ભારતીય સેના દ્વારા તાજેતરમાં જ નૌશેરામાં કરવામાં આવેલી કાર્યવાહી બાદ પાકિસ્તાન ગભરાઇ ગયું છે. પોતાની રણનિતીમાં ફેરફાર કરતાં પાકિસ્તાન અગ્રિમ ચોકીઓ પર જમા થયેલા ઘૂંસણખોરોને સુરક્ષિત જગ્યાએ લઇ જવામાં આવ્યા છે. નિયંત્રણ રેખા પર સ્થિત પોતાના લોન્ચ પેડને પણ પાકિસ્તાને ત્યાંથી હટાવી લીધું છે. સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો અનુસાર પાકિસ્તાનને હવે એ ડર છે કે ભારત હવે પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં આવા હુમલા વધારે પણ કરી શકે છે. કેટલાક દિવસોથી આ સ્પષ્ટ સંકેત મળી રહ્યો છે કે એલઓસીની નજીક લોન્ચ પેડ પર જમા આતંકી પાછળ હટી ગયા છે.
નૌશેરા સેક્ટરમાં ભારતની કાર્યવાહી પહેલા નિયંત્રણ રેખા પર આતંકીઓની જોરદાર ગતિવિધિઓ જોવા મળી હતી, ઘૂંસણખોરોની આશંકાને જોતા સેના એલર્ટ હતી. મળતી માહિતી અનુસાર કેટલાક વિસ્તારોમાં પાકિસ્તાન સેના પોતાની ચોકીઓ અને આર્મી કેમ્પને સુરક્ષિત જગ્યાએ લઇ ગઇ છે. આ ચોકીઓ દ્વારા પહેલા પાકિસ્તાન સેના આતંકીઓની ઘૂંસણખોરી ભારતીય સીમામાં કરાવતી હતી.નિયંત્રણ રેખાથી મળી રહેલી સૂચનાઓ મુજબ ભારતની કાર્યવાહીથી પાકિસ્તાન ડરી ગયું છે. ભારતીય સેનાએ ૨૩ મે ના રોજ એક વીડિયો રજૂ કર્યો હતો આ વીડિયોમાં સ્પષ્ટ જોવા મળી રહ્યું હતું કે નૌશેરા સેક્ટરમાં ભારતની કાર્યવાહીમાં કેટલાક પાકિસ્તાની બંકરોનો નાશ થઇ ગયો છે, અને પાકિસ્તાન સેનાના કેટલાક જવાન પણ માર્યા ગયા છે.
પાછલી પોસ્ટ