Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

દિગ્વિજયસિંહ આઝમગઢ ગયા પણ અયોધ્યા ન ગયા : પ્રજ્ઞા ઠાકુરનો સવાલ

મધ્યપ્રદેશની ભોપાલ લોકસભા સીટ ઉપર કોંગ્રેસ અને ભાજપ વચ્ચે સૌથી હાઈપ્રોફાઇલ ટક્કર જોવા મળનાર છે. અહીં ભાજપના ઉમેદવાર સાધ્વી પ્રજ્ઞા ઠાકુર અને કોંગ્રેસી ઉમેદવાર દિગ્વિજયસિંહ વચ્ચે સીધી સ્પર્ધા છે. સાધ્વી કોઇ સમયે દિગ્વિજયને આતંકવાદીઓના સમર્થક ગણાવે છે જ્યારે ઘણી વખત તેમના હિન્દુત્વ પર પ્રશ્નો ઉઠાવે છે. બીજી બાજુ દિગ્વિજય પણ સતત પ્રહારો કરતા રહ્યા છે. દિગ્વિજયે પોતાને સાધ્વી કરતા વધારે સારા હિન્દુ તરીકે ગણાવીને કહ્યું છે કે, પ્રજ્ઞા ઠાકુર લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા છે. બીજી બાજુ દિગ્વિજયસિંહના વધુ સારા હિન્દુ વાળા નિવેદન ઉપર સાધ્વી પ્રજ્ઞાએ પ્રહાર કરતા કહ્યું છે કે, જો દિગ્વિજયસિંહ હિન્દુ છે તો આઝમગઢ પહોંચ્યા હોવા છતાં અયોધ્યામાં જઇને રામલલ્લાના દર્શન કરવા માટે કેમ પહોંચ્યા ન હતા. દિગ્વિજયસિંહે એક જનસભા દરમિયાન કહ્યું હતું કે, તેમની સામે તેમને કોઇપણ મુદ્દા મળતા નથી ત્યારે હિન્દુ વિરોધી અને હિન્દુ નથી તેવા મુદ્દા ઉઠાવવામાં આવે છે. દિગ્વિજયે કહ્યું હતું કે, તેઓ હિન્દુ છે કે કેમ તેને લઇને પ્રજ્ઞા ઠાકુરના પ્રમાણપત્રની કોઇ જરૂર નથી. મધ્યપ્રદેશની જનતા સારીરીતે જાણે છે કે, તેઓ હિન્દુ છે અને પ્રજ્ઞા ઠાકુર કરતા વધારે સારા હિન્દુ લીડર તરીકે છે. સાધ્વી પ્રજ્ઞાએ દિગ્વિજય ઉપર પ્રહારો કર્યા છે. દિગ્વિજય એક દ્વેષભાવના નેતા તરીકે રહ્યા છે. પોતાના ૭૨ વર્ષની કેરિયરમાં દિગ્વિજયસિંહ ક્યારે પણ હિન્દુના અથવા તો મુસ્લિમોના લીડર બની શક્યા નથી. સત્તા સ્થાપિત કરવા માટે એકબીજાને લડાવવા માટેનું કામ દિગ્વિજયસિંહે કર્યું છે. ૨૦૧૪માં ભારતીય જનતા પાર્ટીએ આ સીટ પરથી શાનદાર જીત મેળવી હતી. ભોપાલની લોકસભા સીટ ભારતીય જનતા પાર્ટી માટે ગઢ સમાન બની ચુકી છે. ભાજપે આ વખતે પ્રજ્ઞા ઠાકુરને ચૂંટણી મેદાનમાં ઉતારીને દિગ્વિજયસિંહની મુશ્કેલી વધારી છે.

Related posts

भारत ने ‘नाग’ एंटी टैंक गाइडेड मिसाइल का किया सफल परीक्षण

editor

3 leader quits Kamal Haasan’s MNM

aapnugujarat

અર્થતંત્રને લઇને ઇન્ડિયા ઇંક દ્વારા મોદીની પ્રશંસા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1