Aapnu Gujarat
રમતગમત

ધોની ખુદ ઈચ્છે છે કે હું ટી-૨૦ ફોર્મેટમાં ઋષભ પંતને મોકો આપું : કોહલી

ભારતે તિરૂવનંતપુરમ વનડેમાં વેસ્ટઈન્ડિઝને ૯ વિકેટથી હરાવીને પાંચ મેચોની વનડે સીરિઝ પર ૩-૧થી કબજો કરી લીધો હતો. ભારતે છેલ્લી વનડેમાં શાનદાર પ્રદર્શન કરીને વિન્ડિઝને હરાવ્યું હતું, તે સાથે વેસ્ટઈન્ડિઝને હરાવીને સતત છઠ્ઠી વખત સીરિઝ પર પોતાનો કબજો કર્યો હતો. હવે વનડે સીરિઝ પછી ભારતે ૪ નવેમ્બરે વેસ્ટઈન્ડિઝ વિરુદ્ધ ૩ મેચોની ટી-૨૦ સીરિઝ રમવાની છે. ધોનીને ઓસ્ટ્રેલિયા અને વેસ્ટઈન્ડિઝ વિરુદ્ધ ટી-૨૦ સીરિઝની ટીમમાં પસંદગી કરવામાં આવી નથી.
મીડિયા રિપોર્ટસ પ્રમાણે, વિરાટ કોહલી અને રોહિત શર્મા સાથે ધોનીના ટી-૨૦ ભવિષ્યને લઇને વાતચીત કરી હતી. જેના પર કેપ્ટન વિરાટ કોહલીએ વનડે સીરિઝ જીત્યા બાદ એક પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું કે, મહેન્દ્ર સિંહ ધોની વનડે ટીમનો મહત્વપૂર્ણ ભાગ છે. ધોનીને કોઇ સીરિઝમાં પસંદગી ન થાય તો જરૂરતથી વધારે તેના પર ક્યાસ લગાવવા ન જોઇએ. કોહલીએ કહ્યું કે, હું નિશ્ચિત રૂપથી કહી શકું છું કે ટીમ પસંદગી કર્યા પહેલા સેલેક્ટર્સ અને ધોની વચ્ચે વાતચીત થઇ હતી. જો કે, હું તે વાતચીતનો હિસ્સો નહોતો. ધોની ઈચ્છે છે કે હું ટી-૨૦ ફોર્મેટમાં ઋષભ પંતને વધારે મોકો આપવા માંગું છું.
કોહલીએ કહ્યું કે, મને લાગે છે કે આ મુદ્દાને લઇને લોક જરૂરતથી વધારે વિચારી રહ્યા છે. ધોની સામાન્ય રીતે અમારા માટે વનડેમાં રેગ્યુલર રમે જ છે, આ તો એક યુવા ખેલાડીની મદદ કરવા માટે લેવાયેલો નિર્ણય છે. બાકી જે લોકો કહી રહ્યા છે, એવી કોઈ વાત નથી.

Related posts

રહાણે-ભૂવનેશ્વર સહિત ૭ ખેલાડીની કારકિર્દી પર પ્રશ્નાર્થ

aapnugujarat

टीम की जीत में योगदान देकर खुश हूं : प्रीटोरियस

aapnugujarat

ધોની સ્ટમ્પની પાછળ, ટી-૨૦ના વર્લ્ડ રેકોર્ડમાં સૌથી આગળ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1