Aapnu Gujarat
ગુજરાત

સ્ટેચ્યૂ ઓફ યુનિટી : ત્રણ દિવસમાં ૫૦ લાખની આવક

વડોદરા નજીક સાધુ બેટ દ્વીપ પર ૩.૨ કિમી દૂર નર્મદા ડેમની સામે બનાવવામાં આવેલા દુનિયાના સૌથી મોટા સ્ટેચ્યૂનું અનાવરણ થઇ ચૂક્યું છે. દેશ સહિત વિદેશમાં ભારતની મહનતામાં વધારો કરતું વધુ એક નજરાણું એટલે સ્ટેચ્યૂ ઓફ યુનિટી, ઉદ્ધાટનને ત્રણ દિવસ થયા છે, આ ત્રણ દિવસમાં રાજ્ય સરકારને થયેલી આવકના આંકડા જાહેર કરવામાં આવ્યા છે. દિવાળીનો તહેવાર હોવાથી સ્ટેચ્યૂ ઓફ યુનિટી બંધ નહીં રહે. આ પહેલા સરકાર તરફથી જાહેરાત કરવામાં આવી હતી કે સ્ટેચ્યૂ ઓફ યુનિટી દર સોમવારે લોકો માટે બંધ રહેશે. રજાના દિવસોમાં મોટી સંખ્યામાં લોકો સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાતે આવી રહ્યા હોવાથી કલેક્ટરે દિવાળી પૂરતો આ નિયમનો અમલ મુલતવી રાખ્યો છે.
સરકાર દ્વારા જણાવવામાં આવેલા આંકડા પ્રમાણે ત્રણ દિવસ બાદ નર્મદા સ્થિત સ્ટેચ્યૂ ઓફ યુનિટીની ૧૫૦૦૦ હજાર પ્રવાસીઓએ મુલાકાત લીધી છે. પ્રવાસીઓ પાસેથી દુનિયાની સૌથી ઉંચા સ્ટેચ્યૂની મુલાકાત લેવા માટે ૩૫૦ રૂપિયા ફી તરીલે વસૂલવામાં આવ્યા હતા, જે કુલ મળીને અત્યાર સુધીમાં ૫૦ લાખ રૂપિયાની આવક થઇ છે. એટલું જ નહીં સ્ટેચ્યૂ ઓફ યુનિટી નજીક પ્રવાસીઓ માટે ઉભા કરાયેલા સ્ટેન્ટ હાઉસફૂલ થઇ ગયા છે. જે ભાઇ બીજ સુધી આ ટેન્ટ બૂક થઇ ચૂક્યા છે.
હાલ રાજ્યમાં દિવાળીનું વેકેશ શરૂ થઇ ચૂક્યું છે, લોકો ખરીદી કરવાથી લઇને પ્રવાસન સ્થળો ફરવા નીકળી પડ્યા છે, એવામાં સ્ટેચ્યૂ યુનિટી જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે એવી આશા સરકારી તંત્ર સેવી રહ્યું છે, જેમાં દિવાળીના મીની વેકેશમાં રોજના ૧૫૦૦૦ પ્રવાસીઓ આવે તેવી આશા સેવાઇ રહી છે. તો આજથી જિલ્લા ક્લેક્ટર દ્વારા નવી જાહેરાત કરવામાં આવી છે, જેમાં અગાઉ સ્ટેચ્યૂ ઓફ યુનિટી સુધી પ્રવાસીઓ પોતાના વાહન લઇ જઇ શકતાં ન હતા, પરંતુ હવેથી લોકો પોતાના વાહનો લઇ જઇ શકશે.

Related posts

માંગરોળ ખાતે મંત્રીશ્રી દેવાભાઈ માલમની અધ્યક્ષતામાં ભાજપની બેઠક મળી

editor

તુટેલા રોડ મામલે ઈજનેરોને બચાવી લેવા માટે પેરવી શરૂ

aapnugujarat

म्युनि. पब्लिक हेल्थ लेबोरेटरी का काम अभी धीमी गति से

aapnugujarat

Leave a Comment

UA-96247877-1