Aapnu Gujarat
ગુજરાત

પાટીદાર યુવક મોત મામલે ઉત્તર ગુજરાતમાં હિંસા થઇ

કસ્ટડીમાં પાટીદારના મોત સામેના વિરોધમાં પાટીદારો આજે પણ લાલઘૂમ રહ્યા હતા અને હિંસા ઉપર ઉતરી આવ્યા હતા. આજે પાટણમાં પાટીદારોએ ટાયર સળગાવીને વિરોધ કર્યો હતો. સાબરકાંઠામાં એસટીમાં રુટ બંધ કરી દેવામાં આવ્યા હતા. કોંગ્રેસના આગેવાનો પણ આમા જોડાયા હોવાના અહેવાલ મળ્યા છે. મહેસાણામાં આજે પણ મોટાભાગના બજારો બંધ રહ્યા હતા. પાલનપુરમાં પાટીદારોએ બજાર બંધ કરાવ્યા હતા. બનાસકાંઠામાં પાટીદારોના બંધને મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો. પાલનપુર-ડિસામાં દુકાનો બંધ કરાવવામાં આવી હતી. મહેસાણા પોલીસ સામે ત્વરિત તપાસ હાથ નહીં ધરાય તો જલદ આંદોલનની ચેતવણી પણ આપવામાં આવી છે. પોલીસના મારથી યુવાનનું મોત થયું હોવાના આક્ષેપો કરી પોલીસ સામે સરકાર કેસ કરીને તપાસ કરે તેવી માંગણી પાટીદારોએ કરી હતી.
બપોરે વિસનગર પાસે અજાણ્યા શખ્સોના ટોળાએ એસટી બસ સળગાવી હતી. જેને લઈને ફાયર બ્રિગેડ અને પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. ગુરુવારે સવારે પાટણમાં પાટીદારોએ ટાયર સળગાવીને વિરોધ કર્યો હતો, જ્યારે સાબરકાંઠાના એસટીમાં રૂટ બંધ કરી દેવામાં આવ્યા છે. આજે બપોરે વિસનગર ગાંધીનગર હાઈવે પર અજાણ્યા શખ્સોના ટોળા એસટી બસ સળગાવી હતી. જેને લઈને પોલીસને કાફલો ઘટનાસ્થળે આવી પહોંચ્યો હતો. આ બસ વિસનગરની બાપુનગર જઈ રહી હતી. વિસનગરથી બે કિલોમીટર દુર કડા પાસે ટોળાએ બસ સળગાવી હતી. તાત્કાલિક ફાયરબિગ્રેડ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો. સાબરકાંઠાથી મહેસાણાની બસના રૂટ બંધ કરી દેવાયા હતા. કોંગ્રેસ આગેવાનો અને કાર્યકર્તાઓ મહેસાણા બંધ સમર્થનમાં નીકળ્યા. હતા. પાટણમાં પાટીદાર યુવાનોએ ટાયર સળગાવ્યા હત . સાબરકાંઠામાં એસટી બસના રૂટ બંધ કરી દેવાયા હતા. મહેસાણમાં આજે પણ મોટા ભાગના બજાર બંધ કરાયા હતા. પાલનપુરમાં પાટીદારો બજાર બંધ કરાવ્યું, દુકાનદારો અને યુવકો વચ્ચે બોલાચાલી થઇ હતી. હિંમતનગરમાં બજાર બંધ રહ્યા હતા. ૨૫ લોકોની અટકાયત કરવામાં આવી હતી.

Related posts

પેન્શનરો માટે હયાતીની ખરાઈની મુદ્દત વધુ એક માસ લંબાવાઈ

editor

નિવૃત્ત આઈએએસ અધિકારી પી.કે.વાલેરાનું અવસાન

aapnugujarat

DASSEHRA MAHOTSAV AT HARE KRISHNA MANDIR, BHADAJ with all safety measures and guidelines

editor

Leave a Comment

UA-96247877-1