Aapnu Gujarat
બ્લોગ

રજનીકાંત : બસ નામ હી કાફી હૈ

ઠગ્સ ઓફ હિન્દુસ્તાનની નિષ્ફળતાએ સિનેમાઘરોને મુશ્કેલીમાં મુકી દીધા છે આમિર અને અમિતાભ જેવા સશક્ત કલાકારો હોવા છતા આ ફિલ્મ નિષ્ફળ ગઇ તેનાથી લોકોને આશ્ચર્ય થાય છે આ ફિલ્મ ચાર દિવસ પણ ટકી નહી.તમામને આશા હતી કે આ ફિલ્મ દિવાળી પર ધમાકો કરશે પણ તે ફુસ્સી બોમ્બ નિકળી હાલમાં બધાઇ હો અને અંધાધુનનાં શો વધારવામાં આવ્યા છે જો કે તે દર્શકોને ખેંચવામાં સફળ રહી નથી.સનીની ભૈયાજી સુપરહીટ પણ નિષ્ફળ નિવડી તો પીહુ એટલી સશક્ત ન હતી કે તે સુપરહીટ સાબિત થાય.તેવામાં સિનેમાઘરોમાં છવાયેલો સન્નાટો રજનીકાંત અને અક્ષયની ૨.૦ જ દુર કરી શકે તેમ છે જે ૨૯મી નવેમ્બરે રજુ થઇ છે.આમ તો દક્ષિણમાં તેને બમ્પર ઓપનિંગ મળતા નિર્માતા અને નિર્દેશકોને શાંતિ મળી છે અને ભારતની આ સૌથી મોંઘી મનાતી ફિલ્મ આગળનાં દિવસોમાં કેવો વ્યવસાય કરે છે તેના પર લોકોની નજરો ટકેલી છે.આ ફિલ્મનું બજેટ ૫૪૩ કરોડનું હતું.ફિલ્મને અનેક ભાષાઓમાં ડબ કરીને રિલીઝ કરાઇ છે.રજનીકાંત આમ તો દક્ષિણમાં સુપરસ્ટાર છે પણ ઉત્તરમાં તેને એટલી સફળતા હાંસલ થઇ નથી પણ તેના ટ્રેલરને ખાસ્સુ પસંદ કરાયું હતું.આ ફિલ્મની સાથે રજનીકાંત જ નહી પણ શંકરની પ્રતિષ્ઠા પણ જોડાયેલી છે કારણકે બાહુબલીએ આ પહેલા ઇતિહાસ રચ્યો હતો અને રજનીકાંત અને શંકરની જોડીએ તેના કરતા પણ સારૂ પ્રદર્શન કરવું પડે તેમ છે.આ પહેલા આવેલી રોબોટે સારૂ પ્રદર્શન કર્યુ હતું એટલે તેની સિકવલ પર પણ એટલી જ આશાઓ સંકળાયેલી છે.ફિલ્મમાં વીએફએકસ પર ધુમ ખર્ચ કરાયો છે કહેવાય છે કે તેના ક્લાયમેક્સ પર જ ત્રીસ કરોડનો ખર્ચ કરાયો હતો.આ ફિલ્મમાં આમ તો રજનીકાંત જ મહત્વપુર્ણ છે પણ ઉત્તરમાં દર્શકો મળે તે માટે અક્ષયને પણ આ ફિલ્મમાં મહત્વની ભૂમિકા અપાઇ હતી અને અક્ષયે ખલનાયકની ભૂમિકા ભજવી છે.કહેવાય છે કે આ ફિલ્મ માટે અક્ષયને ૪૫ કરોડ ચુકવાયા હતા.અક્ષયનો લુક આ ફિલ્મમાં ડિફરન્ટ છે અને તેનાં મેકઅપ માટે ત્રણ કલાકનો સમય લાગતો હતો અને ઉતારવામાં એક કલાક જતો હતો.જો કે આ ફિલ્મ માટે અક્ષય પહેલી પસંદ ન હતો તેનાં પહેલા છ કલાકારોને આ ફિલ્મ ઓફર કરાઇ હતી પણ તમામે તેનો ઇન્કાર કર્યો હતો.
ફિલ્મ નિર્દેશક શંકરની પહેલી પસંદ આમ તો કમલ હાસન હતો જે દક્ષિણમાં રજનીકાંત જેટલો જ દિગ્ગજ કલાકાર મનાય છે જો કે લોકપ્રિયતાનાં મામલામાં તેનાથી પ્રતિભામાં ઉણા એવા રજનીકાંતનું નામ ક્યાય આગળ છે આથી જ કદાચ કમલે રજની સામે ખલનાયક બનવાનું સાહસ દર્શાવ્યું ન હતું.
કમલ બાદ આ રોલ આમિરને ઓફર થયો હતો પણ તે ત્યારે દંગલમાં વ્યસ્ત હોવાને કારણે તેણે આ ફિલ્મ કરવાનો ઇન્કાર કર્યો હતો.આમિર બાદ આ રોલ દક્ષિણનાં જ સુપરસ્ટાર વિક્રમને ઓફર કરાયો હતો જો કે વિક્રમે પણ આ રોલનો ઇન્કાર કર્યો હતો.શંકરને જ્યારે બોલિવુડનાં કલાકારોએ ઇન્કાર કર્યો ત્યારે તેમણે હોલિવુડ તરફ નજર ફેરવી હતી અને તેમણે આર્નોલ્ડ શ્વાર્જનેગરને વાત કરી હતી જે ફિલ્મ કરવા માટે તૈયાર તો થયો પણ તેણે જે રકમની માંગણી કરી કે શંકરે તેને સાઇન કરવાનો ઇરાદો છોડી દીધો હતો.તેમણે ફરી એકવાર ભારતીય કલાકારોનો સંપર્ક કરવાનો શરૂ કર્યો હતો.તેમણે રિતિકને આ માટે વાત કરી હતી પણ રિતિક જ્યારે પોતે જ સુપરહીરોનો રોલ કરતો હોય ત્યારે તેણે સુપર વિલન બનવાની વાતનો ઇન્કાર કર્યો હતો.આ દરમિયાન નીલ નીતિન મુકેશનાં નામનો પણ વિચાર કરાયો હતો નીલને તો આ ડ્રીમ ઓફર લાગી પણ સામે રજનીકાંત જેવો દિગ્ગજ હોય તે વાત વિચારીને જ તેણે આ ફિલ્મ કરવાનો ઇન્કાર કર્યો હતો.આખરે આ રોલ માટે અક્ષયનો સંપર્ક કરાયો હતો અને તે આ ફિલ્મ કરવા માટે રાજી થઇ ગયો હતો.
આ ફિલ્મની ડેટ આમ તો ઘણીવાર બદલવામાં આવી હતી પહેલા તે ૧૮ ઓકટોબર ૨૦૧૭ ત્યારબાદ ૨૫ જાન્યુઆરી ૨૦૧૮,૧૪ એપ્રિલ ૨૦૧૮, ૨૭ એપ્રિલ ૨૦૧૮નાં રોજ રિલીજ કરવાની જાહેરાત કરાઇ હતી આખરે તેને રજુ કરવાનું મુહુર્ત ૨૯ નવેમ્બર ૨૦૧૮નું ફિક્સ થયું હતું.આ ફિલ્મમાં સ્પેશિયલ ઇફેક્ટનો જોરદાર ઉપયોગ થયો છે અને તેના કારણે જ ફિલ્મને બનવામાં વિલંબ થયો હતો પહેલા સીજેઆઇ માટે જે કંપનીને કામ સોંપાયું તે દેવાળું ફુંકનાર સાબિત થઇ હતી ત્યારબાદ તે કામ અન્ય કંપનીને સોંપવામાં આવ્યું હતું.ફિલ્મની શુટિંગનો આરંભ ૧૬ ડિસેમ્બર ૨૦૧૫માં થયો હતો જેમાં રજનીકાંતે ભાગ લીધો હતો.અક્ષયે માર્ચ ૨૦૧૬થી શુટિંગનો આરંભ કર્યો હતો.આ ફિલ્મમાં રજનીએ વૈજ્ઞાનિક, ખલનાયક, રોબોટ અને બે ઠિંગણાઓની ભૂમિકા ભજવી છે તો અક્ષયનાં બાર લુકસ છે.
આ ફિલ્મ રોબોટની સિકવલ છે જેમાં સંગીત એ.આર.રહેમાને આપ્યું છે અને રજનીકાંત તથા અક્ષય ઉપરાંત એમી જેકસન, સુધાંશુ પાંડે, આદિલ હુસેન જેવા કલાકારોની પણ મહત્વની ભૂમિકા છે.રોબોટનાં અંતમાં દેખાડવામાં આવ્યું હતું કે સરકાર વાસીગરનને આદેશ આપે છે કે તે ચિટ્ટીની તાકાતને ઘટાડી દે જેણે સના માટે ચેન્નાઇમાં હાહાકાર મચાવી દીધો હતો.ચિટ્ટીને એક મ્યુઝિયમમાં મુકી દેવાય છે.થોડા વર્ષો બાદ એક રહસ્યમય અને શક્તિશાળી સુપર વિલન લોકો પર ત્રાસ બનીને તુટી પડે છે જેની શક્તિ મોબાઇલ વડે ચાલે છે અને તે મોબાઇલ વડે જ તબાહી મચાવવા માંગે છે તેવા સમયમાં ફરી ચિટ્ટીની જરૂરિયાત વર્તાય છે જે આ સુપરવિલનનો મુકાબલો કરી શકે છે.ફિલ્મમાં દર્શાવવામાં આવ્યું છે કે કેવી રીતે લોકો મોબાઇલનાં ગુલામ બની ગયા છે.આ ફિલ્મ મુળે તો તામિલમાં બનાવવામાં આવી હતી પણ તેને ૧૪ ભાષાઓમાં ડબ કરીને રિલીઝ કરાઇ છે જે ભારતીય ફિલ્મ ઇતિહાસની સૌથી મોંઘી ફિલ્મ છે.જો કે ફિલ્મ નિર્માતાઓએ ચતુરાઇ સાથે પોતાની જાતને સુરક્ષિત કરી લીધા છે અને તેમનાં માટે તો આ ફિલ્મ ફાયદાનો સોદો જ સાબિત થશે અને પહેલા જ અઠવાડિયામાં તેનો ખર્ચ વસુલ થઇ જવાનો અંદાજ છે.નિર્માતાઓએ ડિઝીટલ રાઇટસ અને સેટેલાઇટ રાઇટસ દ્વારા જ પોતાની કિંમત વસુલ કરી લીધી છે.તેલંગાણા, આંધ્રપ્રદેશ, કેરળ, કર્ણાટક અને ઉત્તર ભારતનાં ડિસટ્રીબ્યુશન રાઇટ વેચાઇ ગયા છે જો કે તામિલનાડુ અને વિદેશનાં રાઇટ નિર્માતાઓએ પોતાની પાસે જ રાખ્યા છે.તેના સેટેલાઇટ રાઇટસ ૧૨૦ કરોડમાં વેચાયા છે અને ડિઝીટલ રાઇટ માટે ૬૦ કરોડ મળ્યા છે.હિંદી વર્ઝનનાં રાઇટનાં ૮૦ કરોડ, આંધ્રપ્રદેશ તેલંગાણાનાં રાઇટ ૭૦ કરોડ, કર્ણાટકનાં રાઇટ ૨૫ કરોડ અને કેરળનાં રાઇટ ૧૫ કરોડમાં વેચાયા છે આમ ૩૭૦ કરોડની કમાણી તો રિલીઝ પહેલા જ થઇ જવા પામી હતી.બાકી રહેલા ૧૩૦ કરોડની રકમની વસુલાત આસાન છે કારણકે ઉત્તર ભારત, તામિલનાડુ અને વિદેશની આવકમાં નિર્માતાઓ ભાગીદાર છે.જો ફિલ્મ સારો વ્યવસાય ન કરે તો પણ નિર્માતાઓને ખોટ જવાની નથી હા તેના વિતરકોને ખોટ જાય તેમ છે પણ જે રીતે આ ફિલ્મની એડવાંસ બુકિંગ થઇ છે તે જોતા તો આ ફિલ્મ તમામને ફાયદો કરાવનાર જ સાબિત થાય તેમ છે.ફિલ્મને રેકોર્ડતોડ સ્ક્રીન્સમાં રિલીઝ કરાઇ છે અને લોકોમાં ફિલ્મનો ક્રેઝ પણ જોવા મળ્યો છે.૨૯ નવેમ્બરે દક્ષિણમાં તો લોકોએ સવારથી જ સિનેમાઘરો પર કતારો લગાવી હતી.આમ તો રજનીકાંત દક્ષિણનો સુપરસ્ટાર છે પણ જાણીને આશ્ચર્ય થશેકે તે જન્મે મરાઠી છે.જીજાબાઇ અને રામોજીરાવનાં ચાર સંતાનોમાં શિવાજીરાવ ગાયકવાડ સૌથી નાના હતા જેનો જન્મ ૧૨ ડિસેમ્બર ૧૯૫૦માં બેંગ્લોરમાં થયો હતો જે પાછળથી રજનીકાંત તરીકે લોકપ્રિય થયો હતો.તે પાંચ વર્ષનાં હતા ત્યારે જ માતાનું નિધન થયું હતું અને ત્યારે ઘર ચલાવવા માટે રજનીએ કુલીનું પણ કામ કર્યુ હતું.તે ફિલ્મમાં આવ્યા તે પહેલા બસ કંડકટર હતા.રજનીની પહેલી તામિલ ફિલ્મ અપુર્વા રાગનગાલ હતી જેમાં કમલ હાસન પણ હતો.જો કે તામિલમાં રજનીએ ઘણી ફિલ્મો તો વિલન રૂપે જ કરી હતી.તે નાયક તરીકે એસપી મુથુરમનની ફિલ્મ ભુવન અને કેલ્વિકુરીમાં દેખાયો હતો અને ત્યારબાદ તો આ જોડીએ ૨૫ ફિલ્મો કરી હતી.રજનીને પહેલી વ્યવસાયિક સફળતા બિલ્લાથી મળી જેની હિંદી રિમેક ડોન હતી જેમાં અમિતાભે બેવડી ભૂમિક ભજવી હતી.ટી.રામારાવની અંધાકાનુન રજનીની પહેલી હિન્દી ફિલ્મ હતી જેમાં અમિતાભની પણ ખાસ ભૂમિકા હતી.૧૯૮૮માં બ્લડ સ્ટોન રજનીની પહેલી અંગ્રેજી ફિલ્મ હતી.

Related posts

યુપી-બિહારમાં યાદવ-દલિત-મુસ્લિમ ધરીને તોડવાની ભાજપની કોશિશ

aapnugujarat

સ્કૂલોમાં હાલ રિવેંજ પોર્નનો શિકાર બાળકો થઇ રહ્યા છે : રિપોર્ટમાં ધડાકો

aapnugujarat

રાહુલ માટે વાયનાડ સૌથી સલામત

aapnugujarat

Leave a Comment

UA-96247877-1