Aapnu Gujarat
Uncategorized

લક્ષ્મીનારાયણ મંદિરમાં નકલી નોટ બનાવનાર મહંતને આજીવન કેદની સજા

સાયલાના લક્ષ્મીનારાયણ મંદિરમાં નકલી નોટ બનાવનાર મહંતને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે. આ સાથે જ કોર્ટે નોંધ્યું હતું કે, આરોપી સામે ગંભીર પ્રકારનો ગુનો છે, આ પ્રકારના ગુનાથી દેશના અર્થતંત્ર પર અસર પડે છે. મંદિર જેવી પવિત્ર જગ્યાએ આરોપીએ નકલી નોટો પ્રિન્ટ કરી હતી જેના પુરતા પુરાવા છે ત્યારે આવા આરોપી સામે દયા ન દાખવી શકાય.
એટીએસની ટીમે બાતમીના આધારે શાયલાના લક્ષ્મીનારાયણ મંદિરમાં દરોડા પાડ્યા હતા. ૧૯ સપ્ટે. ૨૦૧૫ના રોજ એટીએસએ મંદિરના મહંત શૈલેષ શાંતિલાલ રાવલને ઝડપી લીધો હતો. ત્યારબાદ તપાસ કરતા આરોપી મંદિરમાં જ ૧૦૦૦ના દરની નકલી નોટો પ્રિન્ટર મારફતે બનાવતો હતો. તે સમયે પોલીસે આરોપી પાસેથી ૧૦૨ બનાવટી નકલી નોટો પણ કબજે કરી હતી.
આ કેસમાં ચાર્જશીટ બાદ ગ્રામ્ય કોર્ટમાં સુનાવણી શરૂ કરવામાં આવી હતી. જેમાં સરકારી વકીલ આર.પી.ઠાકરે પુરતા દસ્તાવેજ રજૂ કરી સાક્ષીઓની જુબાની લઇ કોર્ટને જણાવ્યું હતું કે, આરોપી મહંત છે અને તેણે કોઇને શંકા ન જાય તે માટે મંદિરમાં જ નીચેના ભાગે નકલી નોટો બનાવાનું શરૂ કર્યું હતું.
પોલીસે આરોપીને ઝડપી લીધો તે સમયે તેની પાસેથી નકલી નોટો બનાવાના વિવિધ સાધનો પણ મળી આવ્યા હતા. આ અંગે એફએસએલનો પણ અભિપ્રાય છે, આરોપી સામે ગુનો પુરવાર થાય તેટલા પુરાવા છે, આરોપીએ જે ગુનો કર્યો તે ભારતીય અર્થતંત્રને સીધી અસર કરતો ગુનો છે, આવા ગુના વધી રહ્યાં છે જેના કારણે અર્થતંત્ર પર વિપરીત અસર પડી રહી છે.

Related posts

રામ મંદિરના નિર્માણ માટે સોમનાથ પરિસરની માટી લેવાઈ

editor

ધારાસભ્ય પદેથી રાજીનામું

aapnugujarat

સિંહણ દ્વારા ઉછેર કરવામાં આવતા દીપડાના બચ્ચાનું 45 દિવસ પછી થયું કુદરતી મોત

aapnugujarat

Leave a Comment

UA-96247877-1