતપત્રક મારફતે ચૂંટણી અયોગ્ય છે.

Related posts

उमर अब्दुल्ला सरकारी आवास स्वेच्छा से करेंगे खाली

editor

છોકરાઓના લગ્નની ઉંમર ૧૮ વર્ષ કરવા સામે સુપ્રીમની લાલ આંખ

aapnugujarat

તમિળનાડુ : દિનાકરણ દ્વારા નવી પાર્ટી લોન્ચ કરી દેવાઈ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1