Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

કોંગ્રેસ તેમના ભાઈ હોય તેમ ઘુસણખોરી કરનારાઓનો બચાવ કરે છે : શાહ

ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અમિત શાહે શુક્રવારે રાજસ્થાનના નાગૌરમાં ચૂંટણી રેલીને સંબોધન કર્યું હતું. રાજસ્થાનમાં ૭ ડિસેમ્બરે મતદાન થવા જઇ રહ્યું છે, તેના પહેલા ચૂંટણી પ્રચાર જોર-શોરથી ચાલી રહ્યું છે. રેલીમાં અમિત શાહએ એનઆરસીનો મુદ્દો ઉઠાવ્યો અને આ મુદ્દાને લઇને તેમણે કોંગ્રેસની ઘેરી હતી.
તેમણે જણાવ્યું કે અમે આસામમાં ૪૦ લાખ ઘૂસણખોરોને પસંદ કર્યા, સંસદમાં રાહુલ ગાંધી કહી રહ્યા છે કે તેમને દેશમાંથી કેમ કાઢી રહ્યા છો. ઘૂસણખોરી કરનારા લોકો અહીં બોમ્બ વિસ્ફોટ કરી રહ્યા છે, આપણા લોકો માર્યા જાય છે. કોંગ્રેસ ઘૂસણખોરીઓને એવી રીતે બચાવી રહ્યા છે જાણે કે તેઓ તેમના ભાઇ હોય. ૨૦૧૯માં મોદી સરકાર બન્યા બાદ એક-એક ઘૂસણખોરીઓને બહાર કઢાશે.આ રેલીમાં શાહે જણાવ્યું કે રાહુલ બાબા દિવસમાં સ્વપ્નો ન જોવો, જ્યારથી નરેન્દ્ર મોદી દેશના વડાપ્રધાન બન્યા છે, આ દેશનો ચૂંટણી ઇતિહાસ જોઇ લો. તમને ખબર પડી જશે કે રાજસ્થાનનું શું થશે.
અમિત શાહે જણાવ્યું કે હું જાણું છું કે રાજસ્થાનમાં જે ભાજપની સરકાર બનશે તેની નીવ મારવાડ અથવા નાગૌરમાં રાખવામાં આવશે. ભાજપ અધ્યક્ષે જણાવ્યું કે સચિન પાઇલટ મને પ્રશ્નો કરી રહ્યા છે, મારે તેમને જવાબ આપવાની જરૂર નથી. અમે જનતાને જવાબ આપી રહ્યા છીએ. મોદી સરકારે રાજસ્થાન માટે કેન્દ્રથી સંપૂર્ણ મદદ મોકલી છે. અહીં રસ્તાઓનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે, આજે ગામ-ગામમાં વીજળી-શૌચાલય ઉપલ્બધ છે.
નાગૌરમાં અમિત શાહે જણાવ્યું કે તમારે કોંગ્રેસ અને ભાજપ વચ્ચે નિર્ણય લેવાનો છે. એક તરફ મોદી અને વસુંધરાના નેતૃત્વમાં દેશભક્તોની ટોળી જેવી ભાજપ પાર્ટી છે અને બીજી બાજુ ન કોઇ નેતા છે, ન નીતિ અને ના સિદ્ધાંત છે એવી રાહુલ બાબાની પાર્ટી છે, હવે નિર્ણય તમારે લેવાનો છે.તેમણે જણાવ્યું કે ૨૦૧૪માં રાજસ્થાને ભોલેજીની જેમ તમામ બેઠકો મોદીજીની ઝોલીમાં નાખી દીધી. સોનિયા-મનમોહનની સરકારમાં પાકિસ્તાનથી આતંકી પ્રવેશતા હતા, કારણ કે કોંગ્રેસમાં તેમને પોતાની મતબેંક નજર આવતી હતી. કોંગ્રેસને ના તો દેશની ચિંતા છે અને ના તો રાજસ્થાનની. તેમણે જણાવ્યું કે કોંગ્રેસમાં લોકશાહી નથી, આ પાર્ટી ગાંધી-નેહરુ પ્રાઇવેટ ફર્મ બની ચૂકી છે. રાજસ્થાનની અંદર ભાજપ સરકાર અંગદનો પગ, જેને કોઈ હલાવી શકે તેમ નથી. રાજસ્થાનમાં પ્રચંડ બહુમતી સાથે ફરી ભાજપ સરકાર આવશે.

Related posts

કાશ્મીરનાં શોપિયન જિલ્લામાં ઓપરેશન ઓલઆઉટ : બે ત્રાસવાદીઓને ઠાર કરાયા

aapnugujarat

ભાજપ અધ્યક્ષ અમિત શાહ નો આગામી લોંકસભા માટે સંખનાદ…

aapnugujarat

રાજસ્થાનમાં ૫૦ ટકા ઘરોમાં શૌચાલય જ નથી : રિપોર્ટ

editor

Leave a Comment

UA-96247877-1