Aapnu Gujarat
રાષ્ટ્રીય

બાબા રામ રહીમ જેલમાં કેદી નંબર ૧૯૯૭ બન્યાં

રેપના કેસમાં દોષિત જાહેર કરવામાં આવ્યા બાદ ડેરા સચ્ચા સૌદાના વડા બાબા રામ રહીમ સિંહ હવે કેદી નંબર ૧૯૯૭ બની ગયા છે. બાબાએ પ્રથમ દિવસે કસ્ટડીમાં સામાન્ય કેદીની જેમ પ્રથમ દિવસ પસાર કર્યો હતો. બાબાને કોઇ ખાસ સુવિધા આપવામાં આવી ન હતી. બાબાને સામાન્ય કેદીની જેમ જ રાખવામાં આવ્યા છે. કોઇ ખાસ સુવિધા વગર તેમને સેલમાં રાખવામાં આવી રહ્યા છે. શુક્રવારે ૩.૩૦ વાગે રોહતક ખાતેની સુનારિયા જેલમાં બાબાને લાવવામાં આવ્યા હતા. એક કલાક સુધી યોગા કર્યા હતા અને પાંચ વાગે ઉઘવા માટે જતા રહ્યા હતા. ત્યારબાદ સવારે ૬.૩૦ વાગે ઉઠી ગયા હતા. ગ્રીન ટી લીધા બાદ બ્રેકફાસ્ટમાં બ્રેડની બે સ્લાઇસ અને ચા લીધી હતી. લંચમાં બે રોટલી અને દાળ લીધી હતી. રવિવારથી તેમને પણ અન્ય કેદીઓની જેમ સમય ગાળવો પડશે. જેના ભાગરૂપે સવારે પાંચ વાગે ઉઠી જવુ પડ્યુ છે. ચા માટે લાઇન લગાવવાની ફરજ પડી હતી. ત્યારબાદ કસરત માટે મેદાનમાં જવાની ફરજ પડે છે. ત્યારબાદ નૈતિક મુલ્યો માટે લેક્ચરમાં બાગ લેવાની ફરજ પડે છે. સ્નાન અને બ્રેકફાસ્ટ બાદ તેમને દરરોજની કામગીરી સોંપી દેવામાં આવનાર છે. જેલ સંકુલમાં જે કામ કરી રહ્યા છે તેના માટે બાબાને એક દિવસમાં ૨૦ રૂપિયા મળનાર છે. બે વાગે તમામ કેદીઓને લંચ આપવામાં આવે છે. ત્યારબાદ થોડાક સમય માટે આરામ આપી દેવામાં આવે છે. સાંજની પ્રાર્થના અને ત્યારબાદ ડિનર આપવામાં આવે છે. વિશ્વમાં છ કરોડ સમર્થકો અને અનુયાયી હોવાનો દાવો કરનાર બાબા રોહતક જિલ્લાની જેલમાં કેદી નંબર ૧૯૯૭ તરીકે આખી રાત ઉંઘી શક્યા ન હતા. તેમને તમામ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવ્યા બાદ શુક્રવારે રાત્રે ૮-૩૦ વાગે જેલમાં લાવવામા આવ્યા હતા. આખી રાત બાબા ઉંઘી શક્યા ન હતા. સવારે એક કલાક સુધી યોગ કર્યા બાદ પાંચ વાગે તેમને ઉંઘ આવી હતી. સવારે ચાર વાગે યોગ કરવા લાગી ગયા હતા. સુનારિયા જેલમાં બાબાને ૩.૩૦ વાગે લાવવામાં આવ્યા હતા. ડેરા સચ્ચા સૌદાના વડા વિવાદાસ્પદ બાબા ગુરમિત રામરહીમ સિંહને પંચકુલામાં ખાસ સીબીઆઈ કોર્ટે ૨૫મી ઓગષ્ટના દિવસે બળાત્કારના કેસમાં દોષિત જાહેર કર્યા બાદ તરત જ જ્યુડિશિયલ કસ્ટડીમાં લઇ લેવામાં આવ્યા હતા.

Related posts

सेना कश्मीर में महिलाओं के साथ बुरा बर्ताव कर रहीः आजम

aapnugujarat

બેરોજગાર બ્રાહ્મણોને આંધ્ર પ્રદેશ સરકાર આપે છે મફતમાં કાર

aapnugujarat

‘ફીર એક બાર મોદી સરકાર’ના નારા સાથે ભાજપ મેદાનમાં

aapnugujarat

Leave a Comment

UA-96247877-1