Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

વિડિયોકોન કેસ : FIRમાં ચંદા, દિપક કોચરના નામ

વિડિયોકોન લોન કેસમાં આઈસીઆઈસીઆઈ બેંકના પૂર્વ વડા ચંદા કોચર, તેમના પતિ દિપક કોચર, વિડિયોકોનના ચેરમેન વેણુગોપાલ ધૂતના નામ સીબીઆઈ દ્વારા તેની એફઆઈઆરમાં આપ્યા છે. વિડિયોકોનના વડા સાથે ચંદા કોચરની ડિલિંગના મામલામાં પ્રાથમિક તપાસ પુરી કરી લીધાના ૧૦ મહિના બાદ આ મામલામાં કેસ દાખલ કરવામોં આવ્યો છે. ચંદા કોચર અને અન્યો ઉપર ફોજદાર કાવતરા અને છેતરપિંડી અને ભ્રષ્ટાચાર અટકાયત ધારાની કલમ હેઠળ તેમના નામ લેવામાં આવ્યા છે. એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે, આઈસીઆઇસીઆઈ બેંક સાથે છેતરપિંડી કરવા અન્ય આરોપીઓની સાથે મળીને ચંદા કોચરે ફોજદારી કાવતરા સ્વરુપે ખાનગી કંપનીઓને લોન મંજુર કરી હતી. સીબીઆઈએ કહ્યું છે કે, વિડિયોકોન ગ્રુપને આઈસીઆઈસીઆઈ બેંક દ્વારા આપવામાં આવેલી ૧૫૭૫ કરોડ રૂપિયાની કુલ લોન એનપીએમાં ફેલાઈ ચુકી છે. સંદીપ બક્ષી, કે રામકુમાર, સંજોય ચેટર્જી, એનએસ કાનન, ઝરીન દારુવાલા, રાજીવ સબ્બરવાલ, કેવી કામત, હોમી ખુશરોખાન સહિત આઈસીઆઈસીઆઈ બેંકના અધિકારીઓની ભૂમિકામાં પણ તપાસ કરવામાં આવશે. સીબીઆઈએ કહ્યું છે કે, વિડિયોકોને આઈસીઆઈસીઆઈ બેંકના એમડી-સીઈઓ તરીકેની જવાબદારી સંભાળી લીધા બાદ વિડિયોકોનને ક્રેડિટ ફેસિલિટી અથવા તો લોનની સુવિધા આપવામાં આવી હતી. પહેલી મે ૨૦૦૯ના દિવસે ચંદા કોચરે એમડી તરીકેની જવાબદારી સંભાળી લીધી હતી. ચંદા કોચર પોતે વિડિયોકોન ઇન્ટરનેશનલ ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડને ૩૦૦ કરોડ રૂપિયા અને વિડિયોકોન ઇન્ડસ્ટ્રીને ૭૫૦ કરોડ રૂપિયાની લોન મંજુર કરનાર પસંદગી કમિટિના સભ્ય પૈકીના એક સભ્ય તરીકે હતા. સીબીઆઈએ એમ પણ કહ્યું છે કે, લોન મંજુર કરવા માટે ધૂત તરફથી તેમના પતિ મારફતે ચંદા કોચર ઉપર દબાણ લાવવામાં આવ્યું હતું. એકંદરે આઈસીઆઈસીઆઇ બેંકે જૂન ૨૦૦૯ અને ઓક્ટોબર ૨૦૧૧ વચ્ચેના ગાળામાં જુદી જુદી વિડિયોકોન કંપનીઓને છ હાઈવેલ્યુ લોન મંજુર કરવામાં આવી હતી. આજે વ્યાપક દરોડા પણ પાડવામાં આવ્યા હતા. વિડિયોકોનની ઓફિસ ઉપર દરોડા પાડવામાં આવ્યા તા. દિપક કોચરની કંપની ઉપર પણ તપાસ કરામાં આવી હતી. એવો આક્ષેપ કરાયો છે કે, ધૂતે દિપક કોચર અને અન્ય બે સગાસંબંધીઓ દ્વારા પ્રમોટેડ એક કંપનીને કરોડો રૂપિયા આપ્યા હતા. ૨૦૧૨માં આઈસીઆઈસીઆઈ બેંક પાસેથી લોન તરીકે ૩૨૫૦ કરોડ રૂપિયા વિડિયોકોન ગ્રુપને મળ્યા બાદ ધૂતે કરોડો રૂપિયા આપ્યા હતા. આ રકમ એસબીઆઈના નેતૃત્વમાં ૨૦ બેંકોના કન્સોર્ટિયમથી વિડિયોકોન ગ્રુપને મળેલી ૪૦૦૦૦ કરોડ રૂપિયાની લોનના ભાગરુપે હતી.

Related posts

યૂરિન સ્ટોર કરો, યૂરિયા ખરીદવાનું બંધ કરોઃ નીતિન ગડકરી

aapnugujarat

જીએસટીમાં ઈ-વે બિલ પહેલી એપ્રિલથી અમલી બનાવવા ભલામણ

aapnugujarat

અમે વિકાસપંથી માટેનું કલ્ચર લઈને આવ્યા : મોદી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1