Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

ભારતમાં ૧૮થી ૩૬ વર્ષની ઉંમરના ૩૫ ટકા લોકોમાં સૌથી વધુ ઈન્ટરનેટનો ઉપયોગ

ઈન્ટરનેટની દુનિયામાં ભારત ઝડપથી આગળ વધી રહ્યું છે. એક અનુમાન અનુસાર ભારતમાં ૫૦ કરોડથી વધારે ઈન્ટરનેટ યુઝર્સ છે. વર્તમાન સમયની વાત કરીએ તો આજે દેશમાં ૪૮૦ મિલિયનથી વધારે સ્માર્ટફોન યૂઝર્સ છે. એટલે કે આજે દરેકના હાથમાં સ્માર્ટફોનની સાથે ઈન્ટરનેટ પણ છે. પરંતુ આ ઈન્ટરનેટ દર વર્ષે અનેક જગ્યાઓએ સમસ્યાનું કારણ પણ બને છે. મહત્વપૂર્ણ છે કે ભારતમાં ૧૮થી ૩૬ વર્ષની ઉંમરના લોકોમાંથી ૩૫ ટકા અને ૩૭ વર્ષથી વધારેના ૧૩ ટકા લોકો ઈન્ટરનેટનો ઉપયોગ કરે છે.
આ કારણે જ ભારતમાં ઈન્ટરનેટ પર રોક લગાવવા સરકાર અને પ્રશાસનએ સક્રિય થવું પડ્યું છે. દુનિયાના અન્ય દેશની સરખામણીમાં ભારત આ બાબતે સૌથી આગળ છે. ભારતમાં વર્ષ ૨૦૧૮માં સૌથી વધારે વખત ઈન્ટરનેટ બંધ કરવું પડ્યું હતું. જેનું મુખ્ય કારણ અથડામણ અને અજંપાભરી સ્થિતી હતી. ઈન્ટરનેટ બંધ કરવાનું મુખ્ય કારણ સોશિયલ મીડિયાના માધ્યમથી ફેલાતી અફવાઓ હોય છે.
ભારત સિવાય આઈસલેન્ડ, ઈસ્તોનિયામાં માત્ર ૬ વખત અને કેનેડામાં ૧૫ વખત ઈન્ટરનેટ બંધ કરવામાં આવ્યું હતું. જ્યારે ભારતમાં અલગ અલગ જગ્યાઓએ ૧૨૧ વખત ઈન્ટરનેટ બંધ કરવાની ફરજ પડી હતી. ચીન, ઈરાન અને સીરિયામાં અંદાજે ૮૮, ૮૫ અને ૮૩ વખત ઈન્ટરનેટ બંધ થયું હતું.

Related posts

કુમારસ્વામીનો મોદી પર આરોપ, કહ્યું- મોદી પ્રજાને ગેરમાર્ગે દોરે છે

aapnugujarat

लीक हुआ एसबीआई ग्राहकों का डेटा : रिपोर्ट

aapnugujarat

સરહદ ઉપર પાકિસ્તાનનો ફરીથી ભીષણ ગોળીબાર

aapnugujarat

Leave a Comment

UA-96247877-1