Aapnu Gujarat
તાજા સમાચારરમતગમત

ઓસ્ટ્રેલિયન ઓપન : નડાલ ફાઈનલમાં

ઓસ્ટ્રેલિયન ઓપન ટેનિસ ચેમ્પિયનશીપમાં સ્પેનના રાફેલ નડાલે સિતસિપાસ ઉપર સરળરીતે જીત મેળવીને ફાઈનલમાં કુચ કરી લીધી હતી. નડાલે આ મેચ ૬-૨, ૬-૪ અને ૬-૦થી જીતી લીધી હતી. ફાઈનલમાં તેની ટક્કર નોવાક જોકોવિક સામે થવાની શક્યતા દેખાઈ રહી છે. બીજી બાજુ મહિલાઓના વર્ગમાં સેમિફાઇનલમાં પહોંચેલી ચાર ખેલાડીઓ નક્કી થઇ ચુકી છે જેમાં કેરોલીના પ્લિઝકોવા, નાઓમી ઓસાકા, પીટર ક્વિટોવા અને કોલિનનો સમાવેશ થાય છે. આ મેચોને લઇને પણ ભારે રોમાંચની સ્થિતિ જોવા મળી રહી છે. પુરુષોના વર્ગમાં રાફેલ નડાલે ઓસ્ટ્રેલિયન ઓપન અગાઉ પણ જીતવામાં સફળતા મેળવી છે તે ૨૦૦૯માં અહીં વિજેતા બન્યો હતો. રાફેલ નડાલ હવે પોતાની ૧૮મી ગ્રાન્ડ સ્લેમથી માત્ર બે પગલું દુર રહી ગયો છે. અગાઉ રાફેલ નડાલે પોતાની મેચ જીતીને આ ટુર્મામેન્ટમાં ૧૧મી વખત અને કુલ ગ્રાન્ડસ્લેમમાં ૩૭મી વખત ક્વાર્ટર ફાઈનલમાં આગેકૂચ કરી હતી. અગાઉ સિતસિપાસે પ્રથમ વખત ગ્રાન્ડ સ્લેમની સેમીફાઇનલમાં પહોંચીને ચર્ચા જગાવી હતી. તેની પાસેથી સેમિફાઇનલમાં પણ સારા દેખાવની અપેક્ષા રાખવામાં આવી રહી હતી. પ્રી ક્વાર્ટર ફાઇનલ મેચમાં સિતસિપાસે ૨૦ ગ્રાન્ડ સ્લેમ જીતી ચુકેલા રોજર ફેડરર પર જીત મેળવી હતી. રોડ્ડીક બાદ સેમીફાઇનલમાં પહોંચનાર તે સૌથી યુવા ખેલાડી બની ગયો હતો. જોકોવિકે ઓસ્ટ્રેલિયન ઓપનમાં મુકવામાં આવેલા બિગબ્રધર નામના કેમેરાને લઇને નારાજગી વ્યક્ત કરી છે.

Related posts

ઉમેદવારી પત્રની એફિડેવિટમાં ખોટી માહિતી આપવા બદલ સ્મૃતિ ઇરાની સામે ફરિયાદ નોંધાઇ

aapnugujarat

નેતાઓ નહીં સામાન્ય ગુજરાતી નક્કી કરશે કે કોંગ્રેસનો કોણ હશે ઉમેદવાર, રાહુલે લીધો મોટો નિર્ણય

aapnugujarat

‘ટાઇગર અભી જિન્દા હૈ, ૫ વર્ષ પહેલાં પરત ફરી શકું છું મુખ્યમંત્રી હાઉસ’ : શિવરાજસિંહ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1