Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

કોંગ્રેસે સોહરાબુદ્દીન કેસમાં અમિત શાહને ફસાવવા સીબીઆઇનો દુરુપયોગ કર્યો હતો : મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ

કોંગ્રેસ સત્તા પર હતી ત્યારે સોહરાબુદ્દીન શેખ એન્કાઉન્ટર કેસમાં ભાજપ પ્રમુખ અમિત શાહને ફસાવવા માટે સીબીઆઇનો દુરુપયોગ કર્યો હોવાનો આક્ષેપ ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે કરતા કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી પાસે પક્ષની વર્તણૂક બદલ માફી માગવા જણાવ્યું હતું. સીબીઆઇની સ્પેશિયલ અદાલતે આ કેસમાં તાજેતરમાં શાહ અને અન્ય આરોપીને નિર્દોષ જાહેર કર્યા હતા અને યોગીએ એના અનુસંધાનમાં જણાવ્યું હતું કે કોંગ્રેસ પોતાનો રાજકીય હેતુ સાધવા દેશની સુરક્ષા સાથે રમત રમે છે. સીબીઆઇ કોર્ટના નિર્ણય બાદ આ વાત સ્પષ્ટ થઇ છે અને કોર્ટે આ કેસને રાજકીય ષડ્યંત્ર ગણાવ્યું હતું.
રાહુલ ગાંધીએ દેશની માફી માગવી જોઇએ અને ત્રાસવાદી (શેખ)ને ટેકો આપવા બદલ પોતાના પક્ષનું વલણ સ્પષ્ટ કરવું જોઇએ. તત્કાલીન કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધી અને એ વખતના વડાપ્રધાન મનમોહનસિંહ આ ષડ્યંત્રમાં સંડોવાયેલા હતાં. દેશ સામે લડનાર ત્રાસવાદીને કૉંગ્રેસ ટેકો આપતી હતી. એમણે શેખને ટેકો આપીને શાહને જેલમાં મોકલ્યા હતા. સત્ય બહાર લાવવા બદલ હું કોર્ટનો આભારી છું જે રીતે કોંગ્રેસ પોતાની ફરજ નિભાવી રહી હતી, એ શરમજનક છે. ૨૦૦૫-૦૬માં થયેલા ગેન્ગસ્ટર સોહરાબુદ્દીનના બનાવટી એન્કાઉન્ટરના કેસમાં કોર્ટે બધા જ ૨૨ આરોપીને નિર્દોષ જાહેર કર્યા હતાં. એ વખતે અમિત શાહ ગુજરાતના ગૃહ પ્રધાન હતા અને સીબીઆઇએ આરોપી તરીકે ૨૦૧૦માં એમની ધરપકડ કરી હતી અને ડિસેમ્બર ૨૦૧૪માં એમને છોડવામાં આવ્યાં હતાં.

Related posts

बिहार : शादी समारोह मातम में बदला, सड़क हादसे में 8 लोगों की मौत

aapnugujarat

उन्नाव कांड : केस दर्ज करने के बाद ऐकशन में सीबीआई

aapnugujarat

कर्नाटक में येदि सरकार ने टीपू सुल्तान जयंती समारोह पर लगाई रोक

aapnugujarat

Leave a Comment

UA-96247877-1