Aapnu Gujarat
Uncategorized

પાર્ટી નેતાની મોત પર ભડકેલા કુમારસ્વામીનો હત્યારાઓને ‘દર્દનાક’ મોત આપવાનો આદેશ

કર્ણાટકના મુખ્યમંત્રી એચડી કુમારસ્વામીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેના કારણે તેઓ વિવાદોનાં વમળો વચ્ચે ફસાઈ ગયા છે. આ વીડિયોમાં તેઓ કોઈને તેમની પાર્ટીના કાર્યકર્તાની હત્યાના આરોપીની ‘દર્દનાક’ હત્યા કરવાનો આદેશ આપી રહ્યા છે. વીડિયો પરથી એવું લાગી રહ્યું છે કે, તેઓ કદાચ કોઈ પોલીસ અધિકારીને આદેશ આપી રહ્યા છે.
એક સ્થાનીક પત્રકારે આ વીડિયો ક્લિપ રેકોર્ડ કરી લીધી હતી, જેમાં સ્પષ્ટપણે સંભળાઈ રહ્યું છે કે તેઓ સામે જે ફોન પર છે તેમને કહી રહ્યા છે કે, તે એક સારા વ્યક્તિ હતા… મને નથી ખબર કે તેમની હત્યા કેમ કરવામાં આવી છે. પરંતુ તેમના હત્યારાઓને ‘દર્દનાક’ શૂટઆઉટમાં મારી નાખો… બીજુ બધુ હું સંભાળી લઈશ….ત્યારબાદ મુખ્યમંત્રીના નજીકના નેતાઓનું કહેવું છે કે, હત્યાની જાણકારી મળ્યા બાદ તેઓ અત્યંત દુઃખી હતા અને તેઓ આવું બોલી ગયા કારણકે તેઓ ગુસ્સામાં હતા. કુમારસ્વામીએ પણ આ વાયરલ થઈ રહેલા વીડિયો પર સ્પષ્ટતા આપતા કહ્યું કે, એક મુખ્યમંત્રી તરીકે તે મારો આદેશ નહતો. એ તો હું ગુસ્સામાં હતો તેથી મારાથી તેવું બોલાઈ ગયું.’કર્ણાટકના મુખ્યમંત્રી એચડી કુમારસ્વામીએ કહ્યું કે, સંદિગ્ધ બંને આરોપીઓ પર એક મર્ડર કેસ પણ ચાલી રહ્યો છે જેના માટે તેઓ સજા ભોગવી રહ્યા છે. હાલમાં તેઓ જામીન લઈને બહાર આવ્ય છે. તેવામાં તેમણે વધુ એક હત્યા કરી દીધી.ઉલ્લેખનીય છે કે જનતા દળના સેક્યૂલરના પ્રકાશની દક્ષિણ કર્ણાટકના મંડ્યામાં હુમલો કરીને હત્યા કરી દીધી હતી. બાઈક પર આવેલ યુવકોએ તેમની કાર રસ્તામાં રોકીને તિક્ષ્ણ હથિયારોથી હુમલો કર્યો હતો. કારમાં જ પ્રકાશ લોહી-લુહાણ થઈ ગયા હતા જેના કારણે તેમનું મોત થયું હતું.

Related posts

પાકિસ્તાનની ભાષા બોલી રહેલી કોંગ્રેસ પાર્ટીને ગુજરાત અને દેશની જનતા ક્યારેય માફ નહીં કરે : વાઘાણી

aapnugujarat

અમરેલીમાં તમામ ૧૧ તાલુકા પંચાયતમાં કોંગ્રેસે કબજો કર્યો

aapnugujarat

દ્વારિકા નજીક દત્રાણા-જવાનપર ગામ વચ્ચે ઈમરજન્સી લેન્ડીંગ એર સ્ટ્રીપ બનાવાશે : કેન્દ્રિય મંત્રી મનસુખ માંડવિયા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1