Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

રાયબરેલીમાં મોદીની પ્રથમ રેલીને લઇ તમામ તૈયારીઓ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૧૬મી ડિસેમ્બરના દિવસે ગાંધી પરિવારના ગઢ ગણાતા રાયબરેલીમાં પ્રથમ રેલી કરવા જઇ રહ્યા છે. આને લઇને કાર્યકરો અને ભાજપના નેતાઓ ઉત્સુક દેખાઇ રહ્યા છે. એવા અહેવાલ પણ આવી રહ્યા છે કે બાજપ આમ આદમી પાર્ટીના બળવાખોર નેતા કુમારવિશ્વાસને અથવા તો સોનિયા ગાંધીના એક સમયના સૌથી વિશ્વાસુ દિનેશ સિંહને રાયબરેલીમાંથી મેદાનમાં ઉતારી શકે છે. રાયબરેલીમાં બ્રાહ્યણ અને ઓબીસીની સંખ્યા એકસમાન છે. એકબાજુ કુમાર વિશ્વાસ બ્રાહ્મણ છે તો બીજી બાજુ દિનેશ સિંહ જે એમએલસી છે તે ગ્રામીણ વિસ્તારમાં લોકોની વચ્ચે ખુબ લોકપ્રિય છે. ગાંધી પરિવારની બે સીટો રાયબરેલી અને અમેઠી પર ભાજપની નજર પહેલાથી જ રહી છે. કેન્દ્રિય પ્રધાન સ્મૃતિ ઇરાની, મનોજ સિંહા અને અરૂણ જેટલી અનેક લોકલક્ષી યોજનાઓ રજૂ કરીને અમેઠી અને રાયબરેલીને લઇને ઉદારતા દર્શાવી ચુક્યા છે. કુમાર વિશ્વાસ પોતે પણ આમ આદમી પાર્ટીની ટિકિટ પર અમેઠીમાંથી ચૂંટણી લડી ચુક્યા છે. દિનેશ સિંહે કહ્યુ છે કે તેઓ અમેઠીમાં લાંબા સમયથી લોકોની વચ્ચે રહીને તેમની સેવા કરી છે. તેઓ કોંગ્રેસના વફાદાર સેનિકની જેમ કામ કરી ચુક્યા છે. પરંતુ કોઇ પ્રોજેક્ટ માટે ગાંધી પરિવારે ક્યારેય કોઇ રસ દર્શાવ્યો નથી. તેમને કહ્યુ છે કે તેઓ ભાજપમાં સામેલ થઇ ચુક્યા છે. જો ભાજપ દ્વારા ટિકિટ આપવામા ંઆવશે તો ખુશી થશે.યુપી ભાજપના ટોપના લોકોએ કહ્યુ છે કે તેમના દ્વારા કેટલાક નામ પસંદ કરવામાં આવ્યા છે. જે અંગે ટુંક સમયમાં નિર્ણય કરવામાં આવનાર છે. જેમાં કુમાર વિશ્વાસ, રીટા બહુગુણા, દિનેશ સિંહ અને વિનય કટિયારનો સમાવેશ થાય ઠછે. કુમાર વિશ્વાસ અને બહુગુણા મુખ્ય દાવેદાર છે.

Related posts

हाईवे और एक्सप्रेसवे पर बढ़ सकती है स्पीड लिमिट, नितिन गडकरी ने दिए संकेत

editor

૨૦૧૮-૧૯નું બજેટ લોકપ્રિય નહીં રહે

aapnugujarat

जम्मु-कश्मीर में बातचीत शुरु करेगी सरकार : राजनाथ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1