Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

વડાપ્રધાન મોદી આગામી લોકસભા ચૂંટણી ઓડિશાની પુરી બેઠક પરથી લડી શકે

ભાજપના વરિષ્ઠ નેતા અને ઓડિશાથી પાર્ટીના ધારાસભ્ય પ્રદીપ પુરોહિતે દાવો કર્યો છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી લોકસભાની ચૂંટણી ઓડિશાની પુરી લોકસભા બેઠક પરથી લડે તેવી શક્યતા છે. જો કે મંગળવારે આપવામાં આવેલા ઈન્ટરવ્યૂમાં વડાપ્રધાન મોદીએ આના સંદર્ભે કહ્યુ હતુ કે આવી વાતો મીડિયાની દેણ છે. તેમ છતાં ભાજપના નેતા પુરોહિતનો દાવો છે કે કોઈપણ વડાપ્રધાનના પુરીથી ચૂંટણી લડવાની બાબતથી ઈન્કાર કરી શકે નહીં.
વડાપ્રધાનની પુરી લોકસભા બેઠક પરથી ચૂંટણી લડવાની ૯૦ ટકા સંભાવના છે. વડાપ્રધાન મોદી ઓડિશાના લોકોને પ્રેમ કરે છે અને તેમને પુરી સાથે લગાવ પણ છે. માટે આગામી લોકસભાની ચૂંટણી તેઓ અહીંથી લડે તેવી શક્યતા છે. ભાજપના ધારાસભ્ય પ્રદીપ પુરોહિતે કહ્યુ છે કે વડાપ્રધાન મોદી ૨૦૧૪ની લોકસભાની ચૂંટણી વારાણસીથી લડ્યા હતા. ભગવાન જગન્નાથના આશિર્વાદથી તેઓ આ વખતે પુરીની પસંદગી ચૂંટણી લડવા કરે તેવી શક્યતા છે. આના સંદર્ભે ભાજપના સંસદીય બોર્ડ દ્વારા આખરી નિર્ણય લેવામાં આવશે.
ઓડિશા ભાજપના ઉપાધ્યક્ષ સમીર મોહંતીએ કહ્યુ છે કે જો વડાપ્રધાન મોદી ઓડિશાથી ચૂંટણી લડશે, તો તે પ્રદેશ ભાજપ માટે ખુશીની વાત હશે. પુરી ખાતે ભાજપના જિલ્લા પ્રમુખ પ્રભારંજન મોહપાત્રાએ કહ્યુ છે કે તેમના ખ્યાલથી મોદી પુરી લોકસભા બેઠક પરથી ચૂંટણી લડે તેવી શક્યતા છે.

Related posts

૧૨૦ કરોડના ખર્ચે પેરિસમાં મંદિર બનશે

aapnugujarat

केजरीवाल साल में मुश्किल से दो दिन ऑफिस गएः मिश्रा

aapnugujarat

सुर्खियों में है ‘कांग्रेस के राष्ट्रीय दामाद’ : स्मृति ईरानी

aapnugujarat

Leave a Comment

UA-96247877-1