Aapnu Gujarat
ગુજરાત

વિવાદ બાદ ‘બાપુ’ વિનાનું પોસ્ટર ગાયબ, બાપુવાળું લગાવી દેવાયું

પ્રદેશ કોંગ્રેસના દિગ્ગજ નેતા શંકરસિંહ વાઘેલા કોંગ્રેસ હાઇકમાન્ડથી નારાજ હોવાની તેમજ તેઓ કેટલાક ધારાસભ્યો સાથે ભાજપમાં જોડાવાના હોવાની લાંબા સમયથી અનેક પ્રકારની અફવાઓ અને અટકળો ઊઠી રહી છે. આવા માહોલ વચ્ચે તેઓ અઠવાડિયા લાંબા ચીનના પ્રવાસે ઉપડી ગયા હતા. આ દરમિયાન પક્ષના પ્રદેશ પ્રભારી અશોક ગેહલોતના સ્વાગત માટે પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય બહારના પોસ્ટરમાંથી શંકરસિંહ વાઘેલાની બાદબાકી થતાં પક્ષના રાજકારણમાં ભારે ખળભળાટ મચી ગયો હતો. આ અંગે વિવાદ થતાં હવે કોંગ્રેસ દ્વારા નવું પોસ્ટર લગાવાયું છે કે જેમાં બાપુની તસવીરનો સમાવેશ કરાયો છે. બાપુની બાદબાકીવાળું પોસ્ટર પણ ઉતારી લેવાયું છે.પ્રદેશ કોંગ્રેસ પ્રભારી અશોક ગેહલોત પક્ષમાં ડેમેજ કંટ્રોલ કરવાના હેતુથી ગુજરાત આવ્યા છે. ગઇ કાલે તેમણે શાહીબાગ એનેક્સી ખાતે પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી, અર્જુન મોઢવાડિયા સહિતના ટોચના નેતા અને ધારાસભ્યો સાથે બેઠક યોજી હતી.અગાઉ અશોક ગેહલોતનો કાર્યક્રમ બે દિવસનો હતો, પરંતુ શંકરસિંહ વાઘેલા આજે રાતે ચીનના પ્રવાસથી અમદાવાદ પરત ફરી રહ્યા હોઇ તેમની શંકરસિંહ વાઘેલા સાથે આવતી કાલે સવારે મહત્ત્વપૂર્ણ બેઠક યોજાય તેવી ચર્ચા છે.આવતી કાલે સવારે અશોક ગેહલોત વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતા હેઠળની કેન્દ્રની એનડીએ સરકારના ત્રણ વર્ષના શાસનનાં લેખાં-જોખાં મીડિયા સમક્ષ રજૂ કરવાના હતા, પરંતુ અશોક ગેહલોતની શંકરસિંહ વાઘેલા સાથેની બેઠક જો સફળ થશે તો આ બંને નેતાઓની સંયુક્ત પત્રકાર પરિષદ આવતી કાલ સાંજે યોજાય તેવી શક્યતા છે. દરમિયાન અશોક ગેહલોત આજે એનેક્સી ખાતે દિવસભર પક્ષના અન્ય આગેવાનો સાથે મુલાકાત કરશે. અશોક ગેહલોતની ડેમેજ કંટ્રોલની કવાયત પ્રત્યે રાજકીય વર્તુળોમાં ઉત્સુકતાભેર મીટ મંડાઇ છે.

Related posts

ભાજ૫ના કાર્યકર ખૂલ્લી તલવાર લઇને ગ્રામજનો સામે દોડ્યા : મહેસાણાના પાચોટનો બનાવ

aapnugujarat

કોંગ્રેસે ત્રણ પેઢીથી ગુજરાતને અન્યાય કર્યો છે : અમિત શાહ

aapnugujarat

પાટીદાર યુવક મોત મામલે ઉત્તર ગુજરાતમાં હિંસા થઇ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1