Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

કેરળમાં પીએમ આવાસ યોજનાને લઇ નિરાશા

કેરળમાં વડાપ્રધાન આવાસ યોજનાનો લાભ લેવા માટે લોકો મળી રહ્યા નથી. રાજ્ય સરકારે કેન્દ્ર સરકારને આ અંગની માહિતી આપી દીધી છે. ત્યારબાદ ડાબેરી સરકારે કેન્દ્રને સલાહ આપી છે કે, જો તે આ સ્કીમના ટાર્ગેટને પૂર્ણ કરવામાં સક્ષમ નથી તો તેને સેરેન્ડર કરી દેવામાં આવે જેથી અન્ય રાજ્યોની જરૂરિયાતોવાળા લોકોને આ યોજનાના લાભ મળી શકે. ગયા મહિને આ મુદ્દા ઉપર કેન્દ્ર સરકાર અને કેરળ સરકાર વચ્ચે વિડિયો કોન્ફરન્સિંગ મારફતે વાતચીત થઇ હતી. કેરળને વડાપ્રધાનની આવાસ યોજના હેઠળ ૪૨૪૩૧ ઘર બનાવવા માટે કહેવામાં આવ્યું હતું પરંતુ રાજ્ય સરકાર ૪૨૪૩૧ ઘરમાંથી માત્ર ૧૩૮૨૫ ઘર જ બનાવી શકી છે. પીએમ આવાસ યોજના અને ઇન્દિરા આવાસ યોજના હેઠળ કેરળમાં ૧૬૫૮૯ લાભાર્થીઓને પ્રથમ ઇન્સ્ટોલમેન્ટની રકમ આપવામાં આવી છે. લોકો આ સ્કીમનો લાભ લેવા માટે ઇચ્છક નથી જેથી રાજ્ય સરકાર આ દિશામાં આગળ વધી રહી છે. પીએમ આવાસ યોજના હેઠળ ૧.૨ લાખ અથવા તો ૧.૩ લાખ રૂપિયાની સબસિડી આપવામાં આવી રહી છે.

Related posts

NPR,CAA, જાતિગત વસ્તી ગણતરી, લાઉડસ્પીકર પર નીતીશ-તેજસ્વીની જુગલબંધી

aapnugujarat

जून में तेजी से बढ़ेगा मॉनसून अधिक बारिश का अनुमान

aapnugujarat

मोदी-योगी का शासन प्रजातंत्र के लिए घातक, सांत्वना देने वालों के साथ हो रही मारपीट : सीएम बघेल

editor

Leave a Comment

UA-96247877-1