પરિણીતી ચોપરાએ તાજેતરમાં એક ખુલાસો કર્યો હતો કે તે જ્યારે સ્કર્ટ પહેરીને સાઈકલ પર સ્કૂલે જતી હતી ત્યારે છોકરાઓ તેનો પીછો કરતા અને તેની છેડતી પણ કરતા હતા.બોલિવુડ સ્ટાર અક્ષયકુમારે મુંબઈમાં મહિલાઓ માટે શરૂ કરાયેલા વિમેન્ઝ સેલ્ફ ડિફેન્સ સેન્ટરમાં યોજવામાં આવેલી ગ્રેજ્યુએશન ડે સેરેમનીમાં ગેસ્ટ તરીકે હાજર રહેલી પરિણીતિએ આ ખુલાસો કર્યો હતો.પરિણીતિએ એ વાતની ખુશી દર્શાવે કે અક્ષય અને તેના ટ્રેનર્સ મહિલાઓને ફ્રીમાં સેલ્ફ ડિફેન્સની ટ્રેનિંગ આપવાનું કામ કરે છે.
પરિણીતીએ ગ્રેજ્યુએટ થયેલી છોકરીઓને કહ્યું કે,તમે નસીબદાર છો કે તમને આ પ્રકારની ફ્રીમાં ટ્રેનિંગ મળી શકી છે. કારણ કે હું નાની હતી ત્યારે તમારા જેટલી લકી નહતી.પરિણીતીએ જણાવ્યું કે, હું એક નાના શહેર અંબાલાથી આવું છું.
અંબાલામાં મારી સામે અનેક મુશ્કેલીઓ સામે આવી હતી. જ્યારે હું નાની હતી ત્યારે સાઈકસથી સ્કૂલે જતી હતી. અમારી પાસે ગાડી તો ઠીક, બસથી જવાના પણ પૈસા નહતા.પરીએ જણાવ્યું,મારી સ્કૂલ ઘરથી માત્ર ૧૫ મિનિટ જ દૂર હતી. પરંતુ મારા પપ્પાને તો પણ મારી ચિંતા થતી હતી અને તે મારી પાછળ સાઈકલ લઈને એ જોવા આવતા હતા કે કોઈ છોકરા મારી છેડતી તો નથી કરતા ને!પરિણીતીએ જણાવ્યું કે,હું સ્કર્ટ પહેરીને જતી તો કેટલીય વાર છોકરાઓ મારી પાછળ સાઈકલ લઈને પીછો કરતા અથવા નજીક આવી મારું સ્કર્ટ ખેંચવા માંગતા ત્યારે મને મારા ઘરવાળાઓ પર બહુ ગુસ્સો આવતો. હું એમને કહેતી કે તમે મને સ્કૂલે મૂકવા કેમ નથી આવતા ?પરંતુ ત્યારે મારા પપ્પા કહેતા કે મારે આ બધું જ ફેસ કરવું પડશે અને મારી જાતને મજબૂત બનાવવી પડશે. તમે નસીબદાર છો કે તમને આ ટ્રેનિંગ લેવાનો મોકો મળ્યો. મારા જેવી લાખો છોકરીઓ પાસે આ સુવિધા નહતી.
ભગવાન કરે તમારી સામે ક્યારેય આવી સિચ્યુએશન ન આવે. પરંતુ જો આવે તો એક પંચ મારો અને પોતાની જાતનું રક્ષણ કરો.
પાછલી પોસ્ટ