Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

અયોધ્યામાં માત્ર રામ મંદિર જ બનશે : મોહન ભાગવત

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રમુખ મોહન ભાગવે નાગપુરમાં કહ્યું કે, અયોધ્યામાં માત્ર રામ મંદિર જ બનશે. ભાગવતે આ ટિપ્પણી એવા સમયે કરી છે જ્યારે એક દિવસ પહેલા પ્રધાનમંત્રી મોદીએ કહ્યું હતું કે, કાયદાકીય પ્રક્રિયા પૂરી થયા બાદ જ રામ મંદિર પર વટહુકમ મામલે કોઈ નિર્ણય લઈ શકાશે. પરંતુ તેમણે ભાર મૂક્યો હતો કે કેન્દ્ર પોતાની જવાબદારી પૂરી કરવા માટે બનતા તમામ પ્રયત્ન કરવા તૈયાર છે.
આ પહેલા વિશ્વ હિન્દૂ પરિષદે કહ્યું હતું કે, હિન્દૂ રામ મંદિર પર કોર્ટના નિર્ણય માટે અનંતકાળ સુધી રાહ નહીં જોઈ શકે. તેના નિર્માણની દિશામાં આગળ વધવું જ એકમાત્ર રસ્તો કાયદો બનાવો છે. રામ મંદિર સાથે જોડાયેલ એક સવાલના જવાબમાં ભાગવતે કહ્યું, ‘અયોધ્યામાં માત્ર રામ મંદિર બનશે.’
તેમણે કહ્યું કે, ‘અમારી ભગવાન રામમાં આસ્થા છે. તે સમય બદલવામાં સમય નથી લેતા.’ તેમણે કહ્યું કે, આરએસએસ મંદિર મુદ્દે પર મહાસચિવ ભૈયાજી જોશી દ્વારા આપવામાં આવેલ નિવેદન પર અડગ છે. જોશીએ મંગળવારે કહ્યું હતું કે, સામાન્ય લોકો અને સત્તામાં રહેલ લોકો ઈચ્છે ચે કે અયોધ્યામાં વિવાદિત જમીન પર રામ મંદિર બને.

Related posts

લોકસભા ચૂંટણી : પૂર્વાંચલમાં ભીષણ ગરમી હોવા છતાંય રોજેદારોએ બમ્પર વોટિંગ કર્યું : અહેવાલ

aapnugujarat

कावेरी विवाद पर सुप्रीम कोर्ट की केंद्र को फटकार

aapnugujarat

चमकी बुखार से मौत हम सबके लिए शर्मिंदगी की बात है : प्रधानमंत्री मोदी

aapnugujarat

Leave a Comment

UA-96247877-1