Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

રોહિંગ્યાની ઓળખ માટે બાયોમેટ્રિક્સની મદદ લેવામાં આવશે : સત્યપાલ મલિક

જમ્મુ કાશ્મીરના રાજ્યપાલ સત્યપાલ મલિકે પણ રોહિંગ્યા વસતા હોવાની પુષ્ટિ કરી છે. સત્યપાલ મલિકે કહ્યુ કે રોહિંગ્યાની ઓળખ માટે બાયોમેટ્રિક્સની મદદ લેવામાં આવી રહી છે. તેમણે જણાવ્યુ કે બે મહિનાની અંદર જમ્મુ કાશ્મીરમાં આવીને વસેલા રોહિંગ્યાની ઓળખ કરવામાં આવશે. રાજ્યપાલ સત્યપાલ મલિકે કહ્યુ કે કિશ્તવાડમાં ભાજપ નેતાની હત્યા કરનાર આતંકવાદીઓની ઓળખ કરી લેવાઈ છે. જમ્મુ કાશ્મીરમાં શાંતિપૂર્ણ રીતે પંચાયત ચૂંટણી થઈ રહી છે. આ વાતને લઈને આતંકવાદી પરેશાન છે. તો બીજીતરફ સુરક્ષાકર્મીઓએ મનોબળ વધાર્યુ છે.
ગુપ્તચર એજન્સીના રિપોર્ટ અનુસાર જમ્મુ કાશ્મીરના કારગિલમાં રોહિંગ્યા હોવાની જાણકારી મળી છે. રિપોર્ટ અનુસાર લગભગ ૫૩ રોહિંગ્યાના હોવાની જાણકારી મળી છે. જે કારગિલમાં રહી રહ્યા છે. ર્ન્ંઝ્ર નજીક કારગિલ ઘણુ સંવેદનશીલ છે. ભારતીય સેના પાકિસ્તાન તરફથી થનારી કોઈ પણ જવાબી કાર્યવાહી માટે હંમેશા તૈયાર રહે છે. એવામાં જ્યારથી આ વિસ્તારોમાં રોહિંગ્યા હોવાની જાણકારી મળી છે. સુરક્ષા એજન્સીઓ એલર્ટ છે.

Related posts

બિહારમાં ભાજપ ૨૦ બેઠકો પરથી ચૂંટણી લડે તેવી સંભાવના

aapnugujarat

कर्नाटक में बीजेपी की उम्मीद को अब लग सकता है झटका

aapnugujarat

Under-construction building collapses in Karnataka’s Bengaluru, 4 died

aapnugujarat

Leave a Comment

UA-96247877-1