Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

મદદના બદલે મિલિટ્રી બેઝ બનાવવા જમીન આપવાનો માલદીવ સરકારનો નનૈયો

માલદીવની સરકારે ભારતને મોટી ઝટકો આપતા તે તમામ મીડિયા અહેવાલો ખોટા ગણાવ્યા છે જેમાં ભારત તરફથી મળી રહેલી મદદના બદલામાં ભારતીય સૈન્ય ટુકડીઓને માલદીવ મોકલવાની પરવાનગી આપવામાં આવી છે. માલદીવના વિદેશ મંત્રી અબ્દુલા શાહિદે જણાવ્યું કે માલદીવની જમીનનો કોઈ અન્ય દેશના મિલિટ્રી બેઝ માટે ઉપયોગ કરવામાં આવશે નહીં. તેઓએ તેમના ટિ્‌વટર એકાઉન્ટ પર લખ્યું કે અમે સ્પષ્ટ રીતે તે મીડિયા અહેવાલોને નકારીએ છે જેમાં માલદીવની મદદના બદલામાં માલદીવમાં ભારત સરકાર દ્વારા મિલિટ્રી બેઝ બનાવવાની વાત કહેવામાં આવી હતી. તેમણે આગળ લખ્યું કે આ સંપૂર્ણ રીતે આધારહિન છે. અમે દેશની જનતાને જણાવવામાં માંગીએ છીએ કે વર્તમાન સરકાર હંમેશા રાષ્ટ્રના ફાયદાઓને ધ્યાનમાં રાખીને કામ કરે છે. અને અમે કોઈ પણ આંતરરાષ્ટ્રીય સંબંધ સ્થાપિત નહીં કરીએ, જેની મદદથી દેશની સંપ્રભુતા અને સ્વતંત્રતાથી સમાધાન કરવું પડે.
હકીકતમાં થોડા દિવસ પહેલા જ પીએમ મોદીએ આર્થિક તંગીનો સામનો કરી રહેલા માલદીવને આશ્વાસન આપ્યું હતું કે તેઓ તેમને આ પરિસ્થિતિમાંથી દૂર કરવામાં શક્ય તેટલી મદદ કરશે. મોદીએ માલદીવના નવા રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ મોહમ્મદ સોલિહથી આ બાબતે વાત પણ કરી હતી. ખાસ વાત એ છે કે માલદીવના નવા રાષ્ટ્રપતિએ પદ સંભાળ્યા બાદ જણાવ્યું હતું કે દેશની આર્થિક પરિસ્થિતિ ઠીક નથી. જે રીતે ચીનના કારણે મુશ્કેલીઓ ઊભી થઇ રહી છે, તે અમારી અર્થવ્યસ્થા માટે યોગ્ય નથી. ભારતીય વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે પી.એમ. મોદીએ માલદીવને આર્થિક તંગીથી દૂર કરવા માટે રાષ્ટ્રપતિને દરેક સંભવિત મદદ કરવાનીની વાત કરી છે.
ઉલ્લેખનીય કે કે છેલ્લા કેટલાક સમયથી ચીન દ્વારા માલદીવમાં પોતાનું રોકાણ વધારવામાં આવ્યું છે. વાત રોડ બનાવવાની હોય અથવા તો હાઇ-વે અથવા હોટેલ, ચીન દરેક ક્ષેત્રમાં રોકાણ માટે માલદીવમાં પોતાના પૈસા લગાવી રહ્યું છે.
તાજેતરમાં દુનિયામાં પોતાના રિસોર્ટ માટે જાણીતા પાલમ ફ્રેન્ડ આઇલેન્ડ પર મોટી માત્રામાં રોકાણ કરી રહ્યું છે. ચીને અહીં ઘર, હોટેલ અને રોડ પર મોટા પાયે રોકાણ કર્યું છે. પરંતુ આ કારણે ચાર લાખથી વધુ લોકોને માલદીવ છોડવું પડ્યું હતું.

Related posts

Hong Kong ‘Umbrella movement’ protest leader Joshua Wong released from prison

aapnugujarat

6.8-magnitude earthquake in Turkey, 14 died

aapnugujarat

टेरर फंडिंग मामला : गिरफ्तारी पर बोले हाफिज – लश्कर से नहीं कोई संबंध

aapnugujarat

Leave a Comment

UA-96247877-1