Aapnu Gujarat
રાષ્ટ્રીય

આર્મી ચીફે મેજર ગોગોઈના કર્યા વખાણ, પથ્થરબાજોથી બચવા માનવઢાલને ગણાવ્યો યોગ્ય નિર્ણય

ભારતીય સેનાના ચીફ બિપિન રાવતે મેજર નીતિન ગોગોઈના વખાણ કર્યા છે અને કશ્મીરમાં પથ્થરબાજોથી સેનાના જવાનોને બચાવવા પથ્થરબાજ વ્યક્તિનો જ માનવ ઢાલ તરીકે ઉપયોગ કરવાના નિર્ણયની સરાહના કરી છે. વધુમાં આર્મી ચીફ બિપિન રાવતે જણાવ્યું કે, મેજર ગોગોઈના આ પ્રકારના કાર્યથી ઘાટીમાં સૈનિકોના મનોબળમાં વધારો થશે. સાથે જ આર્મી ચીફે સ્પષ્ટતા કરતા કહ્યું કે, મેજર ગોગોઈ વિરુદ્ધ પગલાં લેવાનો કોઈ પ્રશ્ન જ ઉદભવતો નથી.એક અંગ્રેજી અખબારને આપેલા ઈન્ટરવ્યુમાં આર્મી ચીફ બિપિન રાવતે જણાવ્યું કે, મેજર નીતિન ગોગોઈએ જે કંઈ પણ કર્યું છે તે યોગ્ય નિર્ણય છે. વધુમાં આર્મી ચીફે એમ પણ કહ્યું કે, સેનાનું કામ કશ્મીર ઘાટીમાં શાંતિ જાળવવાનું છે ને તેના માટે કોઈ પણ પગલા લેવા સેના સ્વતંત્ર છે. માટે જે-તે સમયની સ્થિતિને અનુરુપ મેજર ગોગોઈએ જે નિર્ણય કર્યો તેના હું સરાહનીય ગણાવું છે ને તેના માટે નિતીન ગોગોઈ સન્માનને હકદાર છે. સેનાના જવાનોનું આ પ્રકારના નિર્ણયથી મનોબળ વધશે અને સ્થિતિ કાબુમાં જળવાઈ રહેશે. જમ્મુ-કશ્મીરમાં સેનાની આગામી રણનીતિ અંગે પુછવામાં આવેલા પ્રશ્નનો જવાબ આપતા આર્મી ચીફે જણાવ્યું કે, આ દેશની સુરક્ષા અંગેનો સવાલ છે, જેનો જવાબ હું અત્યારથી આપી શકું નહીં, દુશ્મનોને અમારી કોઈ રણનીતિ અંગે જાણકારી મળવી જોઈએ નહીં, પરમતુ સમય આવ્યે સેના એક્શન લઈને જવાબ આપશે અને આ અંગે દુશ્મનોને અમે કોઈપણ તૈયારીનો સમય નહીં આપીએ. સરહદ પર ઘુસણખોરી અટકાવવા સેના આગામી સમયમાં વધુ કડક કાર્યવાહી કરશે.

Related posts

NPSમાં સરકારી યોગદાન વધારી ૧૪ ટકા કરી દેવાયું : અરૂણ જેટલી

aapnugujarat

महागठबंधन का कोई भी भविष्य नहीं : नीतिश कुमार

aapnugujarat

મોદી હંમેશા વિદેશમાં દેખાય છે, મોટાં-મોટાં અભિનેતાને આપે છે ઇન્ટરવ્યૂ : પ્રિયંકા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1