Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

બુલંદશહેર હિંસાનો મુખ્ય આરોપી ઝડપાયો

ઉત્તરપ્રદેશના બુલન્દશહેરમાં થોડાક સમય પહેલા ભડકી ઉઠેલી વ્યાપક હિંસાના મામલામાં મુખ્ય આરોપી યોગેશ રાજની આખરે ધરપકડ કરી લેવામાં આવી છે. પોલીસે તેને હિંસાના ૩૧ દિવસ બાદ પકડી પાડ્યો છે. બજરંગ દળના જિલ્લા સંયોજક યોગેશ રાજ ઘટનાના સ્થળ પર હતો અને ઘટના બાદ ફરાર થઇ ગયો હતો. યોગેશની ધરપકડ પોલીસ માટે પણ પડકારૂપ હતી.
યોગેશ પર હિંસા ભડકાવવા માટેનો આરોપ છે. તેની ધરપકડ ન કરાતા ઉત્તરપ્રદેશ પોલીસ પર પ્રશ્નો ઉઠી રહ્યા હતા. આ પહેલા પોલીસે ઇન્સ્પેક્ટર સુબોધ કુમાર સિંહની હત્યાના મામલામાં પ્રશાંત નટ અને કલુઆની ધરપકડ કરી હતી. પોલીસ દ્વારા આ હિંસાના મામલામાં હજુ સુધી કુલ ૩૧ આરોપીઓની ધરપકડ કરી ચુકી છે.હિંસાના મામલામાં જુદી જુદી ટીમો સક્રિય થયેલી છે. છ ટીમો આરોપીઓને પકડી પાડવા માટે તપાસ કરી રહી હતી. આ મામલામાં મુખ્ય આરોપી તથા બજરંગ દળના જિલ્લા સંયોજક યોગેશ રાજને પકડી પાડવા દરોડા પાડવામાં આવી રહ્યા હતા. યોગેશ રાજ મુખ્ય આરોપી છે તેના ઉપર એફઆઈઆરમાં હિંસા ભડકાવવાના આક્ષેપ મુકવામાં આવ્યા છે. ઘટનાના ગાળા દરમિયાન સુબોદકુમાર સિંહે તેને સમજાવવાના પ્રયાસ કર્યા હતા પરંતુ તે માન્યો ન હતો. આરોપીએ હિંસા ભડકાવી હતી. યોગેશ રાજને હજુ પકડી પાડવામાં આવ્યો નથી. યોગેશ રાજ પહેલા પ્રાઇવેટ નોકરી કરતો હતો અને ૨૦૦૬માં યોગેશ બજરંગ દળમાં જિલ્લા સંયોજક બન્યો હતો. ત્યારબાદ તમામ કામમાં લાગી ગયો હતો. યોગેશ સામે અગાઉ પણ તપાસ કરવામાં આવી ચુકી છે. ઉત્તરપ્રદેશના બુલન્દશહેરમાં ત્રીજી ડિસેમ્બરના દિવસે વ્યાપક હિંસા ભડકી ઉઠી હતી. ગૌહત્યાની અફવા બાદ ફેલાયેલી વ્યાપક હિંસામાં પોલીસ અધિકારી સુબોધ સિંહ શહીદ થયા હતા. સ્થાનિક દેખાવકારોની સાથે સાથે જમણેરી પાંખના લોકોએ ગૌહત્યા સામે હિંસા ફેલાવીને વ્યાપક તોડફોડ કરી હતી. બુલંદશહેર શહેરમાં પાટનગરથી ૧૫૦ કિલોમીટરના અંતરે ચિંગરાવતી પોલીસ આઉટ પોસ્ટ ઉપર હુમલો કરવામાં આવ્યો હતો. પોલીસ ચોકી પર વ્યાપક તોડફોડ કરવામાં આવી હતી. પોલીસ વાહનોને પણ આગ ચાંપી દેવામાં આવી હતી. સ્યાના એક ગામના ખેતમાં ગૌવંશ મળી આવ્યા બાદ લોકોએ હિંસા ફેલાવી હતી. પોલીસ અને ભીડ આમને સામને આવી ગઈ હતી. પોલીસે ગૌહત્યાની આશંકામાં દેખાવ કરી રહેલા હજારો લોકોની ભીડને અલગ કરવા માટે ગોળીબાર કર્યો હતો. ગેરકાયદે કતલખાનાની સામે દેખાવ કરી રહેલા લોકો અને પોલીસ વચ્ચે અથડામણનો દોર શરૂ થયો હતો.
આ ગાળા દરમિયાન ગામવાળાઓ સાથે સંઘર્ષમાં ઈન્સ્પેક્ટરનું મોત થયું હતું. ટોળામાંથી કોઈ વ્યક્તિએ ગોળીબાર પણ કર્યો હતો. જેમાં પોલીસ ઈન્સ્પેક્ટર સુબોધકુમાર સિંહને ઈજા થઈ હતી.
હિંસા કેમ થઇ અને સુબોધ કુમારને એકલા છોડીને બીજા કેમ ભાગી ગયા તેમાં પણ તપાસ કરવામાં આવી રહી છે. મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે હિંસા મામલે દુખની લાગણી વ્યક્ત કરી હતી. સાથે સાથે સુબોધ કુમારના પત્નિને ૪૦ લાખ અને તેમના માતાપિતાને ૧૦ લાખ રૂપિયાની આર્થિક સહાયતાની પણ જાહેરાત કરી હતી. પરિવારના એક સભ્યને નોકરી આપવાની જાહેરાત પણ કરવામાં આવી હતી.

Related posts

વસુંધરા રાજે તેમની પરંપરાગત ઝાલરાપાટન બેઠકથી ચૂંટણી જીત્યા

aapnugujarat

बिहार विस चुनाव : तेज प्रताप यादव ने हसनपुर सीट से दाखिल किया नामांकन

editor

जाधव को बचाने के लिए भारत कोई कसर नहीं छोड़ेगा : भारतीय विदेश मंत्री

aapnugujarat

Leave a Comment

UA-96247877-1