Aapnu Gujarat
ગુજરાત

ખેલ રાજય મંત્રી રાજેન્‍દ્ર ત્રિવેદીએ માંજલપુર સ્‍પોર્ટસ કોમ્‍પ્‍લેક્ષ ખાતે હોકી, કબડ્ડી તેમજ રાયફલ-પિસ્‍તોલ શુટીંગની ઉનાળુ રમત પ્રશિક્ષણ શિબિરોની મુલાકાત લીધી

ખેલ રાજય મંત્રી રાજેન્‍દ્ર ત્રિવેદીએ આજે એસએજી સંચાલીત માંજલપુર સ્‍પોર્ટસ કોમ્‍પ્‍લેક્ષ ખાતે ચાલતી હોકી, કબડ્ડી તેમજ રાયફલ-પિસ્‍તોલ શુટીંગની ઉનાળુ રમત પ્રશિક્ષણ શિબિરોની મુલાકાત લીધી હતી તથા કોચીસ અને ખેલાડીઓને પ્રોત્‍સાહિત કર્યા હતાં. તેમણે જણાવ્‍યું હતું કે આ શિબિરોમાં નામાંકિત કોચીસ દ્વારા આશાસ્‍પદ ખેલાડીઓને જે તે રમતોના કૌશલ્‍યોનું સધન પ્રશિક્ષણ આપવાની વ્‍યવસ્‍થા એ શ્રેષ્‍ઠ રમતવીરોનું ઘડતર કરવા અને ગુજરાત માટે મેડલ્‍સની ખાત્રી મેળવવાની વ્‍યુહરચના છે.

ઉલ્‍લેખનીય છેકે હાલમાં શહેરના માંજલપુર સ્‍પોર્ટસ કોમ્‍પ્‍લેક્ષ ખાતે હોકી, કબડ્ડી અને રાઇફલ પિસ્‍તોલ શુટીંગના અને સમા સ્‍પોર્ટસ કોમ્‍પ્‍લેક્ષ ખાતે બેડમિન્‍ટન અને સ્‍વીમીંગના સધન ઉનાળુ પ્રશિક્ષણ સત્રો ચાલી રહયા છે. તેના ભાગરૂપે ઇન્‍ટરનેશનલ હોકી પ્‍લેયર પદમશ્રી ધનરાજ પીલ્‍લે ૬૫ ખેલાડીઓને, કબડ્ડીના સચીન તેન્‍ડુલકર તરીકે નમાંકિત અર્જુન એવોર્ડી શાંતારામ જાદવ ૬૬ ખેલાડીઓને, શુટર ફરીદુદીન અને સી.કે. ચૌધરી ૧૦૬ ખેલાડીઓને રાઇફલ, પિસ્‍તોલ શુટીંગની, સંજય સચદેવા અને રોશનલાલ ૩૭ ખેલાડીઓને બેડમિન્‍ટનની તાલીમ આપી રહયા છે. જયારે ટેબલ ટેનીસ અને સ્‍વીમીંગના કેમ્‍પ પૂરા થઇ ગયા છે. એસએજીના કોચીસ આ ખેલગુરૂઓના સહાય તરીકે તાલીમ આપવામાં જોડાયા છે. રાજયભરમાં વિવિધ રમતોના જે સેન્‍ટર ઓફ એકસેલન્‍સ કાર્યરત છે તેમાંથી શિબિરાર્થી ખેલાડીઓની પસંદગી કરવામાં આવી છે.

બર્ગર-પીઝા કે સમોસા ખાઇને રમતવીર માટે જરૂરી શરીર ન કેળવાય એવી ટકોર કરતા ખેલ રાજય મંત્રીએ રમતવીરોને સંયમિત આહાર ડાયટની ખાસ કાળજી લેવાની ભલામણ કરી હતી. તેમણે કોઇપણ મોખરે રમત રમતા હો તો પણ યોગ સાધના કરવાનુ ન ભૂલો એવી ખાસ ભલામણ કરી હતી. ખેલો ઇન્‍ડિયામાં ગુજરાત ૯૯ મેડલ્‍સ મેળવી રહયુ અને ગુજરાતની જે હોકી ટીમો એક સમયે પ્રતિ સ્‍પર્ધાર્થીઓના હાથે ૧૦ થી ૧૨ ગોલ્‍સનો માર  ખાતી હતી તે હવે ૫ થી ૬ ગોલ્‍સના અંતરથી વિજય મેળવે છે એ વાતનો તેમણે આનંદ વ્‍યકત કર્યો હતો.

રમતવીરો માટે માઇન્‍ડ કન્‍ટ્રોલ અને આત્‍મ વિશ્‍વાસ (ઓવર કોન્‍ફીડન્‍સ નહીં) મેળવવો અગત્‍યનો છે એવી ભલામણ કરવાની સાથે ખેલ રાજયમંત્રીએ જણાવ્‍યુ હતું કે શકિતદૂત યોજના હેઠળ જે ખેલાડીઓ પસંદ થયા છે તેમની વ્‍યકિતગત ડીએનએ પ્રોફાઇલીંગ કરાવી લીધી છે જેના આધારે તેમની શારીરિક સબળાઇ-નબળાઇ જાણીને સુધારા અને ડાયટ નિર્ધારણ કરી શકાશે. ખેલ વિભાગ જુદી જુદી યોજનાઓ હેઠળ પસંદ થયેલા તમામ ખેલાડીઓનું ડીએનએ પ્રોફાઇલીંગ તબકકાવાર કરાવશે. તેમણે ધનરાજ પીલ્‍લે, શાંતારામ જાદવ સહિત તમામ કોચીસને મેડલ વીનર રમતવીરોના ઘડતર માટે ધન્‍યવાદ આપ્‍યા હતાં.

જિલ્‍લા રમત પ્રશિક્ષણ કેન્‍દ્રના સિનીયર કોચ શ્રી જયેશ ભાલાવાળાએ ખેલ રાજય મંત્રીશ્રીને જરૂરી જાણકારી આપી હતી. વીએમ એસએસના મેનેજરશ્રી આઇ.જે.કીન સહિત ઓફિશ્‍યલ્‍સ મુલાકાતમાં સાથે રહયાં હતાં.

Related posts

बारिश के कारण ३ नेशनल, १५ स्टेट हाईवे , समेत ३२३ रास्ते बंद

aapnugujarat

વચગાળાની રજા ઉપરથી ભાગેલ કેદી ઝડપાયો

editor

બોડેલી નજીક નર્મદા કેનાલમાંથી કારતૂસ અને બંદૂકનો છુટ્ટો ભાગ મળી આવ્યો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1