Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

તેલંગાણા કોંગ્રેસના પ્રમુખ તરીકે અઝહરુદ્દીનને જવાબદારી સોંપાઈ

તેલંગાણા વિધાનસભા ચૂંટણીને લઈને આજે કોંગ્રેસે મોટી જાહેરાત કરી છે. કોંગ્રેસે પૂર્વ સાંસદ અને ક્રિકેટર મોહમ્મદ અઝહરુદ્દીનને તંલાગાણા કોંગ્રેસ કમિટીના કાર્યકારી પ્રમુખ તરીકેની જવાબદારી સોંપી છે.
આ પહેલાં અઝહરુદ્દીન કોંગ્રેસની ટિકિટ પર ઉત્તરપ્રદેશના મુરાદાબાદથી લોકસભા સભ્ય તરીકે ચૂંટાયા હતા. આ સાથે કોંગ્રેસે સંદીપ દીક્ષિતની ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટીના મંત્રી તરીકે નિયુક્તિ કરાઈ છે.મહત્વપૂર્ણ બાબત એ છે કે અઝહરુદ્દીન ૨૦૧૯માં લોકસભાની ચૂંટણી ગૃહ રાજ્ય તેલંગાણાથી લડવાની ઈચ્છા વ્યક્ત કરી ચૂક્યા છે.
અઝહરુદ્દીન ૨૦૦૯માં લોકસભાના સાંસદ તરીકે ચૂંટાયા હતાં. જોકે, ૨૦૧૪ની લોકસભા ચૂંટણીમાં તેઓ રાજસ્થાનના ટોંગ-સવાઈ માધોપુરથી લોકસભા ચૂંટણી હારી ગયા હતા.
ન્યૂઝ એજન્સી સાથેની વાતચીતમાં અઝહરુદ્દીને જણાવ્યું છે કે, પાર્ટી નક્કી કરશે કે કયાંથી ચૂંટણી માટે મને ટિકિટ આપવી. તેમણે સિકંદરાબાદથી ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી છે. તેમણે વધુમાં કહ્યું કે, પહેલાં મેં મુરાદાબાદથી ચૂંટણી લડી, પછી ટોંક ગયો. પરંતુ હું એવો માણસ નથી કે કાયમ સુરક્ષિત રમવાનું પસંદ કરું.અત્રે ઉલ્લેખનીય છે કે આ વખતે તેલંગાણામાં કોંગ્રેસ, ટીડીપી અને તેલંગાણા જનસમિતિ(ટીજેએસ) અને સીપીઆઈ એ ટીઆરએસનો મુકાબલો કરવા માટે ‘પ્રજાકુટામી’(જનતાનું ગઠબંધન)ની રચના કરી છે.

Related posts

भाजपा के साथ सरकार बनाने के लिए पार्टी नहीं बनी : शिवसेना

aapnugujarat

રાયબરેલીમાં મોદીની પ્રથમ રેલીને લઇ તમામ તૈયારીઓ

aapnugujarat

કર્ણાટક ચૂંટણી : કોઇપણ પાર્ટીને બહુમતિ નહીં મળે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1