છત્તીસગઢના નક્સલ પ્રભાવિત સુકમા જિલ્લામાં ગત મહિને સીઆરપીએફ જવાનો પર નક્સલીઓના હુમલાની કોર્ટ ઓફ ઈન્કવાયરીનો આદેશ આપવામાં આવ્યો છે. સુકમા જિલ્લાના ચિંતાગુફા થાણા ક્ષેત્રના અંતર્ગત પડનારા બુરકાપાલ ગામની પાસે નક્સલીઓ દ્વારા ૨૪ એપ્રિલના રોજ કરવામાં આવેલા હુમલામાં ૨૫ જવાન શહીદ થઇ ગયા હતા.મળતી જાણકારી અનુસાર શરૂઆતની તપાસમાં જાણવા મળ્યું કે નક્સલી હુમલા દરમિયાન નજીક કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળની બીજી કંપની સમય પર મદદ માટે પહોંચી નહતી. આ બાબતમાં સીઆરપીએફના કમાન્ડર જે. વિશ્વનાથને ગૃહમંત્રાલયના નિર્દેશ પર પહેલાથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. એ સુકમા નક્સલી હુમલા દરમિયાન ટીમનું નેતૃત્વ કરી રહ્યા હતા.આ બધા વચ્ચે એવું પણ જાણવા મળ્યું કે ગત મહિને જે દરમિયાન આ જોરદાર ઘટના બની, એ સમયે સીઆરપીએફના ૭૪ના બટાલિયનના આશરે ૫૫ જવાન રજા પર હતા. એક જ બટાલિયનના આટલા બધા જવાનો એક સાથે રજા પર ગયા એ સીઆરપીએફની કાર્યપ્રણાલીમાં મોટી ખામી તરફ ઇશારો કરે છે.
સુક્મા હુમાલામાં શહીદ થયેલા બધા ૨૫ જવાનો સીઆરપીએફના આ ૭૪માં બટાલિય.ન ડેલ્ટા કંપનીના હતા. એ લોકાને બુરકાપાલ અને ચિંતાગુફાની વચ્ચે તૈનાત કરવામાં આવ્યા હતા. રોડ ઓપનિંગ માટે નીકળેલું આ દળ જ્યારે બુરકાપાલની નજીક હતું ત્યારે નક્સલીઓએ પોલીસ દળ પર ગોળીબાર શરૂ કરી દીધો.