Aapnu Gujarat
Uncategorized

બાવળિયાને કાઢી બહાર ફેંકો, ખબર નહી કયાં વાગશે : સિદ્ધૂ

જસદણ પેટા ચૂંટણીને લઇને ભાજપ અને કોંગ્રેસ દ્વારા તેના સ્ટાર પ્રચારકો મેદાને ઉતારવામાં આવ્યા છે, જેમાં આજે જસદણમાં કોંગ્રેસ દ્વારા આયોજિત સભામાં જાણીતા ક્રિકેટર અને કોંગ્રેસના દિગ્ગજ નેતા નવજોતસિંહ સિધ્ધુ કોંગ્રેસના સ્થાનિક ઉમેદવાર અવસર નાકીયાના પ્રચાર માટે આવ્યા હતા. કોંગ્રેસની જાહેરસભામાં નવજોત સિધ્ધુએ તેની આગવી છટામાં ભાજપને આડા હાથે લીધી હતી અને ભાજપ પર આકરા પ્રહાર કરતાં ભાજપના કુંવરજી બાવળિયાને આ વખતની ચૂંટણીમાં ઉખાડી ફેંકવા(હરાવવા) જાહેર અપીલ કરી હતી. નવજોત સિદ્ધુએ ભાજપ વિરૂદ્ધ બેટિંગ કરતા જણાવ્યું હતું કે, બાવળિયાને કાઢીને ફેંકો ખબર નહીં ક્યાં ક્યાં વાગશે, પીઠ પાછળ છરો માર્યો છે, ઠોકો તાળી… કોંગ્રેસ દ્વારા આયોજિત સભામાં આજે કોંગ્રેસના સ્ટાર પ્રચારક નવજોત સિધ્ધુ સિક્સ મારતા અંદાજમાં સ્ટેજ પર આવ્યા હતા અને પછી પોતાના ભાષણની શરૂઆત કરી હતી. સિધ્ધુએ જણાવ્યું કે, અમિત શાહના દિકરા પાસે પૈસા ક્યાંથી આવે છે, રૂપિયાવાળાની સરકાર છે. દારૂ-પૈસા માટે મત ન આપતાં, ગુજરાત માટે આપજો. દેશનો ચોકીદાર જ ચોર છે. સિધ્ધુએ કટાક્ષ કરતાં જણાવ્યું કે, ઠાકુર તો ગયો મામા પણ ગયો સમજાયું ને કોણ. રાહુલ ગાંધીએ મને મોકલ્યો છે અને સચ્ચાઇની જંગ લડવા આવ્યો છું. રોજગાર અને ગરીબ લોકોની રોટી માટે આવ્યો છું. નહીં રૂપાણી બચે કે નહીં મોદી બચે. ભાજપના લોકો પાસે સાચું બોલાવવું અઘરૂ છે. કુંવરબાઇનું મામેરૂ ઠોકો તાળી, મોદીને કહી દો મગફળી અને કપાસના ૨૦૦૦ આપો તો હું તમારા નેતાની દીકરીના લગ્ન કરાવી દઇશ. છ મહિનામાં જાગી જતા મોદીને ૨૨ વર્ષ થયા. મધ્યપ્રદેશમાં કોંગ્રેસની સરકાર આવતાં જ ખેડૂતોના દેવા ૨૨ મિનિટમાં માફ કર્યા હતા. એક ચૂંટણી નકશો બદલી નાંખે, અવસર એટલે મોકો. હવે મોકે પે ચોકા..અવસર એવો છક્કો મારશે કે બાવળિયા બહાર. મોદીને પૂછો કે ખેડૂતોનું ભલું કર્યું છે કે અમીરોનું.રાફેલની વાત પૂછો કે મંદિરની ડેટ પૂછો બધું ગડબડ છે. ખેડૂતને પાંચ લાખ માટે જેલમાં નાખો છો પણ અંબાણી રૂપિયા ન આપે તો પપ્પી ઝપ્પી. ચાર દિવસ પછી ભાજપના ખરાબ દિવસો ચાલુ થશે અને રાહુલ ગાંધી આવશે.
સિધ્ધુએ તેના પ્રવચન દરમ્યાન તેના આગવા અંદાજમાં ઠોકો તાળી કહી ઉપસ્થિત જનમેદનીને ખુશ કરી દીધી હતી. સિધ્ધુની આજની પ્રચારસભા દરમ્યાન વિપક્ષના નેતા પરેશ ધાનાણી, પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા સહિતના કોંગ્રેસના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. આજે પ્રચારનો છેલ્લો દિવસ હોઇ અલ્પેશ ઠોકોર સહિત ભાજપ અને કોંગ્રેસના ૬૦ જેટલા ધારાસભ્યોએ જસદણમાં ધામા નાખ્યા હતા. કોંગ્રેસના ૩૦થી વધારે ધારાસભ્યો ગામડાઓમાં પ્રચાર કરી રહ્યા છે. છેલ્લી ઘડીએ મતદાતાઓને પક્ષ તરફ મતદાન કરવા અપીલ કરી રહ્યા છે. ભાજપ-કોંગ્રેસના પ્રભારી પણ જસદણમાં છે. બંને પક્ષો દ્વારા જસદણ-વીંછિયામાં રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.

Related posts

વેરાવળ પ્રાંત અધિકારી તરીકે બદલી પામેલ નવનિયુક્ત ડેપ્યુટી કલેક્ટર પ્રદીપસિંહ રાઠોડે પદભાર ગ્રહણ કર્યો

aapnugujarat

હિંમતનગરમાં ફરી હિંસા : પોલીસે છોડયા ટીયર ગેસના સેલ

aapnugujarat

કોરોના કેર વચ્ચે મ્યુકરમાઇકોસિસના ૫૦૦થી વધુ કેસ

editor

Leave a Comment

UA-96247877-1