Aapnu Gujarat
ગુજરાત

બોડેલી નજીક નર્મદા કેનાલમાંથી કારતૂસ અને બંદૂકનો છુટ્ટો ભાગ મળી આવ્યો

છોટાઉદેપુર જીલ્લાના બોડેલી નજીકથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલમાંથી અલગ અલગ પ્રકારના છ જીવતા કારતુસ અને બંદુકનો છુટો સામાન મળી આવ્યો છે. કેનાલમાં ગાબડુ પડવાથી પાણીનો પ્રવાહ ઓછો થતાં આ વસ્તુ મળી આવી હતી.
બોડેલી નજીક આવેલા સિહાદ્રા ગામ પાસે કેનાલમાં ગાબડુ પડતા નિગમના અધિકારીઓ દ્વારા પાણીનો પ્રવાહ ઓછો કરી હાલ સમારકામ હાથ ધરવામાં આવ્યું છે. હાલ નર્મદાની મુખ્ય કેનાલનું સમારકામ ચાલતું હોવાથી પાણીનો પ્રવાહ ઓછો થતા બોડેલી નજીકના કેટલાક યુવાનો કેનાલમાં પૈસા તેમજ સિક્કાની કેનાલની શોધખોળ કરી રહ્યા હતા તે દરમિયાન કેટલાક યુવાનોને પ્લાસ્ટિકની થેલી મળી આવી હતી જેમાંથી નાની મોટી બંદૂકના છ અલગ અલગ કાર્ટીઝ તેમજ બંદૂકનો તૂટેલો ભાગ મળી આવ્યો હતો.
કેનાલ નજીક ટહેલવા નીકળેલા એક બોડેલીના યુવાને આ યુવકોઓને પ્લાસ્ટીકની થેલીમાં મુકેલા જીવતા કારતુસ અને બંદુકનો છુટ્ટો ભાગ બતાવતા આ યુવાને બોડેલી પોલીસ મથકે જાણ કરી હતી. જીવતા કારતુસ અને તૂટેલી હાલતમાં મળેલી બંદૂક પર કાટ લાગી ગયો હતો. અલબત્ત, કેનાલમાં કાર્ટીઝ અને બંદૂકનો સમાન કોણ નાંખી ગયું તે તપાસનો વિષય છે. બોડેલી પોલીસે મળી આવેલા આ તમામ મુદ્દામાલને કબજે લઇને આગળની તપાસ હાથ ધરી છે.
(તસવીર / અહેવાલ :- ઈમરાન મનસુરી,બોડેલી, છોટાઉદેપુર)

Related posts

પાટણથી લીંબચ માતાના રથનું પ્રસ્થાન કરાવાયું

aapnugujarat

ગુજરાત પોલીસે 419 ચાઈનીઝ લોન એપ બંધ કરી

aapnugujarat

गुजरात विधानसभा का बजट सत्र 1 मार्च से शुरू

editor

Leave a Comment

UA-96247877-1