Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

મોદીને રાહત : રાફેલ ડિલમાં અનિયમિતતા થઈ નથી : સુપ્રીમ

રાફેલ ડીલને લઇને કોંગ્રેસ સહિત તમામ વિરોધ પક્ષોના આરોપોનો સામનો કરી રહેલી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ સરકારને આજે મોટી રાહત મળી હતી. કારણ કે સુપ્રીમ કોર્ટે પોતાનો ચુકાદો આપતા સાફ શબ્દોમાં કહ્યુ હતુ કે તેને ફ્રાન્સ પાસેથી ૩૬ રાફેલ યુદ્ધ વિમાનોની ખરીદી કરવાના એનડીએ સરકારના નિર્ણયમાં કોઇ અનિયમિતતા મળી નથી. કોર્ટે કઠોર વલણ અપનાવીને આ ડીલને લઇને દાખલ કરવામાં આવેલી તમામ અરજીને ફગાવી દીધી હતી. સુપ્રીમ કોર્ટે એમ પણ કહ્યુ હતુ કે મોદી સરકારની સમગ્ર પ્રક્રિયાને લઇને તે સંતુષ્ટ છે. તેમાં શંકાને કોઇ સ્થાન નથી. સુપ્રીમ કોર્ટે અગાઉ ૧૪મી નવેમ્બરના દિવસે ફ્રાંસથી ૩૬ રાફેલ યુદ્ધ વિમાન ખરીદવાના સોદાની સીબીઆઈ તપાસની માંગ કરતી અરજી ઉપર પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો. સુનાવણી દરમિયાન તમામ સંબંધિત પક્ષો તરફથી પોતપોતાની દલીલો રજૂ કરવામાં આવી હતી. કોર્ટે અરજી કરનારાઓ અને સરકારની સાથે સાથે હવાઈ દળના અધિકારીઓ પાસેથી પણ માહિતી મેળવી હતી. આશરે પાંચ કલાક સુધી મેરેથોન સુનાવણી ચાલી હતી. ત્યારબાદ ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ, જસ્ટિસ એસકે કૌલ અને જસ્ટિસ કેએમ જોસેફની બનેલી બેંચે પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો. રાફેલની કિંમતને જાહેર કરવાની માંગ કરી રહેલા અરજીદારોને એ વખતે મોટો ફટકો પડ્યો હતો જ્યારે કોર્ટે કહ્યું હતું કે, જ્યાં સુધી અમે પોતે જાહેર કરતા નથી ત્યાં સુધી તે મુદ્દે કોઇપણ ચર્ચા કરવામાં આવશે નહીં. આ ગાળા દરમિયાન સરકારી અને સોદાબાજીમાં તપાસની માંગ કરી રહેલા અરજીદારોના વકીલ વચ્ચે જોરદાર દલીલબાજી ચાલી હતી. સૌથી પહેલા અરજી કરનાર લોકો તરફથી દલીલો કરવામાં આવી હતી. ત્યારબાદ સરકાર તરફથી રજૂઆત કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટના નિર્દેશ ઉપર હવાઈ દળના અધિકારીને પણ નિવેદન આપવા માટે બોલાવવામાં આવ્યા હતા. સરકારે કહ્યું હતું કે, રાફેલ જેટ હવાઈ દળ માટે ખુબ જ જરૂરી હતી. એટર્ની જનરલ કેકે વેણુગોપાલ તરફથી રજૂઆત કરવામાં આવી હતી. તેમણે કહ્યું હતં કે, હવાઈ દળની તાકિદની જરૂરીયાતોને ધ્યાનમાં લઇને રાફેલ જેટની ખરીદી મહત્વપૂર્ણ બની ગઈ હતી. વેણુગોપાલે કહ્યું હતું કે, રાફેલ જેટની તાકિદની જરૂરિયાતોને ધ્યાનમાં લેવામાં આવી હતી. એટર્ની જનરલે કોર્ટમાં કહ્યું હતું કે, કારગિલની લડાઈમાં અમે કેટલાક જવાનો ગુમાવી દીધા હતા. જો એ ગાળામાં અમારી પાસે રાફેલ જેટ વિમાનો રહ્યા હોત તો નુકસાન ઓછુ રહ્યું હોત. આને લઇને હવાઈ દળે પણ વેણુગોપાલની દલીલોમાં સહમતિ દર્શાવી હતી. કેન્દ્ર સરકાર તરફથી એટર્ની જનરલે કહ્યું હતું કે, દસો તરફથી સરકારને ઓફસેટ પાર્ટનરોની માહિતી આપી નથી. ઓફસેટ પાર્ટનરોને દસોએ પસંદ કર્યા છે. સરકારની આમા કોઇ ભૂમિકા નથી. કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં કબૂલાત કરી હતી કે, ફ્રાંસની સરકારે ૩૬ વિમાનોની કોઇ ગેરંટી આપી નથી પરંતુ વડાપ્રધાને લેટર ઓફ કન્ફર્ટ ચોક્કસપણે આપ્યા છે. સુપ્રીમ કોર્ટે હવાઈ દળના અધિકારીઓ પાસેથી સવાલ જવાબ બાદ તેમને કોર્ટમાંથી જવાની મંજુરી આપી હતી. સુપ્રીમ કોર્ટ દ્વારા હવાઈ દળના અધિકારીઓને બોલાવવા માટે સુચના આપ્યા બાદ એક એર માર્શલ અને ચાર વાઇસ એરમાર્શલ સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યા હતા. સુપ્રીમ કોર્ટે અરજી કરનાર લોકોની દલીલો સાંભળ્યા બાદ મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા હતા. કોર્ટે કહ્યું હતું કે, આ સમગ્ર મામલામાં હવાઈ દળની રજૂઆતને પણ ધ્યાનમાં લેવાની જરૂર હતી.
સંરક્ષણમંત્રાલયના વધારાના સચિવ પણ કોર્ટમાં પહોંચ્યા હતા. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ એર વાઇસ માર્શલ ચલપતિ દ્વારા નિવેદન કરવામાં આવ્યું હતું. કોર્ટ નંબર એકમાં તેઓ પહોંચ્યા હતા. સીજેઆઈ રંજન ગોગોઈ તરફથી રાફેલને લઇને પ્રશ્નો કરવામાં આવ્યા હતા. ચલપતિને હવાઈ દળમાં સામેલ કરવામાં આવેલા વિમાનોના સંદર્ભમાં પ્રશ્નો કરવામાં આવ્યા હતા જેના જવાબમાં જણાવવામાં આવ્યું હતં કે, હાલમાં જ સુખોઇ-૩૦ને સામેલ કરાયા છે. તેમણે કહ્યું હતું કે, ચાર પ્લસ જનરેશનના વિમાનોની જરૂર છે જેથી રાફેલની પસંદગી કરાઈ છે. સુપ્રીમ કોર્ટમાં સંરક્ષણ મંત્રાલયના વધારા સચિવ પણ ઉપસ્થિત રહ્યા હતા. સપ્રીમ કોર્ટે તેમને વર્ષ ૨૦૧૫ના ઓફસેટ નિયમોના સંદર્ભમાં વાત કરી હતી. સંરક્ષણ મંત્રાલયના વધારાના સચિવે કોર્ટમાં ઓફસેટ નિયમોના સંદર્ભમાં માહિતી આપી હતી અને કહ્યું હતું કે, વર્તમાનમાં મુખ્ય કોન્ટ્રાક્ટની સાથે ઓફસેટ કોન્ટ્રાક્ટ પણ થાય છે. સુપ્રીમ કોર્ટે પ્રશ્ન કર્યો હતો કે, ૨૦૧૫માં ઓફસેટ નિયમોમાં ફેરફાર કેમ કરવામાં આવ્યા હતા તેમાં બે શીપની કઇ વાત છે. જો ઓફસેટ પાર્ટનર પ્રોડક્શન નહીં કરે તો શું થશે. સુપ્રીમ કોર્ટે રાફેલની કિંમતને જાહેર કરવાની માંગ કરી રહેલા અરજીદારોને મોટો ફટકો આપ્યો હતો. કોર્ટે સાફ શબ્દોમાં કહ્યું હતું કે, સરકારે રાફેલની કિંમતો ઉપર સીલબંધ કવરમાં માહિતી આપી છે. તેના ઉપર ચર્ચા એજ વખતે થશે જ્યારે કોર્ટ પોતે આ કિંમતો જાહેર થશે. સુનાવણી દરમિયાન એજીએ કહ્યું હતું કે, આ મામલો ખુબ જ ગુપ્ત છે કેન્દ્ર સરકારને મોટી રાહત મળી ગઇ છે.

૩૬ રાફેલ માટે ૫૯૦૦૦ કરોડની સમજૂતિ થઇ હતી
રાફેલ ડિલના મામલામાં કોંગ્રેસ સહિત વિરોધ પક્ષના આક્ષેપોનો સામનો કરતા મોદી સરકારને આજે મોટી રાહત થયા બાદ આની ચર્ચા છેડાઈ ગઈ હતી. લોકસભાની ચૂંટણી પહેલા રાફેલના મુદ્દે મોદી સરકારને રાહત મળતા આ મુદ્દો કોંગ્રેસને પરેશાન કરી શકે છે. ભારત અને ફ્રાંસે ૩૬ રાફેલ વિમાનોની ખરીદી માટે ૨૩મી સપ્ટેમ્બર ૨૦૧૬ના દિવસે ૭.૮૭ અબજ યુરો અથવા તો ૫૯૦૦૦ કરોડ રૂપિયાની સોદાબાજી ઉપર હસ્તાક્ષર કર્યા હતા. આ બંને દેશો વચ્ચેની સરકારો વચ્ચે સમજૂતિ થઇ હતી. ભારતીય એરફોર્સના અપગ્રેડેશન પ્લાન હેઠળ આ સમજૂતિ કરવામાં આવી હતી. આ વિમાનો ફ્રાંસની દસો કંપની દ્વારા તૈયાર કરવામાં આવ્યા છે. વિમાન ભારતને સપ્ટેમ્બર ૨૦૧૯થી મળવાની શરૂઆત થશે. આ સોદાબાજીની રૂપરેખા સૌથી પહેલા એપ્રિલ ૨૦૧૫માં મોદીની ફ્રાંસની યાત્રા સાથે થઇ હતી. ૧૦મી એપ્રિલ ૨૦૧૫ના દિવસે વડાપ્રધાન મોદી અને તત્કાલિકન ફ્રાન્સીસી પ્રમુખ ઓલાંદ દ્વારા સંયુક્ત નિવેદન જારી કરીને કહેવામાં આવ્યું હતું કે, બંને સરકારોએ ૩૬ રાફેલ યુદ્ધ વિમાનો માટે સહમત થઇ છે. ત્યારબાદ આને લઇને તમામ બાબતો આગળ વધી હતી. જો કે, ભારતમાં આને લઇને હોબાળો શરૂ થઇ ગયો હતો. કોર્ટમાં મામલો પહોંચ્યો હતો. સુનાવણી દરમિયાન ધારદાર દલીલો ચાલી હતી. કિંમતોને લઇને પ્રશ્નો ઉઠ્યા હતા. શ્રેણીબદ્ધ અરજીઓ દાખલ કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટની દેખરેખ હેઠળ મામલામાં તપાસ કરવા એડવોકેટ એમએન શર્મા અને વિનીદ ઢાંડા દ્વારા અરજી કરવામાં આવી હતી. આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સંજયસિંહ દ્વારા પણ આવી જ અરજી કરવામાં આવી હતી. એક સંયુક્ત અરજી પૂર્વ કેન્દ્રિયમંત્રી યશવંતસિંહા અને અરુણ શૌરી દ્વારા પણ દાખલ કરવામાં આવી હતી. ત્યારબાદ વરિષ્ઠ એડવોકેટ પ્રશાંત ભૂષણ દ્વારા પણ અરજી દાખલ કરવામાં આવી હતી. ભારતે ૨૦૦૭માં ૧૨૬ વિમાનો ખરીદવાની પ્રક્રિયા શરૂ કરી હતી. યુપીએ સરકારના ગાળા દરમિયાન રાફેલને લઇને સમજૂતિ થઇ શકી ન હતી. તે વખતે સોદાબાજીને લઇને બંને પક્ષો વચ્ચે વાતચીત ચાલી હતી. તત્કાલિન સંરક્ષણમંત્રી એકે એન્ટોનીએ ભારતીય હવાઈ દળના પ્રસ્તાવને લીલીઝંડી આપી હતી.
લાંબી પ્રક્રિયા બાદ આ મામલો આગળ વધ્યો હતો. છેલ્લી મંત્રણા ૨૦૧૪ની શરૂઆત સુધી ચાલી હતી પરંતુ સમજૂતિ થઇ શકી ન હતી. પ્રતિ રાફેલ વિમાનની કિંમતની જાહેરાત સત્તાવારરીતે કરવામાં આવી ન હતી પરંતુ અગાઉની યુપીએ સરકારે સંકેત આપ્યો હતો કે, આ સોદાબાજી ૧૦.૨ અબજ ડોલરની રહેશે. કોંગ્રેસે દરેક વિમાનના દરને સામેલ કરીને આની કિંમત ૫૨૬ કરોડ રૂપિયાની આસપાસ હોવાની વાત કરી હતી.

Related posts

35ए को खत्म करने को लेकर अफवाहें हैं, सभी को इकट्ठा हो जाना चाहिए : महबूबा मुफ़्ती

aapnugujarat

मुंबई के पास भिवंडी में तीन मंजिला इमारत गीरी : एक मौत

aapnugujarat

બાબા રામ રહીમ જેલમાં કેદી નંબર ૧૯૯૭ બન્યાં

aapnugujarat

Leave a Comment

UA-96247877-1