Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

મુફ્તી તમામ જવાબદારી અદા કરવામાં નિષ્ફળ રહ્યા : રામ માધવ

જમ્મુ કાશ્મીર સરકારને રાજ્યની સ્થિતિને સુધારવા અને વિકાસની કામગીરીને હાથ ધરવા માટે ૮૦ કરોડ રૂપિયાનું વિકાસ પેકેજ આપવામાં આવ્યું હતું. કેન્દ્ર સરકાર હંમેશા જમ્મુ કાશ્મીર સરકારને મદદ કરી રહી હતી. જમ્મુ કાશ્મીરમાં ફ્રીડમ ઓફ સ્પીચ ખતરામાં હોવાની પણ વાત કરવામાં આવી હતી. ભાજપનું કહેવું છે કે, ત્યાં પત્રકાર સુજાત બુખારીની ઘાતકી હત્યા કરી દેવામાં આવી હતી. જનતાના જનાદેશને ધ્યાનમાં લઇને જમ્મુ કાશ્મીરમાં પીડીપીની સાથે સરકાર ચલાવવાનો નિર્ણય ભાજપે કર્યો હતો તેમ જણાવીને ભાજપના નેતા રામ માધવે કહ્યું છે કે, સહમતિ સાથે હવે સમર્થન પરત લઇ લેવામાં આવ્યું છે. ગઠબંધન આગળ વધે તેવી સ્થિતિમાં ન હતું. બીજી બાજુ અન્ય રાજકીય પક્ષોએ પણ પોતપોતાની પ્રતિક્રિયા આપી છે. રામ માધવે ઉમેર્યું હતું કે, રાજ્યમાં આતંકવાદી હિંસાઓ વધી રહી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ પ્રમુખ અમિત શાહની સહમતિ બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. તેમણે એણ પણ કહ્યું હતું કે, ત્રણ વર્ષના ગાળા સુધી એક સાથે સરકાર ચલાવ્યા બાદ અમે આવા તારણ ઉપર પહોંચ્યા હતા કે, કાશ્મીરમાં જે પરિસ્થિતિ ઉભી થઇ હતી તેના ઉપર નિયંત્રણ કરવા માટે અમે અલગ થઇ રહ્યા છે. પીડીપીએ હંમેશા અડચણો ઉભી કરી હતી. જવાબદારી અદા કરવામાં મહેબુબા મુફ્તી નિષ્ફળ રહ્યા છે. મહેબુબા ખીણમાં સ્થિતિને સુધારવા નિષ્ફળ પુરવાર થઇ રહ્યા હતા. બીજી બાજુ કોંગ્રેસના નેતાઓએ પણ પ્રતિક્રિયાઓ આપી છે. પીડીપીના પ્રવક્તાનું કહેવું છે કે, ભાજપ સાથે મળીને સરકાર ચલાવવાના તમામ પ્રયાસો કરવામાં આવ્યા હતા.

Related posts

વીડિયો જોઈ રહેલી 8 વર્ષની બાળકીના ચહેરા પર મોબાઈલ ફાટ્યો, ગંભીર ઈજા થતા મોત

aapnugujarat

देश के दूसरे हिस्सों में दाखिल हुआ दक्षिण-पश्चिमी मॉनसून

aapnugujarat

પાવર સેક્ટર માટે મોટો ઝાટકો, સીએનજી ગેસની સપ્લાઈ થશે બંધ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1