Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

દેશમાં હીટવેવના કારણે ૯ વર્ષમાં ૬૧૦૦થી વધુ નાગરિકોના મોત નિપજ્યા

છેલ્લા ૯વર્ષમાં ભારતમાં હીટવેવ-ભારે ગરમીના કારણે ૬૧૦૦ ઉપરાંત લોકો માર્યા ગયા હતા, એમ સરકારે જણાવ્યું હતું.વર્ષ ૨૦૧૭માં ભારે ગરમીના કારણે ૩૭૫ લોકો માર્યા ગયેલા જેમાં સૌથી વધુ ૨૩૬ આંઘ્ર પ્રદેશમાં અને ત્યાર પછી એક સો જણા તેલંગાણામાં ગુજરી ગયા હતા. વર્ષ ૨૦૧૮માં ૨૦ લોકો ભારે ગરમી સહન નહીં કરી શકતા અવસાન પામ્યા હતા.વર્ષ પ્રમાણે આંકડા જોઇએ તો ૨૦૧૦માં ૨૬૯, ૨૦૧૧માં ૧૨,૨૦૧૨માં ૭૨૯,૨૦૧૩માં ૧૪૩૩,૨૦૧૪માં ૫૪૮, ૨૦૧૫માં ૨૦૧૮, ૨૦૧૬માં ૭૦૦, ૨૦૧૭માં ૩૭૫ અને ૨૦૧૮માં ૨૦ લોકો માર્યા ગયા હતા.
એક અભ્યાસ અનુસાર, દેશના અનેક ભાગમાં હીટવેવમાં સતત વધારો થતો જ રહ્યો છે. ભારતમાં સામાન્ય રીતે માર્ચ અને જુલાઇ વચ્ચે ભારે ગરમી પડતી હોય છે. ભૂ વિજ્ઞાાનના મંત્રી હર્ષ વર્ધને કહ્યું હતું કે ’સાવચેતીના પગલાં રૂપે, રાજ્ય સરકારના આરોગ્ય વિભાગો સાથે મળીને ભારતીય હવામાન ખાતાએ દેશના કયા ભાગમાં વધારે ગરમી પડશે તેના માટે એકશન પ્લાન બનાવ્યા છે અને કયા કયા પગલાં લેવા તે અંગે સલાહ પણ આપશે’.
એક અધિકારીએ કહ્યું હતું કે હીટ એકશન પ્લાન એક સર્વગ્રાહી અગમચેતી ચેતવણી સીસ્ટમ છે અને ત્રાસદાયક ગરમીમાં શું પગલાં લેવા તે માટેની તૈયારીઓનું પ્લાન છે.’આ પ્લાન તાત્કાલિક અને લાંબા ગાળાની એકશન લેવા અંગે માર્ગદર્શન આપે છે જેના કારણે તૈયારીઓ કરી શકાય, માહિતીની આપ લે કરી શકાય અને જ્યાં જ્યાં ભારે ગરમી પડવાની શક્યતા હોય ત્યાં લોકો પર આરોગ્યની નકારાત્મક અસરો ઘટાડવા અંગે સંકલન કરી શકાય.

Related posts

कोरोना वैक्सीन कब आएगी, इसका समय हम तय नहीं कर सकते : पीएम मोदी

editor

રિટેલ ફુગાવો ફેબ્રુઆરીમાં ૪ મહિનાની ઉંચી સપાટીએ

aapnugujarat

જૂના કાયદાઓને નિષ્ક્રીય બનાવવા લોકસભાની મંજૂરી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1