Aapnu Gujarat
રમતગમત

પર્થ ક્રિકેટ ટેસ્ટના પ્રથમ દિવસે ઓસ્ટ્રેલિયાના ૬ વિકેટે ૨૭૭

પર્થ ખાતે શરૂ થયેલી બીજી ક્રિકેટ ટેસ્ટ મેચના આજે પ્રથમ દિવસે ઓસ્ટ્રેલિયાએ છ વિકેટે ૨૭૭ રન બનાવ્યા હતા. આજે રમત બંધ રહ ત્યારે કેપ્ટન પેન ૧૬ રન અને કમિન્સ ૧૧ રન સાથે રમતમાં હતા. આ પહેલા ઓસ્ટ્રેલિયા તરફથી હેરિશે ૭૦, ફિન્ચે ૫૦, માર્શે ૪૫, હેડે ૫૮ રન કર્યા હતા. આ તમામ બેટ્‌સમેનોની ઉપયોગી બેટિંગના પરિણામ સ્વરુપે ઓસ્ટ્રેલિયાએ પ્રથમ દિવસની રમતના અંતે સન્માનજનક સ્થિતિ હાસલ કરી લીધી હતી. ભારત તરફથી ઇશાંત શર્માએ બે અને વિહારીએ પણ બે વિકેટ ઝડપી હતી. આ ઉપરાંત ભારતીય બેટ્‌સમેનોની હવે આમા કસોટી થનાર છે. કેપ્ટન ટીમ પેન ૧૬ રન સાથે રમતમાં છે. ઓસ્ટ્રેલિયન ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. હેરિશ અને ફિન્ચે જોરદાર શરૂઆત કરીને પ્રથમ વિકેટની ભાગીદારમાં ૧૧૨ રન ઉમેર્યા હતા. ફિન્ચે પોતાની ટેસ્ટ કેરિયરની બીજી અડધી સદી ફટકારી હતી. હેરિશ ૭૦ રન કરીને આઉટ થયો હતો. ચાર વિકેટ ૧૪૮ રન પર પડી ગયા બાદ શોન માર્શ અને હેડે મોરચા સંભાળી લીધા હતા અને બેટિંગ મજબૂત શરૂ કરી હતી. બંનેએ પાંચમી વિકેટની ભાગીદારીમાં ૮૩ રન ઉમેર્યા હતા. ભારતીય ટીમના રોહિત શર્મા અને રવિચંદ્ર અશ્વિન ઘાયલ થઇ જતાં તેમને બહાર રાખવામાં આવ્યા છે. ઉમેશ યાદવ અને હનુમાન વિહારીને તક અપાઈ છે. એડિલેડ ઓવલ ખાતે રમાયેલી પ્રથમ ટેસ્ટ જીતીને પ્રવાસી ભારતીય ટીમે ઇતિહાસ સર્જયો હતો. ભારતીય ટીમે ઇતિહાસ સર્જીને ઓસ્ટ્રેલિયા પર ૩૧ રને જીત મેળવી લીધી હતી. ઓસ્ટ્રેલિયાને જીતવા માટે ૩૨૩ રનની જરૂર હતી. જો કે ઓસ્ટ્રેલિયાની ટીમ ૨૯૧ રન કરીને ઓલઆઉટ થઇ ગઇ હતી. આની સાથે જ ભારતની જીત થઇ હતી. ભારતીય ટીમે હવે યજમાન ઓસ્ટ્રેલિયા પર ૧-૦ની લીડ ચાર ટેસ્ટ મેચોની શ્રેણીમાં મેળવી લીધી છે. ઇતિહાસ પર નજર કરવામાં આવે તો તે ફેવરીટ છે. જો કે ભારત માટે સારી બાબત એ છે કે ઓસ્ટ્રેલિયાના બે ધરખમ ખેલાડી સ્ટીવ સ્મીથ અને ડેવિડ વોર્નર પ્રતિબંધના કારણે હાલમાં ટીમની બહાર છે. ઓસ્ટ્રેલિયામાં રમાયેલી ૪૫ ટેસ્ટ મેચો પૈકી ભારતે માત્ર છ ટેસ્ટ મેચ જીતી છે. વર્ષ ૨૦૦૩-૦૪માં રાહુલ દ્રવિડના કારણે ટીમ ઇન્ડિયાને જીત મળી હતી. મેચને લઇને તમામ તૈયારી કરી લેવામાં આવી છે.
પ્રથમ ટેસ્ટ મેચ ગુમાવી દીધા બાદ યજમાન ઓસ્ટ્રેલિયા પર વધારે દબાણ આવી ગયુ છે. પૂર્વ સ્ટાર ખેલાડી રિકી પોન્ટિંગ કહી ચુક્યો છે કે ઓસ્ટ્રેલિયાની તક રહેલી છે.જો કે ભારતીય ખેલાડીઓના ફોર્મને જોતા ઓસ્ટ્રેલિયા માટે આ શ્રેણી બચાવવી ખુબ જ મુશ્કેેલ છે.

Related posts

BCCI आचरण अधिकारी ने हितों के टकराव की शिकायत पर शुक्ला को नोटिस भेजा

editor

પી વી સિંધુ પ્રી-ક્વાર્ટર ફાઈનલમાં પહોચી

editor

ત્રીજી ટેસ્ટના પ્રથમ દિવસે કોહલી, મુરલી વિજયની સદી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1