Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

લોકસભા ચૂંટણી પહેલાં સરકાર લાવશે નવી ઔદ્યોગિક નીતિ

લોકસભાની ચૂંટણી પહેલા કેન્દ્ર સરકાર નવી ઔદ્યોગિક નીતિ જાહેર કરે તગડી સંભાવના છે. દેશમાં બેરોજગારીનો પ્રશ્ન છે, અને કોંગ્રેસે પણ સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. મોદી સરકાર હવે દેશમાં રોજગારી વધે તે માટે વિદેશી રોકાણ આકર્ષી અને નાના તેમજ મધ્યમ ઉદ્યોગોને રક્ષણ પુરુ પાડીને નવી રોજગારીનું સર્જન થાય તે દિશામાં વિચારી રહી છે, આવા તમામ પાસાઓ નવી ઔદ્યોગિક નીતિમાં આવરી લેવામાં આવશે.મોદી સરકારે સાડા ચાર વર્ષોમાં આર્થિક મોરચા પર અનેક સુધારા કર્યા છે. પણ તે આર્થિક સુધારાને લઈને સમાજમાં અલગઅલગ અભિપ્રાય છે. સરકાર હાલમાં કોઈ મોટા આર્થિક સુધારા કરીને જોખમ લેવા માંગતી નથી, કે જેનાથી લોકોની નારાજગી વધે. કારણ કે આગામી ૨૦૧૯માં લોકસભાની ચૂંટણી આવી રહી છે. કેન્દ્ર સરકારને સૌથી મોટી ચિંતા એ છે કે ગત લોકસભાની ચૂંટણી વખતે કરેલા વાયદો પૂરા નથી કર્યા. જેમાં વાર્ષિક ૧ કરોડ લોકોને રોજગારી આપવાની વાત કરવામાં આવી હતી. આથી હવે સરકાર પોતાનું ધ્યાન નાના અને મધ્યમ ઉદ્યોગો પર કેન્દ્રિત કરી રહી છે, જે રોજગારીનો મોટો સ્ત્રોત છે.
આગામી ૨૦૧૯માં યોજાનાર લોકસભાની ચૂંટણી પહેલા ઘરેલુ ઉત્પાદનને વધારવા અને આર્થિક વિકાસને તેજ ગતિ આપવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર ઔદ્યોગિક નીતિ ખૂબ જ ઝડપથી જાહેર કરનાર છે.કેન્દ્રીય ઔદ્યોગિક નીતિ અને સંવર્ધન વિભાગના સચીવના કહેવા પ્રમાણે નવી ઔદ્યોગિક નીતિથી કોઈપણ કંપનીઓએ જમીન અને ઉપકરણ ખરીદવાની જરૂરિયાત રહેશે નહી. તેના બદલે તેઓ એક લાંબા સમય સુધીના કોન્ટ્રેક્ટ સાઈન કરીને લીઝ પર લઈ શકશે. જેનાથી તેને ઉત્પાદન શરૂ કરવામાં પડતર નીચી આવશે તેમજ સમય પણ બચી જશે. ઈન્ડસ્ટ્રિયલ ક્લસ્ટરમાં હાજર કંપનીઓ પણ તેમના ઈન્ફ્રાસ્ટ્રકચરને જાહેર કરી શકશે.નવી ઔદ્યોગિક નીતિમાં નવા સુધારા હશે, જેમાં ઉદ્યોગોએ પ્રતિસ્પર્ધી બનવું પડશે, તેમજ પોતાની ટેકનોલોજી અપડેટ કરવાનું પણ જણાવાશે. કોસ્ટિંગ નીચી આવે અને તેની સાથે લોજિસ્ટિક્સમાં સુધારો લાવવા પડશે. તેમ જ કામદારોને કૌશલ્યયુક્ત બનાવવા પડશે. ઔદ્યોગિક નીતિમાં આ બધી ચીજોનો સમાવેશ કરાશે, તેમ જાણવા મળી રહ્યું છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારે એક વર્ષમાં ૧૦ લાખ રોજગારીનું સર્જન કરવાનો વાયદો કર્યો હતો, જે વાયદો પૂરો કરવા માટે તેઓ કાર્યરત થયા છે.
કોંગ્રેસે પણ દેશમાં વધતી જતી બેરોજગારીનો પ્રશ્ન પણ ઉઠાવ્યો છે, અને સરકારની કાર્યશૈલીનો વિરોધ કર્યો છે. હવે મોદી સરકાર નવી ઔદ્યોગિક નીતિ લાવીને રોજગારી ઉભી કરવાનીદિશામાં ગંભીરપણે વિચારી રહી છે. નવી ઔદ્યોગિક નીતિથી દેશમાં ૧૦૦ અબજ ડૉલરથી વધુના રોકાણના આકર્ષિત કરી શકશે અને ભારતની અર્થવ્યવસ્થામાં નવા પ્રાણ ફૂંકી શકવાનો પ્રયાસ કરશે. સપ્ટેમ્બર કવાર્ટરમાં જીડીપી વિકાસ દર ઓછો રહેવાની ધારણા રખાઈ રહી છે. વળી બેંકોને લિક્વિડિટીની મુશ્કેલી છે, જેથી રાજ્યોની ચૂંટણી પહેલાં વેપારધંધાને નુકશાન થયું છે.લઘુ અને મધ્યમ ઉદ્યોગો માટે નિયમોમાં ઢીલ આપવામાં આવશે, તેમ જાણવા મળે છે.
એશિયાની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા ભારતની છે. કુલ ઉદ્યોગોમાં નાના અને મધ્યમ ઉદ્યોગોની હિસ્સેદારી ૯૦ ટકા છે. આ મહિનાની શરૂઆતમાં જાહેર થયેલ ઈઝ ઓફ ડૂંઈગ બિઝનેસની રેંકિંગમાં ભારત ૨૩ સ્થાનની છલાંગ લગાવીને ૭૭માં સ્થાન પર પહોંચી ગયું છે.કેન્દ્ર સરકાર ૧૦૦ અબજ ડૉલરની દિલ્હી મુંબઈ કોરિડોરનું કામ પુરું કરવામાં જોડાઈ છે. જેમાં એક દશકાનો વિલંબ થયો છે. બે અબજ ડૉલરની પરિયોજના પરનું કામ પુરુ થઈ ગયું છે. અને કંપનીઓ ફેકટરીઓ ઉભી કરવા માટે જમીન શોધી રહી છે.

Related posts

અયોધ્યા કેસ : વિવાદાસ્પદ જમીન છોડી બાકી પર યથાસ્થિતી દુર કરવાની માંગ

aapnugujarat

મુફ્તી તમામ જવાબદારી અદા કરવામાં નિષ્ફળ રહ્યા : રામ માધવ

aapnugujarat

મંદિર માટે અચોક્કસ મુદ્દત સુધી રાહ જોવા તૈયાર નથી : વિશ્વ હિન્દુ પરિષદ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1