Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

અયોધ્યા કેસ : વિવાદાસ્પદ જમીન છોડી બાકી પર યથાસ્થિતી દુર કરવાની માંગ

રામજન્મભૂમિ વિવાદના મામલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ સરકારે આખરે મોટુ પગલુ લીધુ છે. મોદી સરકારની આ હિલચાલને ખુબ નિર્ણાયક ગણવામાં આવે છે. સરકારે આજે અયોધ્યા વિવાદ મામલામાં વિવાદાસ્પદ જમીનને છોડીને બાકી જમીનને પરત કરવા અને તેના પર જારી યથાસ્થિતીને દૂર કરવા માટેની માંગ કરી છે. આને લઇને સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. સરકારે પોતાની અરજીમાં ૬૭ એકર જમીનમાંથી કેટલાક હિસ્સાને સોંપી દેવા માટેની માંગ કરી છે. આ ૬૭ એકર જમીન ૨.૬૭ એકર વિવાદાસ્પદ જમીનની ચારેબાજુ સ્થિત છે. સુપ્રીમ કોર્ટે વિવાદાસ્પદ જમીન સહિત ૬૭ એકર જમીન પર યથાવસ્થિતી જાળવી રાખવા માટેનો આદેશ આપ્યો હતો. સરકારના આ નિર્ણયનુ વિશ્વ હિન્દુ પરિષદ અને હિન્દુવાદી સંગઠનો દ્વારા સ્વાગત કરવામાં આવ્યુ છે. વર્ષ ૧૯૯૩માં કેન્દ્ર સરકારે અયોધ્યા અધિગ્રહણ એક્ટ હેઠળ વિવાદાસ્પદ સ્થળ અને આસપાસની જમીનનુ અધિગ્રહણ કરી લીધુ હતુ અને પહેલાથી જ જમીન વિવાદને લઇને દાખલ તમામ અરજીઓને ફગાવી દીધી હતી. સરકારના આ એક્ટને સુપ્રીમ કોર્ટમાં પડકાર ફેંકવામાં આવ્યો હતો. કેન્દ્ર સરકારે વિવાદાસ્પદ રામજન્મભૂમિ જમીનની આસપાસની વધારાની જમીનને પરત કરી દેવાની માંગ કરી છે. કેન્દ્ર સરકારે આજે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. સરકાર દ્વારા આમાં તર્કદાર દલીલો કરી છે. કેન્દ્ર સરકારે વધારાની જમીનનો ઉપયોગ ઇનગ્રેસ આપવા માટે કરવાનો નિર્ણય કર્યો છે. આ મામલામાં આજે સુનાવણી થનાર હતી પરંતુ રવિવારના દિવસે જ ટાળી દેવામાં આવી હતી. આની સાથે જ તારીખ પર તારીખ પડવાનો સિલસિલો જારી રહ્યો છે. આના બે દિવસ પહેલા સીજેઆઈ રંજન ગોગોઇએ અયોધ્યા મામલાની સુનાવણી માટે પાંચ બંધારણીય બેંચની રચના કરી હતી. સુપ્રીમ કોર્ટના એડિશનલ રજિસ્ટ્રાર લિસ્ટિંગ તરફથી રવિવારના દિવસે જારી નોટિસમાં કહેવામાં આવ્યું હતુ કે બંધારણીય બેંચમાં સામેલ કરાયેલા જસ્ટિસ એસએ બોબડે ૨૯મીએ ઉપસ્થિત રહેશે નહીં જેથી સુનાવણી કરાશે નહીં. અત્રે નોંધનીય છે કે, અયોધ્યા મામલાની સુનાવણી માટે ૨૫મી જાન્યુઆરીના દિવસે દેશના ચીફ જસ્ટિસ રંજન ગોગોઇએ આખરે નવી બેંચની રચના કરી હતી. આ બેંચમાં જસ્ટિસ અશોક ભૂષણ, જસ્ટિસ અબ્દુલ નઝીર સામેલ કરવામાં આવ્યા હતા અને ૨૯મી જાન્યુઆરીના દિવસે પાંચ જજની બેંચ દ્વારા મામલાની સુનાવણી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો પરંતુ હવે આજે પણ આ મામલે સુનાવણી થઇ શકી ન હતી. તારીખ પર તારીખ પડવાનો સિલસિલો જારી રહ્યો છે. નવી રચવામાં આવેલી બેંચમા અન્ય ત્રણ જજમાં સીજેઆઈ, જસ્ટિસ એસએ બોબડે અને જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ સામેલ હતા. તે પહેલા વર્ષો જુના અયોધ્યા વિવાદ કેસના મામલામાં સુનાવણી સુપ્રીમ કોર્ટે ૨૯મી ઓક્ટોબરના દિવસે જાન્યુઆરીના પ્રથમ સપ્તાહ સુધી ટાળી દીધી હતી. ચીફ જસ્ટીસ રંજન ગોગોઇના નેતૃત્વમાં રચવામાં આવેલી બેંચે અયોધ્યા વિવાદ મામલામાં સુનાવણી જાન્યુઆરી ૨૦૧૯ સુધી ટાળી દીધી હતી. સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસના નેતૃત્વવાળી બેચમાં સંવેદનશીલ અયોધ્યા રામ મંદિર-બાબરી મસ્જિદ જમીન વિવાદના મામલામાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જો કે ટુંકા ગાળામાં જ મામલાની સુનાવણીને ૧૦મી જાન્યુઆરી સુધી ટાળી દેવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. ત્યારબાદ પણ હજુ સુધી મામલામાં સુનાવણી થઇ શકી નથી. અયોધ્યામાં રામ જન્મભૂમિ બાબરી મસ્જિદ ખાતે ૨.૭૭ એકર જમીન ઉપર માલિકીને લઇને હિન્દુ અને મુસ્લિમ સમુદાયના લોકો વચ્ચે સદીઓથી વિવાદ જારી છે. અલ્હાબાદ હાઈકોર્ટે વર્ષ ૨૦૧૦માં ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો જેની સામે સતત અરજીઓ કરવામાં આવી હતી. અલ્હાબાદ હાઈકોર્ટે વર્ષ ૨૦૧૦માં ઐતિહાસિક ચુકાદો આપતા વિવાદાસ્પદ જમીનને ત્રણ ભાગોમાં વિભાજિત કરી હતી જેમાં રામલલ્લા, સુન્ની વક્ફ બોર્ડ અને નિરમોહી અખાડા વચ્ચે જમીન વિભાજિત કરી હતી. તત્કાલિન સીજેઆઈ દિપક મિશ્રા, જસ્ટિસ અશોક ભૂષણ અને જસ્ટિસ એસ અબ્દુલનઝીરની બેંચે છેલ્લા ચુકાદામાં સાત વર્ષ જુની અરજી પર વહેલીતકે સુનાવણી આડેની અડચણોને દૂર કરી હતી. અલ્હાબાદ હાઈકોર્ટના ચુકાદાને પડકાર ફેંકીને આ અરજી દાખલ કરવામાં આવી હતી. સાથે સાથે પેન્ડિંગ અરજીઓને પાંચ જજની બેંચ સમક્ષ મોકલી દેવાની મુસ્લિમ પાર્ટીઓની અપીલને પણ સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી હતી. બહુમતિ સાથે ચુકાદો આવ્યો હતો.
સુપ્રીમ કોર્ટે ૨૭મી સપ્ટેમ્બરના દિવસે પાંચ સભ્યોની બેંચના મસ્જિદમાં નમાઝ ઇસ્લામ માટે ફરજિયાત નહીં ગણાવવાના અગાઉના ચુકાદાને યોગ્ય ઠેરવીને આને મોટી બેંચને સોંપવાનો ઇન્કાર કરી દીધો હતો. મસ્જિદમાં નમાઝને લઇને સુપ્રીમ કોર્ટે મોટો ચુકાદો આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે અયોધ્યા જમીન વિવાદ કેસને પાંચ જજની બેંચને સોંપવાનો સાફ શબ્દોમાં ઇન્કાર કરી દીધો હતો. સુપ્રીમ કોર્ટે આ ચુકાદો આપતી વેળા કેટલાક તારણો પણ રજૂ કર્યા હતા. તત્કાલિન ચીફ જસ્ટિસ દિપક મિશ્રા અને જસ્ટિસ અશોક ભુષણે ૨-૧ની બહુમતિથી આ ચુકાદો આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે ચુકાદો આપતી વેળા કેટલીક રજૂઆત કરી હતી. સુપ્રીમ કોર્ટના અગાઉના ચુકાદાને મોટી બેંચને મોકલી દેવાની માંગ ફગાવી દેવામાં આવી હતી. રામમંદિર માટે થનાર આંદોલન દરમિયાન છઠ્ઠી ડિસેમ્બર ૧૯૯૨ના દિવસે અયોધ્યામાં બાબરી મસ્જિદને તોડી પાડવામાં આવી હતી. આ મામલામાં અપરાધિક કેસની સાથે સાથે અન્ય કેસ ચાલ્યા હતા. ટાઇટલ વિવાદ સાથે સંબંધિત મામલો સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે. ૩૦મી સપ્ટેમ્બર ૨૦૧૦ના દિવસે અલ્હાબાદ હાઈકોર્ટે પોતાનો ચુકાદો આપ્યો હતો જેમાં કહેવામાં આવ્યું હતું કે, ત્રણ પક્ષો વચ્ચે જે જોગવાઈ છે તે મુજબ વચ્ચેનો હિસ્સો હિન્દુઓનો રહેશે જ્યાં હાલમાં રામલલ્લાની મૂર્તિ છે. નિરમોહી અખાડાને બીજો હિસ્સો આપવામાં આવ્યો હતો જેમાં સીતા રસોઈ અને રામ સંકુલ છે. બાકી એક તૃતિયાંશ હિસ્સો સુન્ની વક્ફ બોર્ડને આપવામાં આવ્યો હતો. આ તમામ મામલામાં હોબાળો થયો હતો. આ ચુકાદાને તમામ પક્ષકારોએ સુપ્રીમ કોર્ટમાં પડકાર ફેંક્યો હતો. નવમી મે ૨૦૧૧ના દિવસે સુપ્રીમ કોર્ટે અલ્હાબાદ હાઈકોર્ટના ચુકાદા પર પ્રતિબંધ મુકીને સ્થિતિને યથાવત રાખવાનો આદેશ કર્યો હતો.

Related posts

સુપ્રીમ કોર્ટે આરકોમને રુપિયાનું દેવું ચૂકવવા આપ્યો ૧૫ ડિસેમ્બર સુધીનો સમય

aapnugujarat

૨૦૧૪ની ચૂંટણીનાં પાંચમાં તબક્કામાં ભાજપે ૫૧ બેઠક પૈકીની ૩૯ જીતી હતી

aapnugujarat

दादा-दादी बने मुकेश-नीता अंबानी, बहू श्लोका ने दिया बेटे को जन्म

editor

Leave a Comment

UA-96247877-1