Aapnu Gujarat
મનોરંજન

‘દે દે પ્યાર દે’ને લઇ રકુલ પ્રિત આશાવાદી

અભિનેતા અજય દેવગને નવા નવા વર્ષની શુભકામના આપી છે. અજય દ્વારા આવનાર ફિલ્મ તાનાજી ફિલ્મની ઝલક પણ જારી કરવામાં આવી હતી. સાથે સાથે પોતાની અન્ય એક ફિલ્મના લુકને પણ જારી કરવામાં આવ્યો હતો. દે દે પ્યાર દે ફિલ્મના ફર્સ્ટ લુક ઇન્ટરનેટ પર જારી કરવામાં આવતા તેની પણ ચર્ચા જોવા મળી રહી છે. તેમાં અજય એક ડેશિંગ લુકમાં નજરે પડી રહ્યો છે. બ્લુ કલરની ટી શર્ટમાં તે જોરદાર રીતે દેખાઇ રહ્યો છે. અજય દેવગનના સ્વેગને જોવાલાયક છે. દે દે પ્યાર દે એક કોમેડી ફિલ્મ છે. જેને પ્યાર કા પંચનામા ફેમ નિર્દેશક લવ રંજન બનાવી રહ્યા છે. લવ રંજન દ્વારા જ ફિલ્મની પટકથા પણ લખવામાં આવી છે. ફિલ્મમાં અજય દેવગનની સાથે ખુબસુરત રકુલ પ્રીત સિંહ નજરે પડી રહી છે. કેટલાક રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે દે દે પ્યાર દેમાં શાહરૂખ ખાન પણ ખાસ રોલમાં નજરે પડનાર છે. જો કે આને લઇને સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. અજય દેવગન પણ બે ફિલ્મને લઇને ભારે આશાવાદી છે. જે પૈકી તાનાજીમાં અજય દેવગન તાનાજી માલુસરેની ભૂમિકામાં નજરે પડનાર છે. જે શિવાજીના સેનાપતિ હતા. બીજી બાજુ દે દે પ્યાર દેમાં તે અલગ લુકમાં નજરે પડનાર છે. વર્ષ ૨૦૧૮માં અજય દેવગન માટે કોઇ ખાસ સફળતા રહી ન હતી. જો કે વર્ષ ૨૦૧૯માં તે કેટલીક મોટી ફિલ્મમાં કામ કરવા જઇ રહ્યો છે. અજય દેવગનની પાસે કેટલીક અન્ય ફિલ્મો પણ આવી ગઇ છે. જેમાં ટોટલ ધમાલ અને તુર્રમ ખાન જેવી ફિલ્મ છે. જેમાં તેના રોલ પડકારરૂપ છે. દે દે પ્યાર દે ફિલ્મને લઇને તમામ નિર્માતા નિર્દેશક પહેલાથી જ આશા રાખી રહ્યા છે. વર્ષ ૨૦૧૯માં અન્ય કેટલાક કલાકારો પણ આશાવાદી છે. અજય દેવગનની સૌથી પહેલા ટોટલ ધમાલ નામની ફિલ્મ રજૂ કરવામાં આવનાર છે.જેમાં માધુરી દિક્ષિત અને અન્યો કામ કરી રહ્યા છે.

Related posts

Supreem Courtका फैसला, SSR केस की जांच करेगी सीबीआई

editor

મમતા કુલકર્ણીની ૨૦ કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરાશે

aapnugujarat

પ્રભાસ સાથે સાહો ફિલ્મના શુટિંગમાં શ્રદ્ધા વ્યસ્ત

aapnugujarat

Leave a Comment

UA-96247877-1