Aapnu Gujarat
Uncategorized

પોરબંદર-મુઝફ્ફરપુર એક્સપ્રેસ ટ્રેન ૧૮ ફેબ્રુઆરી સુધી રદ્દ

સૌરાષ્ટ્રનાં લોકો માટે એક માઠા સમાચાર આવ્યા છે. રેલવે મંત્રાલય દ્વારા લેવામાં આવેલા નિર્ણય મુજબ ઉત્તર ભારતમાં આગામી મહિને ગાઢ ધુમ્મસની શક્યતાને ધ્યાનમાં રાખતા ટ્રેન નંબર (૧૯૨૬૯/૧૯૨૭૦) પોરબંદર-મુઝફ્ફરપુર મોતીહારી એક્સપ્રેસ તારીખ ૨૭ ડિસેમ્બરથી ૧૮ ડિસેમ્બર, ૨૦૧૯ સુધી રદ્દ કરવામાં આવી છે.
આધારભૂત સુત્રોનાં જણાવ્યા અનુસાર, ટ્રેન નંબર (૧૯૨૬૯) પોરબંદર-મુઝફ્ફરપુર મોતીહારી એક્સપ્રેસ જો કે પોરબંદર થી દર ગુરુવાર અને શુક્રવારે ઉપડે છે.
તા. ૨૭ ડિસેમ્બર થી ૧૫ ફેબ્રુઆરી સુધી તથા ૧૯૨૭૦ મુઝફ્ફરપુર-પોરબંદર મોતીહારી એક્સપ્રેસ જો કે દર રવિવાર અને સોમવારે મુઝફ્ફરપુર થી ચલાવવામાં આવે છે. તા. ૩૦ ડિસેમ્બર ૨૦૧૮ થી ૧૮ ફેબ્રુઆરી ૨૦૧૯ સુધી રદ્દ રહેશે.
ઉપરોક્ત ટ્રેનમાં જે મુસાફરો દ્વારા એડવાન્સ આરક્ષણ કરવામાં આવેલા છે, તેઓને રેલપ્રશાસન દ્વારા નિયમાનુસાર સમગ્ર રકમ પરત કરવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, દિલ્હી અને સમગ્ર ઉત્તરભારતમાં કાતિલ ઠંડી પડી રહી છે. ઠંડી વધવાની સાથે સાથે વાતાવરણ ધુંધળુ બની ગયુ છે. બે દિવસ પહેલા ઉત્તર ભારતમાં ધુમ્મસનાં કારણે ૫૦ ગાડીઓ એક—ીજા સાથે અથડાઇ હતી અને અકસ્માત સર્જાયો હતો.

Related posts

અમદાવાદમાં રથયાત્રા નીકળશે

editor

રાજકોટમાં ૧૬ વાહનોને સળગાવનારી ટોળકીના છ શખ્સ ઝડપાયા

aapnugujarat

ગુજરાત રાહત સમિતિ દ્વારા ઇન્દિરા ગાંધી આઈસીયુ એમ્બ્યુલન્સનું અમદાવાદના રાજીવ ગાંધી ભવન ખાતે લોકાપર્ણ

editor

Leave a Comment

UA-96247877-1