Aapnu Gujarat
રાષ્ટ્રીય

બેરોજગાર બ્રાહ્મણોને આંધ્ર પ્રદેશ સરકાર આપે છે મફતમાં કાર

હજી બે દિવસ પહેલા જ કેન્દ્રની મોદી સરકારે ગરીબ સુવર્ણોને શિક્ષણ સંસ્થાનો અને સરકારી નોકરીઓમાં ૧૦ ટકા અનામત આપતુ મહત્વપૂર્ણ બિલ લોકસભા અને રાજ્યસભા એમ સંસદના બંને ગૃહોમાં પસાર કરાવ્યું. પરંતુ આંધ્ર પ્રદેશન એક ખાસ કારણને લઈને આજકાલ ભારે ચર્ચામાં છે.
આંધ્ર પ્રદેશ સરકારે તો ગરીબી રેખા નીચેના બેરોજગાર બ્રાહ્મણ યુવાઓને રોજગારી પૂરી પાડવાના ઉદ્દેશ્યથી મોંઘીદાટ એવી સ્વિફ્ટ ડિઝાયર કાર પુરી પાડી રહી છે. જે માટે બે લાખ રૂપિયા સરકાર તરફથી આપવામાં આવીરહ્યાં છે જે સબસિડી તરીકે હશે અને તેને પાછા આપવાના રહેશે નહીં. બાકીની રકમ સસ્તા વ્યાજ દરે હપ્તે હપ્તે લાભાર્થીએ ચૂકવવાના રહેશે. ૫૦ યુવાઓને ગાડી આપીને આ યોજનાની શરૂઆત કરવામાં આવી રહી છે. ત્યારબાદ તેનો વિસ્તાર થશે.
આ બાબત દેશભરમાં ચિંતાનો વિષય બની છે. પરંતુ બહુ ઓછા લોકોને ખબર હશે કે આંધ્ર પ્રદેશ એક એવું રાજ્ય છે કે જ્યાં બ્રાહ્મણોના કલ્યાણ માટે સરકારી ઉપક્રમ તરીકે એક કોર્પોરેશન (આંધ્ર પ્રદેશ બ્રાહ્મણ વેલફેર કોર્પોરેશન, જેને એબીસી કહેવાય છે) પહેલેથી બનેલુ છે. આ કોર્પોરેશનની શાખા તરીકે આંધ્ર પ્રદેશ બ્રાહ્મણ કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટી પણ છે. જે સસ્તા વ્યાજ દરે લોન આપે છે. કોર્પોરેશન અલગ અલગ રીતે નવ યોજનાઓ ચલાવે છે.

Related posts

મોદીએ વારાણસીમાં ઉમેદવારીપત્ર ભર્યું

aapnugujarat

રાજસ્થાન કોંગ્રેસમાં રાજકીય સંકટ : ભાજપમાં ખુશીનો માહોલ

aapnugujarat

श्रीनगर के लाल चौक ध्वजारोहण में अयोध्या के युवा भी शामिल होंगे

aapnugujarat

Leave a Comment

UA-96247877-1