Aapnu Gujarat
તાજા સમાચારબિઝનેસ

પાવર સેક્ટર માટે મોટો ઝાટકો, સીએનજી ગેસની સપ્લાઈ થશે બંધ

સરકાર પ્રાથમિકતાના આધાર પર પાવર પ્લાન્ટ્‌સને નેચરલ ગેસની સપ્લાય બંધ કરવાની યોજના બનાવી રહી છે. પહેલાથી નાણાકીય મુશ્કેલીઓનો સામનો કરી રહેલ પાવર સેક્ટર માટે આ મોટો ઝાટકો હશે. હાલમાં દેશમાં જેટલુ ગેસ ઉત્પાદન કરવામાં આવે છે. તેમાંથી ૩૭ ટકા હિસ્સો પાવરપ્લાન્ટ્‌સને મળે છે. સરકારના આ પગલાથી દેશની સૌથી મોટી વીજ કંપની એનટીપીસીને કંઇક વધુ તકલીફો થઇ શકે છે. જેની પાસે ગેસ થી ચાલનાર સાત પાવર પ્લાન્ટ છે.
પેટ્રોલિયમ મિનીસ્ટ્રી દ્વારા આ પ્રસ્તાવ મૂકવામાં આવેલ છે. તે ડોમેસ્ટિક ગેસની કિંમત નક્કી કરવાની હાલની વ્યવસ્થાને બદલવા માંગે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આની જગ્યાએ તે એવો રસ્તો અપનાવવા માંગે છે જેમાં માર્કેટ ગેસની કિંમતો નક્કી કરે તેમાં લોકલ ગેસને એલએનજીની સાથે પૂલ કરીને ગેસ એક્સચેંજથી માર્કેટ પ્રાઇસ નક્કી કરવામાં આવશે. એક મોટા સરકારી અધિકારીના જણાવ્યા અનુસાર પેટ્રોલિયમ મીનીસ્ટ્રીએ તેના માટે એક કેબીનેટ નોટ તૈયાર કરી છે. આ નોટમાં પાવર પ્લાન્ટ્‌સને પ્રાયોરીટી એલોકેશન લિસ્ટમાંથી હટાવવાની માંગ કરવામાં આવી છે.
પ્રાયોરીટીના આધાર પર સીટી ગેસ ડિસ્ટ્રીબ્યુશન અને ફર્ટિલાઇઝર સેક્ટરને પણ ગેસની સપ્લાઇ કરવામાં આવે છે. તેમાં કોઇ રીતના ફેરફાર અંગે પ્રસ્તાવ કરવામાં આવ્યો નથી. એનટીપીસી પાસે ગેસ બેઝ્‌ડ સાત પાવર પ્લાન્ટ છે. જેની ઉત્પાદન ક્ષમતા ૪૦૦૦ મેગાવોટ કરતા વધુ છે. તે માટે કંપનીને ૭ એમએમએસસીએમડી ગેસની જરૂરત પડે છે. વિજળી ક્ષેત્રને હાલમાં ૩૭ ટકા ડોમેસ્ટિક ગેસની જે સપ્લાય કરવામાં આવી રહી છે. તેમાંથી મોટો હિસ્સો એનટીપીસીને મળી રહ્યો છે. આ મુદ્દે એનટીપીસીના એક અધિકારીએ જણાવ્યુ કે, આ અમારી કંપની અને આખા પાવર સેક્ટર માટે ખરાબ સમાચાર છે. અમને વધુમાં વધુ ગેસ ઓએનજીસી દ્વારા મળે છે. ગેલે અમને ગેસ સપ્લાય કરવા માટે પાઇપલાઇનમાં જે રોકાણ કર્યું છે. ખાસ કરીને તેની પર ઘણી અસર પડશે.

Related posts

અદાણી સામેના આરોપોની તપાસ માટે સુપ્રીમે સેબીને વધારાની મુદ્દત આપી

aapnugujarat

રાજસ્થાન સીમા પર રાજનાથસિંહ જવાનો સાથે દશેરા ઉજવશે

aapnugujarat

વિડિયોકોન કેસ : FIRમાં ચંદા, દિપક કોચરના નામ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1