Aapnu Gujarat
રાષ્ટ્રીય

૯ ઓગસ્ટે મુંબઈમાં મરાઠા ક્રાંતિ મોરચો કાઢવાનું એલાન

મરાઠી લોકોની પ્રચંડ તાકાત દાખવીને સમગ્ર દેશનું લક્ષ પોતાની તરફ આકર્ષિત કરવા માટે મરાઠા ક્રાંતિ મોરચાનું વાવાઝોડું મુંબઈમાં ફૂંકાવાનું છે.
આવતી ૯ ઓગસ્ટના ક્રાંતિદિવસ નિમિત્તે મુંબઈમાં મરાઠા મોરચો કાઢવાની ઘોષણા મરાઠા ક્રાંતી મોર્ચા સમન્વય સમિતિએ આજે અહીં કરી છે.દક્ષિણ મુંબઈની સમ્રાટ હોટેલ ખાતે બોલાવેલી પત્રકાર પરિષદમાં આયોજકોએ જાહેરાત કરી હતી કે ૯ ઓગસ્ટના રોજ મહાનગરમાં મરાઠા ક્રાંતિ મોરચો કાઢવામાં આવશે અને મરાઠા સમુદાયના સભ્યો એમાં અભૂતપૂર્વ સંખ્યામાં હાજર રહેશે એવો તેમને વિશ્વાસ છે.સરકારી નોકરીઓ તથા શિક્ષણ ક્ષેત્રમાં મરાઠા સમાજ માટે બેઠકો અનામત રાખવા માટે ૯ ઓગસ્ટે મુંબઈમાં વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે.અનામતની માગણી અંગે મરાઠા સમુદાયના લોકોએ આદરેલા વિરોધ-આંદોલનને કારણે ગયા વર્ષે અનેક મહિનાઓ સુધી મહારાષ્ટ્રના રાજકારણમાં ખળભળાટ મચેલો રહ્યો હતો.
આયોજકોએ આજે કહ્યું હતું કે મહાપાલિકા, નગરપરિષદ અને જિલ્લા પરિષદની ચૂંટણીને કારણે તેમજ વિદ્યાર્થીઓની પરીક્ષાના કારણોસર મુંબઈમાં મરાઠા મોરચાની તારીખ નક્કી કરી શકાઈ નહોતી.ગયા વર્ષે ૧૩ જુલાઈએ મહારાષ્ટ્રના એહમદનગર જિલ્લાના કોપર્ડી ખાતે એક સગીર વયની છોકરી પર બળાત્કાર કરાયા બાદ એની કરપીણ હત્યા કરાયા બાદ મરાઠા સમુદાયના વિરોધનો આરંભ થયો હતો.
સમુદાયે પહેલાં આ વર્ષની ૩૧ જાન્યુઆરીએ મુંબઈમાં રેલી યોજવાની જાહેરાત કરી હતી, ત્યારબાદ એને ૬ માર્ચ સુધી મુલતવી રાખી હતી અને અંતે બેમુદત સુધી મુલતવી રાખી હતી. એક બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ એ નાના પાયે હતું.
મરાઠા સમુદાયના નાના કુટે-પાટીલ નામના એક નેતાએ કહ્યું હતું કે સમુદાયના નેતાઓ ૬ જૂને રાયગડમાં એક બેઠક યોજશે અને સમાજના ઉત્કર્ષ માટેની એમની ચળવળ ચાલુ રાખવાના શપથ લેશે. છત્રપતિ શિવાજી મહારાજના રાયગડ કિલ્લાને મરાઠા સમુદાયના લોકો મરાઠા યોદ્ધા શિવાજી મહારાજના એક પ્રતિક તરીકે માને છે.

Related posts

પ્રધાનમંત્રી આવાસ યોજનાની હદ વધારી દેવા માટેની તૈયારી

aapnugujarat

કાશ્મીરમાં નોહાટા વિસ્તારમાં મસ્જિદની બહાર ડીએસપીની હત્યા

aapnugujarat

ભોપાલમાં ૨૦થી વધુ હોસ્પિટલમાં પરિસ્થિતિ વણસી, ઓક્સિજનની અછત

editor

Leave a Comment

UA-96247877-1